*કાજલ બેન હિન્દુસ્તાની ની ધરપકડ બાબતે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ નું આંદોલન.*
રમેશ ગોસ્વામી “સારથિ”
કાજલ બેન હિન્દુસ્તાની નાં એક કાર્યક્રમ હિંદુ જાગૃતિ અભિયાન અંતર્ગત કરેલા ભાષણ બાબત એમની ધરપકડ કરવામાં આવી હતી. આથી અનેક હિંદુ સંગઠનો નારાજ થઈ ગયા હતા તથા કાજલ બેન ને છોડી મૂકવા આંદોલન કરવા માં આવ્યું હતું.
તાજેતર માં ઉના ખાતે યોજાયેલ કાર્યક્રમ માં કાજલ બેન હિન્દુસ્તાની એ હિંદુ જાગૃતિ ની વાત કરી હતી, એમાં અમુક વિવાદિત ટિપ્પણીઓ ગણાવી ને એમની ધરપકડ કરવામાં આવી હતી. હિંદુ સંગઠનો એ અવાજ ઉઠાવ્યો હતો કે એવી કોઈ વિવાદિત વાત કે ટિપ્પણી કરવા માં આવી નહોતી. જે વાત કરી તેનો વિડિયો ઉપલબ્ધ છે, એમાં કંઈ જ વાંધા જનક વાત છે નહીં, આથી ખોટી રીતે ગુજરાત ની માતૃ શક્તિ ને હેરાન કરવા માં આવે છે. માટે એમને નિર્દોષ છોડી મૂકવા માં આવે. એવી માંગ અનેક સંગઠનો એ કરી હતી. અમદાવાદ – કર્ણાવતી મધ્યે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આંદોલન કરવા માં આવ્યું હતું તથા કલેકટર સાહેબ ને આવેદન અપાયું હતું કે બહેન શ્રી કાજલ બેન હિન્દુસ્તાની ને છોડી મૂકવા માં આવે. આવી માંગ સાથે મોટી સંખ્યામાં હિંદુ સમાજ ના લોકો જોડાયા હતા. દીપકસિંહ ચૌહાણ ( શહેર અધ્યક્ષ) વિજય શર્મા, બબલુસિંહ તોમર, ચંદન ગુપ્તા, હિમાંશુ પરમાર, શિવમ દીક્ષિત, સુનીલ તોમર સહિત નાં લોકો જોડાયા હતા.હિંદુ મંચ ના નેજા હેઠળ યોજાયેલ આ આંદોલન માં શ્રી ચૌહાણે કાજલ બેન હિન્દુસ્તાની ને છોડી મૂકવા માંગ કરી હતી. એવું અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા જણાવવા માં આવ્યું હતું.