દીકરીઓનું શિક્ષણ ન બગડે તે માટે ” બેટી બચાવો, બેટી પઢાવો “ના સૂત્રને સાર્થક કરતું શિક્ષણ બોરીદ્રા ગામમા દીકરીઓને ઘરે ઘરે જઈને અપાતું અનોખું શિક્ષણ

છેલ્લા બે વર્ષથી જૂનમા માસમા શાળા પ્રવેશોત્સવ બંધ હોવા છતાં નર્મદાના બોરીદ્રા ગામમા અનોખો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો


ગામની દીકરીઓનું શિક્ષણ ન બગડે તે માટે ” બેટી બચાવો, બેટી પઢાવો “ના સૂત્રને સાર્થક કરતું શિક્ષણ બોરીદ્રા ગામમા દીકરીઓને ઘરે ઘરે જઈને અપાતું અનોખું શિક્ષણ

દાતાઓ દ્વારા 560 નોટબુકો,
શાળાની દીકરીઓને 400 નંગ સેનેટરી પેડ,140 બાળકોને માસ્ક અને શૈકક્ષણિક કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો.

રાજપીપલા, તા 16

નર્મદાના આદિવાસી આંતરિયાળ વિસ્તારમા છેલ્લા બે વર્ષથી કોરોના લોકડાઉનમા
શાળાઓ બંધ છે. શિક્ષણકાર્ય બંધ છે. દર વર્ષે જૂનમા માસમા શિક્ષણના નવા સત્રમા શાળા પ્રવેશોત્સવ કરાવી નવા ધોરણ મા પ્રવેશ મેળવનાર બાળકોનો રંગે ચંગે શાળા પ્રવેશોત્સવ કરાવતા હતા પણ બે વર્ષથી કોરોનાને કારણે શાળા પ્રવેશોત્સવ બંધ છે. ત્યારે નર્મદાની સૌ પ્રથમ એક માત્ર બોરીદ્રા ગામમા કોરોના કાળમાં પણ અનોખી રીતે શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

જેમાં ગામની દીકરીઓનું શિક્ષણ ન બગડે તે માટે ” બેટી બચાવો, બેટી પઢાવો “ના સૂત્રને સાર્થક કરતું શિક્ષણ બોરીદ્રા ગામમા દીકરીઓને ઘરે ઘરે જઈનેનોટબુક સાહિત્ય વિતરણ સાથે શિક્ષણ આપવામાં આવી રહ્યુંછે.

જેના અનુસંધાને બોરીદ્રા ગામમા કેટલાક દાતાઓ આગળ આવ્યા. જેમાં
મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા 560 નોટબુકો અને ડો.મહાજન દ્વારા શાળાની દીકરીઓને 400 નંગ સેનેટરી પેડ અને
સુકભાઈ વસાવા દ્વારા 140 બાળકોને માસ્ક અને ધોરણ 1ના બાળકોને ફળિયા શાળા પ્રવેશોત્સવકરાવી સુનિતાબેન ચૌધરી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોના સામે જાગૃતિ સંદેશ સાથે તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરી ને બાળકોનેકીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
શાળાઓ બંધ હોવાથી કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે શાળાના શિક્ષકો ઘરે ઘરે જઈને નોટબુક શિક્ષણનું સાહિત્ય વહેંચી ઘરે જઈને બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.ખાસ કરીને ‘બેટી બચાવો બેટી પઢાવો ‘અંતર્ગત શિક્ષણ કાર્ય કરી રહ્યા છે.



તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા