નર્મદા જિલ્લો સ્વયંભૂ બંધ રાખ્યો છે ત્યારે એકમાત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું રખાયું છે ? લોકોમાં ચર્ચા તો પ્રશ્ન.

કોરોના સંક્રમણની ચેન તોડવાની 13 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન આંખો નર્મદા જિલ્લો સ્વયંભૂ બંધ રાખ્યો છે ત્યારે એકમાત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું રખાયું છે ? લોકોમાં ચર્ચા તો પ્રશ્ન.
પ્રવાસીઓને કોરોના સંક્રમણ થશે તો જવાબદાર કોણ ?
રાજપીપળા, તા.13
એક તરફ નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણની ચેન તોડવા 13 મી એપ્રિલથી 15 એપ્રિલ દરમીયાન આખો નર્મદા જિલ્લો સ્વયંભુ બંધ રાખ્યો છે . તમામ બજારો તો બંધ છે, મંદિરો તહેવારોના આયોજન બંધ છે, જાહેર મેળાવડાઓ બંધ છે, લગ્નમાં પણ 50 થી વધુ ભેગા થવા પર પ્રતિબંધ છે.જ્યારે બીજી બાજુ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું રખાયું છે. તેનાથી તંત્રનું સૂચક મૌન સામે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે . એક તરફ જિલ્લામાંથી બીજા જિલ્લામાં કે રાજ્યની સરહદ પર નેગેટિવ રિપોર્ટ સિવાય કોઈને હદમાં પ્રવેશવા દેવામાં આવતા નથી, ત્યારે સ્ટેચ્યુ પર પ્રવાસીઓનો બંધ કેમ કરવામાં આવતા નથી ?એમને કોરોનાનું સંક્રમણ થાય તો કોણ જવાબદાર એ પ્રશ્નો લોકોમાં છડેચોક ચર્ચાઈ રહ્યો છે .
નર્મદા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને દેડીયાપાડા, સાગબારા, સેલંબાના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે.રાજપીપળા શહેર, કેવડિયા, તિલકવાડા, દેવલિયા, ગરુડેશ્વર ગામોના બજારો પણ આગામી 3-4 દિવસ સુધી સંપૂર્ણ બંધ રાખવાની વેપારીઓએ જાહેરાત કરી છે.આખા ગુજરાતમાં નર્મદા પ્રથમ એવો જિલ્લો હશે જે 13 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન સ્વયંભૂ બંધ રહેશે.
આ દિવસો દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ રાજપીપળામાં આવશે તો એમનો આર. ટી. પી. સી. આર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. હવે અહીંયા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મેં જ્યારે 3 દિવસ આખો જિલ્લો જ બંધ રહેશે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું રાખવામાં આવ્યું હશે.જેનો આર.ટી.પી.સી.આર રિપોર્ટ નેગેટિવ હોય એને જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવેશ આપવો જોઈએ એવી માંગ ઉઠી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ્યાં સૌથી વધુ કોરોના સંક્રમણ છે એવા વડોદરા,અમદાવાદ, સુરત, રાજકોટના જ પ્રવાસીઓ વધુ આવતા હોય છે.તેથી એ પ્રવાસીઓ જો કોરોના સંક્રમીત હોય અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ફેલાય તો એનો જવાબદાર કોણ. એક તરફ કોરોના સંક્રમણને લીધે રાજ્યના મોટે ભાગના ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો બંધ છે તો બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું એ પ્રશ્ન ઉઠી રહ્યા છે.કોરોના સંક્રમણની ચેન તોડવા જ્યારે જિલ્લા ના વેપારીઓએ 3 દીવસ સજ્જડ લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ શુ કોરોના પ્રુફ હશે, કે પછી સરકાર ફક્ત પોતાના ફાયદા ખાતર નર્મદા જિલ્લા વાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે. એવી ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા