નાંદોદ તાલુકાના મોટા આંબા ગામે લગ્ન પ્રસંગે બોલાચાલી,મારામારીનો બનાવ.
લોખંડની નાની પરાઈ વડે જીવલેણ હુમલામાં બે ને ગંભીર ઇજા.
ત્રણ ઈસમો સામે ફરિયાદ.
રાજપીપળા,તા. 27
નાંદોદ તાલુકાના મોટા અંબા ગામે લગ્ન પ્રસંગે બોલાચાલી અને મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં લોખંડની નાની પરાઈ વડે જીવલેણ હુમલામાં બે ને ગંભીર ઈજા થતા રાજપીપળા પોલીસ મથકે ત્રણ ઈસમો સામે ફરિયાદ થઈ છે. જેમાં ફરિયાદી નગીનભાઈ જેઠાભાઈ તડવી (રહે, મોટા આંબા )એ આરોપી કમલેશભાઈ સુમનભાઈ તડવી,દિલીપભાઈ સુમનભાઈ તડવી,મનીષભાઈ સુમનભાઈ તડવી ત્રણેય (રહે,મોટા આંબા) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી નગીનભાઈનો છોકરો નરેશભાઈ ગામમાં લગ્ન હોય લગ્નમાં જઈ પરત પોતાના ઘરે આવતો હતો તે વખતે રસ્તામાં આરોપી કમલેશભાઈ નરેશભાઈને ગમે તેમ ગાળો બોલતા નરેશભાઈએ ગાળો બોલવાની ના પાડી. ત્યારે કમલેશભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરવા લાગેલા.જેથી નરેશભાઈ ત્યાંથી ભાગી ને પોતાના ઘરે જઈને નગીનભાઈ અને આ બનાવ બાબતે જાણ કરેલ. તે વખતે કમલેશભાઈ, દિલીપભાઈ,મનીષભાઈના નગીનભાઈના ઘર આંગણે આવી નરેશભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગેલા.જેથી નગીનભાઈ વચ્ચે પડતા કમલેશભાઈએ પોતાના હાથમાંની લોખંડની નાની પરાઇનો સપાટો નગીનભાઈના ડાબા હાથે કોઈના ઉપરના ભાગે મારી ટ્રેક્ટર કરી તથા નરેશભાઈને ડાબા હાથની હથેળીના ભાગે ઇજાઓ કરેલ એક જેમાં એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા