*માં તારા લાલ પર અમને ગર્વ છે.. હવાલદાર ભદોરિયા કુલદીપ સુરેશ સિંહે રાષ્ટ્રની સુરક્ષામાં અંતિમ શ્વાસ લીધા.*

અમદાવાદ: હવાલદાર ભદોરિયા કુલદીપ સુરેશ સિંહે 25 સપ્ટેમ્બર 2000ના રોજ ભારતીય સૈન્યમાં પ્રવેશ મેળવ્યો હતો. અભૂતપૂર્વ બહાદુરી ધરાવતા અને અજેય એવા આ નિઃસ્વાર્થ સૈનિકે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન ઉચ્ચ સ્તરની કટિબદ્ધતા સાથે સેવા આપી છે. આ સૈનિકે રાજસ્થાનના ધગધગતા રણથી જમ્મુ અને કાશ્મીરમાં લદાખના ખૂબ ઊંચાઈઓ ધરાવતા સક્રિય વિસ્તારોમાં બરફના પહાડો સુધીના વિસ્તારોમાં સેવા આપી છે.

આ સૈનિકને આત્યાંતિક આબોહવાની સ્થિતિ ધરાવતા અને માઇનસ 35 ડિગ્રી જેટલું થીજવી દેનારું તાપમાન ધરાવતા તેમજ ખૂબ જ ઝડપી ગતિએ ફુકાંતા પવન વચ્ચે 16,082 ફુટની ઊંચાઇએ 23 ઑગસ્ટ 2020થી પૂર્વીય લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. 08 એપ્રિલ 2021ના રોજ, તેમણે ભારતીય સૈન્યના ઉચ્ચતમ મૂલ્યો અને નીતિઓનું પાલન કરતી વખતે વિકટ સ્થિતિમાં રાષ્ટ્રની સુરક્ષામાં અંતિમ શ્વાસ લીધા હતા.

સૈનિકના પાર્થીવ દેહ અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે કર્મીઓ અને સૈન્યના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સંપૂર્ણ સૈન્ય માન આપ્યા બાદ અમદાવાદમાં ચાંદખેડા ખાતે, અશ્વમેઘ સોસાયટી, IOC રોડ, જનતાનગર ખાતે તેમના ઘરે મોકલવામાં આવ્યો હતો.