અમદાવાદ ખાતે આગથી અસરગસત બનેલા ઝૂંપડાવાસીઓને સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરના હસ્તે અન્નબહ્મ યોજના હેઠળ વિના મુલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદ ખાતે આગથી અસરગસત બનેલા ઝૂંપડાવાસીઓને સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરના હસ્તે અન્નબહ્મ યોજના હેઠળ વિના મુલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું.


અમદાવાદ: અમદાવાદ ના વેજલપુરમાં સૂર્યનગરી અને ચંદ્રનગરીના આગથી અસરગસત બનેલા ઝુપડાવાસીઓને સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણ અને મ્યુનિસિપલ કોર્પોરેટરના હસ્તે અન્નબહ્મ યોજના હેઠળ વિના મુલ્યે અનાજ વિતરણ કરાયુ

સોસિયલ ડિસ્ટન્સના પાલન સાથે માસ્કનું વિતરણ કરી તેમને સેનેટાઈઝ કરી ને ક્રમનુસાર તેઓને માનવીય અભિગમ સાથે સંવેદના દાખવી કોઈ અસરગસત ભુખ્યા ના રહે તેની દરકાર રાખી તેવા લાભાઁથીઓને આ અનાજ વિતરણ કરાયુ હતું

પુરવઠા વિભાગે ૨૫ મે ના રોજ આકસ્મિક આગના અસરગસત ૫૭ પરિવારોના ૩૧૦ નાગરિકો ને વ્યકિત દીઠ દશ કિલો ઘઉ તેમજ પાંચ કિલો ચોખા ની કીટ આપી રેશનદુકાનથી તેઓના ઘરો સુધી વાહનોની વ્યવસ્થા કરી અનાજ પુરુ પાડ્યું

પુરવઠા વિભાગે એક સપ્તાહ ના સવેઁ દ્દારા તેઓ ને ઘરઆંગણે તેમની ઓળખ પ્રસ્થાપિત કરી તેઓ ને આ અનાજ પહોંચાડી આગામી સમય મા તેઓ ને રેશનકાડઁ પુરા પડાશે અને સાથે તેઓ ને NFSA રેશનકાડઁ મળી રહે તે દિશા મા અન્ન અને પુરવઠા ના મદદનીશ નિયામક શ્રી રાજેશકુમાર પ્રજાપતિ, સુમિતા દેસાઈ, ભગવાનભાઈ ભરવાડ,ભરત કટારા સહિત ની પુરવઠા વિભાગ ના ઉચ્ચ અધિકારી ઓ એ ભારે જહેમત ઉઠાવી હતી