માસ્ક પહેર્યા વગર દસથી વધુ પેસેન્જરો બેસાડી જાહેરમાં નીકળતા જાહેરનામા ભંગની ફરિયાદ.

ગરૂડેશ્વર તાલુકાના ગોરા ત્રણ રસ્તે માસ્ક પહેર્યા વગર દસથી વધુ પેસેન્જરો બેસાડી જાહેરમાં નીકળતા જાહેરનામા ભંગની ફરિયાદ.
રાજપીપળા,તા. 27
નર્મદા જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે. ત્યારે સરકારના જાહેરનામાને ગાયનો હોવા છતાં કેટલાક બેદરકાર લોકો આ જાહેરનામાનો ખુલ્લો બંધ કરી રહ્યા છે.ત્યારે એમની સામે પોલીસે લાલ આંખ કરી છે.જેમાં ગરૂડેશ્વર તાલુકાના ગોરા ત્રણ રસ્તા પાસે તુફાન ગાડી માસ્ક પહેર્યા વગર તથા 10 થી વધુ પેસેન્જરો બેસાડી જાહેરમાં નીકળી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં ગરુડેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ફરિયાદી પીએસઆઇ એ.એસ.વસાવાએ આરોપી શનાભાઈ રૂપાભાઈ વસાવા (રહે, ઝરવાણી )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ કોરોનાવાયરસ ના જાહેરનામું હોય અને તુફાન ગાડી નંબર જીજે 6 ઝેડ ઝેડ 7752 ના ચાલક શનાભાઇ પોતાની દતુફાન ગાડીમાં પોતે માસ્ક પહેર્યા વગર તથા સાથે દસેક જેટલા પેસેન્જરોને બેસાડી પોતાનો અને પેસેન્જરોનો ડિસ્ટન્સ નહીં રાખી તુફાન અને ચલાવી લાવી કોરોના સંક્રમણ રોગ ફેલાય તેવું કૃત્ય કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા