રાજપીપળા સહીત નર્મદામાં મહારાષ્ટ્રીયનોએ ગુડી પડવાના નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરી.
કોરોનામા નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહીલાઓએ ઘરેજ ગુડીપૂજન કર્યુ.
મહારાષ્ટ્રીયનોએ એકબીજાને નવ વર્ષની શુભકામના પાઠવી.
ગુડીપડવાના દિવસે જ બહમાએ સૃષ્ટિનું સર્જન કર્યુ હતુ.
આજના દિવસથી જ સતયુગનો પણ પ્રારંભ થયો હતો.
ભગવાન રામે આજના દિવસે વાલીનો વધ કર્યો હતો.
દુષ્ટ પ્રવૃત્તિના રાક્ષસો અને રાવણનો વધ કરીને ભગવાન
રામચંદ્ર અયોધ્યામાં પાછા ફર્યા હતા.
રાજપીપળા,તા૧૩
નર્મદા જિલ્લામાં પણ મહારાષ્ટીયન પરીવાર વસેલો છે જેમનું નવું વર્ષ ગુડી પડવાથીશરુ થાય છે.રાજપીપળા
સહિત નર્મદા જિલ્લામાં આજે મહારાષ્ટ્રીયનોનું નવું વર્ષગુડીપડવાની ભારે શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક ઉજવણી
કરવામાં આવી હતી, રાજપીપલામા કોરોનાને કારણે ઘરમા સભ્યોએ જ મહારાષ્ટ્રીયન મહીલાઓ ભેગી થઈ ગુડીપડવાના દિવસે નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહીલાઓએ ગુડીપૂજન કર્યુ હતુ. ઘર આંગણાની
રંગોળીથી સજાવી પારંપરીક ધ્વજ ગૂડીપતાકા, તોરણો ઘરેઘરે લટકાવી સૂર્યોદય સમયે ગૂડીને તેલ લગાડી રેશમી
વસ્ત્ર,કઢી લીમડાની ડાળી,ફુલમાળા બાંધીને ઉપરના છેડે કોરુ વસ્ત્ર ઢાંકી તાંબા કે પિત્તળ કે ચાંદીના લોટાને એક
લાકડી પર ઉંધો લોટો લટકાવીતનાપાન આંબા, લીમડાના પાન તથા નવા વસ્ત્રથી બાંધીને ગુડી બનાવી તૈયાર કરી
તેનુ પૂજન કર્યું હતુ. આજના દિવસે મહારાષ્ટ્રીયનોએ એકબીજાને નવ વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
ગુડીપડવાના દિવસે મહારાષ્ટ્રીયનોએ વહેલી સવારે અત્યંગ સ્નાન કર્યુ હતુ તેમા શરીર સુગંધિત તેલ લગાડી
ચોળીને ત્વચામાં જીરવી ગરમ પાણીથી સ્નાન કર્યુ હતુ.અચંગ સ્નાનથી શરીરમા થી રજો ગુણ, તમો ગુણનો નાશ
થાય છે.અને સતોગુણનો પ્રભાવ વધતો હોવાનું જણાવ્યુ હતુ.
રાજપીપલાના મહારાષ્ટ્રીયન અગ્રણી મહીલા જયોતી જગતાપે જણાવ્યુ હતુ કે ગૂડીપડવાના દિવસે જ બહમાએ
સૃષ્ટિનું સર્જન કર્યુ હતુ. આજના દિવસથી જ સતયુગનો પણ પ્રારંભ થયો હતો.સમ્રાટ વિક્રમાદિત્યએ પોતાના
સંવત્સર અને શાલિવાહન રાજાએ પોતાના શકનો પ્રારંભ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રીના પ્રારંભ
સાથે શાલિવાહન શકના નૂતન વર્ષનો પણ આજથી પ્રારંભ થયો હતા
અત્રે ઉલ્લેખનિય છેકે ભગવાન રામે આજના દિવસે વાલીનો વધ કર્યો હતો.દુષ્ટ પ્રવૃત્તિના રાક્ષસો અને રાવણનો
વધ ફરીને ભગવાન રામચંદ્ર અયોધ્યામાં પાછા ફર્યા તે દિવસ ગુડી પડવાનો દિવસ હતો.શકોએ હુણોનો પરાભવ
કરીને વિજય પણ આ જ દિવસે કર્યો હતો. આજના દિવસથી સતયુગની શરૂઆત કરી હતી.
ગુડી પડવો.અક્ષય તૃતિયા અને દશેરા એટલે દરેકનો એક અને કારતક સુદ પ્રતિપદા એટલે અડધે એમ સાડા ત્રણ
મુહૂર્ત છે.તેની વિશેષતા એ છે કે અન્ય દિવસે શુભ કાર્ય માટે મૂહુર્ત જોવુ પડે છે. આ દિવસગ્નો કોઈ પણ ઘટક શુભ
મુહર્ત જ હોય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ભગવાન રામે આજના દિવસે વાલીનો વધ કર્યો હતો.દુષ્ટ પ્રવૃત્તિના રાક્ષસો અને રાવણનો
વધ કરીને ભગવાન રામચંદ્ર અયોધ્યામાં પાછા ફર્યા તે દિવસ ગુડી પડવાનો દિવસ હતો.શકોએ હુણોનો પરાભવ
કરીને વિજય પણ આ જ દિવસે કર્યો હતો. આજના દિવસથી સતયુગની શરુઆત કરી હતી.
ગુડી પડવો.અક્ષય તૃતિયા અને દશેરા એટલે દરેકનો એક અને કારતક સુદ પ્રતિપદા એટલે અડધે એ સાડા ત્રણ
મુહૂર્ત છે. તેની વિશેષતા એ છે કે અન્ય દિવસે શુભ કાર્ય માટે મૂહર્ત જોવુ પડે છે. આ દિવસનો કોઇ પણ ઘટક શુભ
મૂહુર્ત જ હોય છે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા