કોરોનાની રસી કેટલી સલામત છે?

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત દ્વારા
“કોરોનાની રસી માટેની ભ્રમણા અને સત્યતા” આ વિષય ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં નિષ્ણાત ડૉ. નિશ્ચલ ભટ્ટ દ્વારા પ્રશ્નોત્તરીરૂપે જે માહિતી પ્રાપ્ત થયેલ છે તે સૌની જાણ અને પ્રચાર-પ્રસાર માટે આપેલ છે.
••••••••••••••••••••••••

૧. કોરોનાની રસી કેટલી સલામત છે?
-પુરેપુરી સલામત છે.
૨. રસીની સાઇડ ઇફેક્ટ શું છે?
– સાઈડ ઇફેક્ટ જરુરી છે. એકાદ દિવસ થોડો તાવ આવે છે,બીજા ડોઝમાં સાઇડ ઇફેક્ટ ઓછી થાય છે. બાળકોને પણ રસીકરણ વખતે તાવ આવતો હોય છે. ગભરાવાની જરૂર નથી. શરીર એન્ટિજેન્ટ સેલ તૈયાર કરી રહ્યું હોય છે.

૩. રસી કેટલી અસરકારક છે? લીધા પછી ફરીવાર કોરોના થઈ શકે?
-બન્ને ડોઝ પછી ૭૦ થી ૮૦ ટકાને કોરોનાની અસર નહીં થાય વીસ ટકાને થોડી અસર થઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિ જેનાં શરીરમાં નથી થતી તેને થોડું ઇન્ફેક્શન થઈ શકે છે. પરંતુ ગભરાવાની બિલકુલ જરૂર નથી.

૪. રસીકરણની આખી પ્રક્રિયા શું છે?
આ માટેની એપમા નોંધણી કરવાની.જે સ્લોટ મળે ત્યારે પ્રુફ સાથે જવાનું હોય છે. જ્યાં ત્રણ રુમ હોય છે. એક વેઇટિંગ રુમ.પછી ડોઝ આપવા માટે નો બીજો રુમ અને ત્રીજા રુમમાં ૩૦ મિનિટ માટે ઓબ્ઝર્વેશનમા રાખવામાં આવે છે. કોઇ એલર્જી કે સાઇડ ઇફેક્ટ માટે તપાસવામાં આવે છે.
સરકારે આ માટે પૂર્વ તૈયારી કરેલી જ છે. સાવચેતી માટે આ ત્રીસ મિનિટ જરુરી છે.

૫. વેક્સિન લીધા પછી એક અઠવાડિયા સુધી આપણી ઇમ્યુનિટી ઘટી જાય છે,તે વાત સાચી છે?
આ એક ભ્રમ છે, વૈજ્ઞાનિક સત્ય નથી. આપણે ત્યાં પહેલા ડોઝ પછી કોરોનાનો બીજો વેવ્ઝ શરૂ થયો તેથી આવું ક્યાંક બનેલ છે.
પહેલો ડોઝ લીધો ત્યારે કોરોના હશે જે આપણને ખબર ન હોય અને પછી ખબર પડે તો એ માટે આ કારણ નથી. ઉપરથી રસી શરીરને મજબૂત બનાવે છે.

૬. પહેલા ડોઝ પછી કોરોના થયો હોય તો પછી બીજો ડોઝ ક્યારે લેવો જોઈએ?
– જો પહેલો ડોઝ લીધા પછી કોરોના થાય તો તેનાં ત્રણ મહીના પછી જ બીજો ડોઝ લેવાનો હોય છે. ૮૪ દીવસનો સમય પસાર કરવો હિતાવહ છે.

૭. વેકસિન પછી માસ્ક જરુરી છે?
હા. આ પ્રેક્ટિસ આપણે એક વરસથી ઉપયોગમાં લિધેલ છે. બે ડોઝ લીધા પછી માસ્ક પહેરવો જ જોઈએ,જે સલામતી માટે જરૂરી છે.
યોગ્ય રીતે માસ્ક પહેરવો.
SMSV થિયરીને ક્યારેય ભુલવાની નથી.

•Social Distance,
• Mask,
• Senatiszation
• Victory.

ડોઝ પછી પણ આપણું વર્તન વધુ કાળજી વાળું હોવું જોઈએ, છ મહીના સુધી આ જરુરી છે.
વૈજ્ઞાનિકોએ ત્રીજા વેવ્ઝની શરુઆત થઈ શકે છે એવી પણ આગાહી કરી છે,તેથી કાળજી લેવી એ અગત્યની છે.
બાળકો અસર નીચે વધુ છે,પણ તેઓ જલ્દી સાજા પણ થઈ જાય છે.
વેક્સિનેશન લઇએ, સલામત રહીએ.

૮. જેમને અન્ય રોગ હોય, તેનું બીજુ કોઇ ઓપરેશન કરાવી શકાય?
ડાયાબિટીસના દર્દી એ ડોઝ લીધેલ હોય પછી યોગ્ય સમય પછી ઓપરેશન કરાવી શકાય.ડોકટરની સલાહ અવશ્ય લેવી.

૯. આપણે ત્યાંની બેમાંથી કઇ વેક્સિન સારી છે ?
-અત્યારે બંને સારી જ છે, જે પણ મળે તે લેવી જોઈએ.

૧૦. ડોઝ લીધા પછી ક્યારેય કોરોના થઈ શકે?
-અત્યારના તબક્કે ચોકકસ કહી શકાય નહીં. સમય વિત્યા પછી જ આ માટે અભિપ્રાય આપી શકાય.

૧૧. નાનાં બાળકની માં (મધર)વેકસિન લઇ શકે?
હા, પહેલાં આ માટે થોડી શંકા હતી પણ અત્યારે, બાળકને ફિડીંગ કરાવતી માતા પણ વેક્સિન લઇ શકે છે.

૧૨. બંને વેક્સિન લેવાય?
-ના, બંનેમાંથી એક જ વેક્સિનના બે ડોઝ લેવા જોઈએ.

૧૩.સ્પુતનિક-વી વેક્સિન શું છે?
-રશિયામાં થયેલ છે, ખાનગી માર્કેટમાં ઉપલબ્ધ મળશે. ૮૦ ટકા સફળ છે.

૧૪. કંઇ વેક્સિન લેવી,કઇ‌ સારી?
-અત્યારે તો જે પણ વેકસિન મળે તે લઇને સુરક્ષિત થવુ. પસંદગીનો આ સમય નથી.

૧૫. બીજા રોગ હોય તો રસી લઇ શકાય?
– જરુર, લેવી જ જોઈએ. આપણાં ડોક્ટરની સલાહ લેવી અને પછી રસી લેવી.

૧૬. પહેલા અને બીજા ડોઝ વચ્ચે સમય ગાળો કેટલો હોવો જોઈએ?
– આદર્શ રીતે, અઢીથી ત્રણ મહિના પછી બીજો ડોઝ લેવો હિતાવહ છે. શરુમા ૨૮ દીવસનુ કારણ, જલ્દી તેમને સલામત કરવાની સાવચેતી હતી.

૧૭. બાળકને કોરોનાથી બચાવવા શું કરવું?
– જે વ્યક્તિ બહાર જાય છે, તે શક્ય હોય ત્યાં સુધી ટાળવું. અને SMSV નું પાલન કરવું. તદુપરાંત હુંફાળું ગરમ પાણી પીવડાવો, બેક્ટેરિયા નાશ થશે. ખોરાકમાં ફ્રુટ,કઠોળ વધારીએ. ઘરનું વાતાવરણ પોઝિટિવ રાખીએ. સમાચાર, આંકડા વિગેરેની ચર્ચા ઓછી કરીએ. આનંદમાં રહીને, તે વધું મદદરૂપ થશે. બાળકની રુટીન રસી જે ચાલુ છે હોય તેને આપવાનું ચાલું રાખીએ.

૧૮. બાળકોને અલગ રાખવા હિતાવહ છે?
-જેમને કોરોના થયેલ છે,તેમણે બાળકોને અલગ ન રાખવા સાથે જ રાખવા, કેમ કે જ્યારે કોરોના ડીટેક્ટ નહોતો થયો ત્યારે બાળક સાથે જ હતું તેથી તેને અલગ કરવું હિતાવહ નથી.

૧૯. સંગઠન સંસ્થા તરીકે આપણે શું કરવું જોઈએ?
યુવાનોને પ્રોત્સાહિત કરવા જોઈએ.
ડ્રાઇવ ચલાવવી જોઇએ.
મોટા પાયે પ્રચાર પ્રસાર કરવો જોઈએ.
રસી લીધા પછી તેનો પ્રચાર થવો જોઈએ.
તેની પોઝીટીવ અસર થતી હોય છે. સોશ્યલ મીડિયા માં મુકી શકાય.
રસીકરણ સ્થાન પર જઇને મોટિવેટ કરી શકાય.
આપણી ડાબે જમણી બાજુનાં પાંચ પાંચ ઘરની તપાસ કરી દે મોટીવેશન કરી શકાય.
ભ્રમ દુર કરવામા ઉપયોગી થઇ શકીએ.

આ માહિતીનાં આપણે એમ્બેસેડર બનીએ.

🙏🏽

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત
ગુજરાત પ્રાંત
abgpgujarat@gmail.com