ગરુડેશ્વર ખાતે થી અધિક માસ નિમિત્તે નર્મદા મંદિર નર્મદા પરિક્રમાનો પ્રારંભ.
રાજપીપળા,તા.22
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતેથી પવિત્ર અધિક માસ નિમિત્તે નર્મદા મંદિરથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં માધવદાસજી મહારાજની આગેવાનીમાં અન્ય ભક્તો આ પરિક્રમામાં જોડાયા હતા.આ નર્મદા પરિક્રમા ગરુડેશ્વર થી ઓમકારેશ્વર, અમરકંટક, ભરૂચ, નર્મદા સાગર થઈ પરત ગરુડેશ્વર ફરશે. આ પરિક્રમાનો 15 દિવસમાં 3750 કિ.મી.ની પરિક્રમા પૂરી કરશે. હાલમાં કોરોનાની મહામારી હોય સરકારની ગાઇડ લાઇનનું પાલન કરી તથા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તથા સેનેટાઝર નો ઉપયોગ સાથે પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો. આ પરિક્રમામાં દત્ત મંદિરના પૂજારી રાહુલભાઈ નવારે તથા રાહુલભાઇ જોશી, સાથે ભીખુભાઈ, હરેશભાઈ, હર્ષદભાઈ, યોગેશભાઈ, મહેન્દ્રભાઈ તથા નાનાભાઈ બારીયા જોડાયા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા