દેડીયાપાડા મોઝદા રોડ ઉપર આવેલ શારદાદેવી સ્કૂલની પાછળ લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગારીયાઓ ઝડપાયા.

દેડીયાપાડા મોઝદા રોડ ઉપર આવેલ શારદાદેવી સ્કૂલની પાછળ લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગારીયાઓ ઝડપાયા.
રોકડ રકમ સહિત કિં. રૂ. 75260/- ના મુદ્દામાલ ઝડપાયો.
રાજપીપલા,તા. 13
દેડીયાપાડા મોઝદા રોડ ઉપર આવેલ શારદાદેવી સ્કૂલની પાછળ લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગારીયાઓ ઝડપાયાછે.રોકડ રકમ સહિત કિં. રૂ. 75260/- ના મુદ્દામાલ ઝડપાયો છે.
જેમાં ફરિયાદી અહેકો ઇશ્વરભાઇ વશરામભાઈ દેડીયાપાડા એ આરોપી રાહુલભાઈ જયેશભાઈ સોલંકી,રામકુમાર દેવરામભાઈ રાઠોડ, શંકરભાઈ દયારામભાઈ વસાવા, સંજયભાઈ દિગંબરભાઈ મરાઠા તમામ (રહે, નવીનગરી, દેડીયાપાડા), દિલીપભાઈ શંકરભાઈ પારસી( રહે નર્મદાનગર, દેડીયાપાડા) અરવિંદભાઈ બાબુભાઈ વસાવા ( રહે બંગલા ફળિયું , દેડીયાપાડા) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદ જેમાં ફરિયાદની વિગતો મુજબ આરોપી પૈસા વડે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રમાડતા દાવ ઉપર ના રો. રૂ. 1960/- તથા અંગજડતીના મળી રો. રૂ. 10300/- તથા મોબાઈલ નં. 6 કિં. રૂ. 3000/- તથા બે ટુ વ્હીલર કિં. રૂ.60000/- મળી કુલ કિ.રૂ. 75260/- સાથે મળી આવી પકડાઈ જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા