પોલીસના હાથમાં દાંતરડા અને કુહાડી…ખોખરા પોલીસની સરાહનીય કામગીરી આવી સામે..

અમદાવાદ

પોલીસના હાથમાં દાંતરડા અને કુહાડી…ખોખરા પોલીસની સરાહનીય કામગીરી આવી સામે..અમદાવાદના મણિનગર- જશોદાનગર ના મુખ્ય માગઁ પર આવેલા ગોરના કુવાની ઘટના.

અમદાવાદના વિજયપાકઁ સોસાયટી ની સામે ભારે પવન સાથે ના વાવાઝોડા મા ધરાશયી થયેલ વિશાળ ગુલમહોર ના વૃક્ષ ને લઈ ને મુખ્ય રસ્તો બે કલાક થી બંધ થતા ખોખરા પોલિસ હરકતમા આવી હતી.

ખોખરા પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામીત તેમજ પોલિસ સબ ઈન્સપેકટર ચુડાસમા તેમજ તેમની ટીમ ના પોલિસ જવાનો ના બે ગાડી ઓના કાફલા ઓ એ વૃક્ષ કાપવા ના ઓજારો થી વૃક્ષ ને કાપી વાહનવ્યવહાર ને અડચણરુપ બનેલા આ વિશાળ વૃક્ષ ને બાજુ મા ખસેડી વાહનવ્યવહાર પૂર્વરત કયોઁ.

જોકે સ્થાનિકો એ AMC તંત્ર ને અનેકવાર જાણ કરી હોવા છતા તંત્ર મદદે ના આવતા ખોખરા પોલિસના ધ્યાનમા આવતા પોલિસ જવાનો એ આ વિશાળ વૃક્ષ ની ડાળી ઓને કાપી ને થડ ને દુર કરી ને વાહનો નું આવાગમન બે કલાક બાદ શરુ કરાવ્યું

ખોખરા મા રુક્ષ્મણી બેન હોસ્પિટલ થી હાટકેસવર સકઁલ માગઁ પર ત્રણ વૃક્ષો ધરાશયી થયા હતા તેને દુર કરી ને આગળ મણિનગર રેલવે ફાટક થી લાલભાઈ સેન્ટર ના મુખ્ય માગઁ પર લશ્ર્મીનારાયણ ચાર રસ્તા પર ચા ની કીટલી પાસે વિશાળ કણજી નું ઝાડ ગરકાવ થયેલ તેને દુર કરેલ હતું જ્યારે ખોખરા સકઁલ પર વિશાળ ઝાડ પડી ગયેલ તેને સ્થાનિક કોરપોરેટર ચેતન પરમાર તેમજ તેમની યુવા ટીમ ના કાયઁકરો એ ખોખરા પોલિસ ને ઝાડ દુર કરવામાં મદદરુપ થયા હતા તો હાટકેસવર થી સેવન્થ ડે સ્કુલ માગઁ પર ત્રણેક વૃક્ષો પણ પોલિસ એ ઓજારો સાથે વૃક્ષો ને કાપી ને દુર કરી તમામ રસ્તા ઓ ખુલ્લા કયાઁ હતા

સામાજિક કાયઁકર હર્ષદભાઈ પટેલ એ ગત રોજ આવેલા તોકતે વાવાઝોડા ના ચક્રવાત એ જે વિનાશ વેયોઁ હતો અને જે ભારે નુકશાન સાથે ઝાડો પડી ને જે રસ્તા ઓ બંધ થયેલા તે ખોખરા પોલિસ સ્ટેશન વિસ્તાર મા અનેક વૃક્ષો ને ખોખરા પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામિત તેમજ તેમની ટીમ ના સભ્યો એ ભારે જહેમત થી દુર કરી ને વાહનવ્યવહાર ને ટાફિઁક જામ થી છુટકારો અપાવ્યો તે ખરેખર કાબિલે દાદ હતો કેમ કે કાયદા ના દંડા વિંઝનાર પોલિસ ને હાથ મા કુહાડી અને દાતરડા થી વૃક્ષો ની ડાળી ઓ અને થડ દુર કરી તેની શાખા ઓ દુર કરતા પત્યક્ષ નજર સામે જ્યારે જોયા ત્યારે નાગરિકો ની સુખાકારી માટે કામ કરતા આ પોલિસ જવાનો ને સલામ કરવાનું જરુર મન થાય તેવી વરસતા વરસાદ મા ખોખરા પોલિસ ની કામગીરી જોવા મળી હતી