રેમડેસિવીર ઈંજેક્શનની માગ વધતા નિકાસ પર રોક
કોરોના સંકટ રોકવા માટે લોકોને જેને જીવનરક્ષક માને છે, તેવા રેમડેસિવિર ઈંજેક્શનની નિકાસ પર કેન્દ્ર સરકારે તાત્કાલિક રોક લગાવી દીધી છે. ભારત સરકારે દેશમાં હાલત સુધરે નહીં ત્યાં સુધી તેના પર રોક લગાવાની જાહેરાત કરી છે.એક્સપોર્ટ પર રોકનો આ નિર્ણય ત્યાં સુધી લાગૂ રહેશે, જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ ઓછુ ન થઈ જાય. સરકારનું કહેવુ છે કે, કેટલીય કંપનીઓ આ ઈંજેક્શન ઉત્પાદનમાં જોડાયેલી છે. દરરોજ 38.80 યુનિટ્સનું ઉત્પાદન થઈ રહ્યુ છે. ઉત્પાદનના આંકડા અને કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ સરકારે તેની કાળાબજારી રોકવા માટે પણ જરૂરી પગલા લેવાની વાત કહી છે.
લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોગોને મંજૂરી
અરવિંદ કેજરીવાલ સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રતિબંધોની લાંબી સૂચિ જારી કરી છે, જે દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. દિલ્હીમાં અંતિમ સંસ્કારમાં ફક્ત 20 જ લોકો સામેલ થઈ શકશે જ્યારે ફક્ત 50 લોકોને જ લગ્ન સમારોહમાં હાજરી આપવાની પરવાનગી આપવામાં આવશે
એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ
ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા કેસનો વચ્ચે કોરોના ટેસ્ટમાં પણ મોટા કૌભાંડો સામે આવી રહ્યા છે. બરેલીમાંથી કોરોના ટેસ્ટના નામે જે મસમોટુ કૌભાંડ સામે આવ્યુ છે, તે જાણીને ચોંકી ઉઠશો. બરેલીમાં એક જ મોબાઈલ નંબર પર સાત હજારથી વધારે લોકોના કોરોના ટેસ્ટ થયા છે. આ મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઘટના બાદ વિભાગના અધિકારીએ જવાબ આપવામાં પાછીપાની કરી રહ્યા છે.
ડોક્ટર એક ઇન્જેક્શન 7500 રૂપિયામાં વેચતો
પીસીબી પોલીસે બાતમીને આધારે પોલીસે છટકુ ગોઠવીને રેમડિસીવર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઇસમોને પકડવાની તૈયારી કરી હતી. એ.એસ.આઇ. હરીભાઇ વિરમભાઇએ કોલ કરીને એક ઇસમને રેમડિસિવર ઇન્જેક્શન અંગે પૂછપરછ શરૂ કરી હતી અને કહ્યું હતું કે, અમારો સંબંધી સ્પંદન હોસ્પિટલમાં દાખલ છે અને તાત્કાલિક ઇન્જેકશનની જરૂરીયાત છે, તેવુ કહેતાં ઇસમે એક ઇન્જેક્શન 7,500 રૂપિયા મળશે તેમ જણાવ્યું હતું અને એ.એસ.આઇ. હરીભાઇને કાળાબજારી કરનારે 5:42 વાગ્યે ફોન કરીને પૂછ્યું હતું કે, તમે હાલ કયાં છો? જેથી એ.એસ.આઇ. હરીભાઇએ જણાવ્યું હતું કે, તેઓ સુરસાગર બંબાખાના પાસે છે, જેથી ઇસમે પોતે રાવપુરા ટાવર સામે ઉભો છું, તેમ જણાવ્યું હતું.ડોક્ટરને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો
નોટબંધી બાદ સુરત-અમદાવાદમા ફરી લોકો લાગ્યા લાઈનોમાં
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને સુરતની કિરણ હોસ્પિટલ ખાતે
લોકો મોટી સંખ્યામાં રેમડેસિવીર ઇન્જેક્શન લેવા પડાપડી કરી રહ્યા છે
અમદાવાદ વર્ષ 2016માં મોદી સરકારે નોટબંધી જાહેર કરી ત્યારે ગુજરાત સહીત દેશ આખો જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો મેળવવા માટે બેંકો બહાર લાઈનો લગાવીને ઉભો રહી ગયો હતો. દેશ અને રાજ્યના કરોડો લોકો બેંકો આગળ લાઈનો લગાવીને પોતાનો વારો આવે તેની રાહ જોતા ઉભા રહી ગયા હતા. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર આવી જ સ્થિતિ ગુજરાતમાં ઉભી થઇ છે.
ચુકાદો: આંખ મારવી અને ફ્લાઈંગ કિસ કરવી તે પણ યૌન શોષણ
મુંબઈમાં એક 20 વર્ષિય યુવકને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓફેંસેસ અંતર્ગત એક વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેને એક સગીર વયની યુવતીને આંખ મારવા અને ફ્લાઈંગ કિંસ કરવાના મામલે દોષિત ઠેરવવામાં આવ્યો છે.
પાટીલે રેમડેસિવિર આપવાનું શરૂ કરતા જ મુખ્યમંત્રીએ રેમડેસિવિર ફાળવી દીધા
રેમડેસિવિર દર્દીઓને નિ:શૂલ્ક આપ્યા છે: નિરંજન ઝાંઝમેરા શહેર ભાજપા પ્રમુખ
સુરત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પાંચ હજાર રેમડેસીવીર ઈન્જેકશન ફ્રીમાં આપવાની જાહેરાત પછી ઉધના ભાજપ કાર્યાલયે લોકોની લાંબી લાઈનો લાગી હતી પ્રથમ દિવસે 900 લોકોને ઇન્જેક્શન મફત આપવામાં આવ્યા હતા ઇન્જેક્શન વિતરણ શરૂ કર્યાના એક જ કલાકમાં મુખ્યમંત્રી રૂપાણીએ 10 હજાર ઇન્જેક્શન કિરણ હોસ્પિટલને ફાળવી દીધા હોવાની જાહેરાત કરી હતી
સ્વયંભૂ લૉકડાઉનનું સુરસુરિયુ
રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ રાજકોટ મોબાઈલ્સ ડિલર્સ એસોસિયેશન, રાજકોટ પાન ગલ્લા એસોસિયેશન શનિવાર અને રવિવારે પોતાના ધંધા રોજગાર બંધ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ એસોસિયેશનના આદેશને મોટા ભાગના વેપારીઓએ જાણે ફગાવી દીધો હતો રાજકોટમાં તમામ બજારો ખુલ્લી જોવા મળી, લોકોને એક દિવસ પણ પોતાના ધંધો બંધ કરવો પોસાય તેમ નથી.
મહારાષ્ટ્રમાં લૉકડાઉનની ઘરવાપસી
તાળાબંધીમાં કારણ વગર ઘરની બહાર નીકળવાની પરવાનગી નથી. આમ છતાં કોઈ નીકળશે તો તેણે પોલીસની કાર્યવાહીની સાથે એકથી બે હજાર સુધીનો દંડ ભરવા તૈયાર રહેવું પડશેમુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયાથી કોરોનાના રેકૉર્ડ કેસ નોંધાઈ રહ્યા હોવાથી ૪ એપ્રિલે મહારાષ્ટ્ર સરકારે કોરોનાની ચેઇન બ્રેક કરવા માટે તમામ લોકો ઘરમાં જ રહે એ માટે સંપૂર્ણ વીક-એન્ડ લૉકડાઉન જાહેર કર્યું હતું રાત્રે ૮ વાગ્યાથી એની શરૂઆત થઈ ચૂકી છે, જે સોમવારે સવારે ૭ વાગ્યા સુધી કાયમ રહેશે.
ગુજરાતમાં મંદિરોમાં સ્વૈચ્છિક લોકડાઉન
ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, મારે નથી જાવું તિરથધામ કોરોના વધતાં સોમનાથ મંદિર અનિશ્ચિત સમય માટે બંધ રહેશે વીરપુરમાં ૩૦ એપ્રિલ સુધી દર્શનાર્થીને પ્રવેશ નહીં કોરોનાના કેસમાં સતત થઇ રહેલા વધારાને પગલે અનેક યાત્રાધામોના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી રહ્યા છે અને જેમાં હવે જ્યોર્તિલિંગ સોમનાથ, તુલસીશ્યામ, વીરપુરમાં જલારામબાપાનું મંદિર, બીએપીએસ-અમદાવાદના તમામ હરિમંદિરોનો પણ સમાવેશ થઇ ગયો છે. આ પૈકી સોમનાથ મંદિર ૧૧ એપ્રિલથી અનિશ્ચિત સમય માટે દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશના અનેક શહેરોમા 10 દિવસનુ લોકડાઉન
મધ્યપ્રદેશમાં કોરોનાના વધતા જતા કેસને કારણે રાજ્ય સરકારે કેટલાક વધુ શહેરોમાં લોકડાઉનની જાહેરાત કરી છે અને કેટલાક શહેરોમાં તેનો સમય 19 વધાર્યો છે. ઇન્દોર, બડવાની, રાજગઢ, વિદિશા, રાઉ, મહુ અને શાઝાપુર અને ઉજ્જૈનમાં તા .19 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે,
આરોગ્યમંત્રી: ઇન્જેકશન અપાવો અથવા રાજીનામું આપો: આપ પાર્ટી
સુરત આખુ સુરત શહેર રેમડેસીવીર ઇન્જેકશ માટે રસ્તા પર દોડી રહ્યુ છે. ત્યારે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને 5000 ઇન્જેકશનનો જથ્થો ક્યાથી મળ્યો? કોણે પરમીશન આપી ? તેવા પ્રશ્નો સાથે આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ઘરનો આપ દ્વારા ઘેરાવ કરીને સૂત્રોચ્ચાર કરાયા હતા. ઇન્જેકશન આપો નહીં તો રાજીનામું આપો તેમ સૂત્રોચ્ચાર કરીને માંગ કરાઇ હતી.
સુરતમાં સોમવારે સબ રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રહેશે
સુરતમાં દિવસેને દિવસે કોરાના સંક્રમણના કેસોમાં આવેલા ઉછાળા તથા ચિંતાજનક સ્થિતિને લક્ષમાં લઈને સુરત જિલ્લા કલેકટરેટતંત્ર દ્વારા શનિ-રવિવારની રજા બાદ જનસેવા તથા ઈ-ધારા કેન્દ્રને સોમવારે પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પરંતુ સબ રજીસ્ટ્રાર સહિતની અન્ય કલેકટરેટ તંત્ર સાથે સંકળાયેલી કચેરીઓ ચાલુ રાખવામાં આવી છે.
સરકારની જાહેરાત બાદ પણ અમૂલ પાર્લરમાં નથી મળતા ટ્રિપલ લેયર માસ્ક
રાજ્ય સરકારની જાહેરાત કે પછી ધુપલ 1 રૂપિયામાં અમૂલ પાર્લર અને પર માસ્ક મળવાની જાહેરાત કરાઈ છતા નથી મળી રહ્યા માસ્ક.
રાજ્યમાં શાળાઓ અને કોલેજ 30 એપ્રિલ સુધી રહેશે બંધ, ફક્ત ઓનલાઈન ક્લાસિસને મંજૂરી
કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત સરકારે તમામ સરકારી અને ખાનગી સ્કૂલો અને કોલેજોના ક્લાસિસને 30 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન ઓનલાઈન ક્લાસિસ ચાલુ રહેશે. આ નિર્ણય ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને પણ લાગૂ પડશે.
રેમડેસિવીરની તંગી: 3 મહિનાનો કંપનીનો ડેટા ચેક કરી ઈન્જેક્શન બનાવવાની મંજૂરી આપો
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં રેમડેસિવીર ઇન્જેક્શનની ભારે અછત પ્રવર્તી રહી છે. ત્યારે ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને ડ્રગ્સ કંટ્રોલર જનરલ વી.જી. સોમાનીને પત્ર લખી ઇન્જેક્શનનું ઉત્પાદન કરવા માટે મંજૂરી આપવાની માંગ કરી છે.દેશમાં ફક્ત 6 કંપનીઓ જ રેમડેસિવીર ઇન્જેક્શન બનાવે છે.
પરંતુ હાલ મહામારીને કારણે ઇન્જેક્શનની અછત હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. આથી 3 મહિનાનો કંપનીનો ડેટા ચેક કરીને તેમને પણ ઇન્જેક્શનનું ઉત્પાદન કરવા માટે મંજૂરી આપવામાં આવે તેવી માંગણી ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને કરી છે.
સુરતના ઉમરા સ્મશાન ભુમીનો વિડીયો થયો વાયરલ, જમીન ખૂટી પડતા ખુલ્લા મેદાનમાં કરાઈ અંતિમ ક્રિયા
ગુજરાતમાં કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ બદથી બદતર થઇ રહી છે ત્યારે સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદ અને સુરતની છે. હાલમાં સુરતનો એક વિડીયો ખાસ્સો વાયરલ થઇ રહ્યો છે જેમાં સુરતમાં કોરોના વાયરસની સ્થિતિ કેટલી કફોડી થઇ ગઈ છે તેનો અંદાજ લગાવી શકાય છે.
રાંડ્યા પછી ડહાપણ બળાત્કારી કુલદીપ સેંગરની પત્નિની ટિકિટ રદ
યૂપીમાં પંચાયત ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. રાજકારણ વધુ તિવ્ર ત્યારે થયું, જ્યારે ભાજપે રેપ કેસમાં દોષી ઠરેલા ઉન્નાવના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પત્નીને જિલ્લા પંચાયત ચૂંટણીની ટિકિટ આપી. તેને લઇ વિપક્ષે ભાજપ પર પ્રહાર કર્યા. આ વચ્ચે ભાજપે કુલદીપ સેંગરની પત્નીની ટિકિટને રદ કરી હતી
સચિન વાજેની નજીકના સહયોગી રિયાઝ કાઝીની એનઆઈએ દ્વારા ધરપકડ
સચિન વાજેના સહયોગી સહાયક પોલીસ નિરીક્ષક રિયાઝુદ્દીન કાઝીની એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળીઆવેલ વિસ્ફોટકથી ભરેલી કાર અને કારના માલિક મનસુખ હિરેનની હત્યાના કેસમાં સચિન વાજે પછીની આ બીજી ધરપકડ છે. રિયાઝ કાઝીની એનઆઈએ દ્વારા અનેક વખત પૂછપરછ કરવામાં આવી છે. સચિન વાજેની ધરપકડ બાદ રિયાઝ કાઝી એનઆઈએના રડાર પર હતો.
72 કલાકમાં 12 આતંકીઓ ઠાર મરાયા
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓનો ખાતમો બોલાવવાનું અભિયાન સતત ચાલી રહ્યું છે. જે હેઠળ ગત 72 કલાકમાં સુરક્ષાદળોએ 12 જેટલા આતંકીઓને ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના 4 જુદા-જુદા સ્થળોએ ચાલેલા ઓપેરેશનમાં ઠાર મરાયા હતા.
PM મોદીએ ચાર દિવસીય ટીકા ઉત્સવ’ની કરી શરૂઆત
વડાપ્રધાન મોદીની સૂચના પર દેશભરમાં 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ‘ટીકા ઉત્સવ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનો હેતુ કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં વધુમાં વધુ યોગ્ય નાગરિકોને રસીકરણ કરવાનો છે.
નવા 20 આરોગ્ય રથ ઉમેરાતા રાજ્યમાં આરોગ્ય રથની સંખ્યા ૫૪
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આરોગ્ય રથના લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદથી 20 નવા ધન્વંતરી આરોગ્ય રથના લોકાર્પણ વેળાએ જણાવ્યું છે કે, રાજ્યમાં ધનવંતરી આરોગ્ય રથ થકી કોરોના દર્દીઓનું અર્લી ડિટેકશન કરી તેઓને સમયસર યોગ્ય સારવાર આપી રાજ્યમાં મૃત્યુ દર ઘટાડવાનો સરકારનો હેતુ છે. કોરોનાના દર્દીઓને સંક્રમણની થતા જ સારવાર શરૂ કરી શકાય તે માટે રાજ્ય સરકારે લીધેલા પગલાઓ પૈકી પ્રસ્થાન કરાયેલા ધન્વંતરી આરોગ્ય રથ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરીને દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં ઉમેરો કરશે
ગુજરાતમાં ખાનગી ટ્રાવેલ્સ ઉદ્યોગને મૃતઃ પ્રાય પરિસ્થિતિમાં
કોરોનાની મહામારીને કારણે છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી ખાનગી ટ્રાવેલ્સ ઉદ્યોગ મૃતઃ પ્રાય પરિસ્થિતિમાં ધકેલાઈ ગયો છે. જેના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મુસીબતમાં મુકાયા છે તો ઘણાની રોજી પણ છિનવાઈ છે. ત્યારે સરકાર દ્વારા પ્રવાસી વાહન વ્યવસાયને મુશ્કેલીમાંથી ઉગારવા પગલા ભરવામાં આવે તેવી માગણી કરાઈ છે
ભારતીબાપુ બ્રહ્મલીન થયા જુનાગઢના ભારતી આશ્રમમાં સમાધિ અપાશે
અમદાવાદ જુનાગઢ સવારે 8:30થી 9:30 સુધી ભક્તોને સરખેજના ભારતી આશ્રમમાં અંતિમ દર્શનનો લાભ મળશે ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ મધ્યરાતે 2:30 કલાકે નાદુરસ્ત તબિયત હોવાને કારણે બ્રહ્મલીન થયા છે. સવારે 8:30થી 9:30 એટલે કે એક કલાક સુધી ભક્તોને સરખેજના ભારતી આશ્રમમાં તેમના અંતિમ દર્શનનો લાભ મળશે.
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ
આવતીકાલથી ૧૩ એપ્રિલને મંગળવારે મેષ સંક્રાતિ સાથે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થશે. ઘોડા પર માનુ આગમન થશે અને હાથી પર વિદાય. નવરાત્રિ દરમિયાન સૂર્ય,મંગળ અને બુધનું રાશિ પરિવર્તન થશે. ઘોડાનું વાહન સરહદ પર તણાવ વધે,રાજકીય ઉથલપાથલ,સત્તા પરિવર્તન,કોરોના, યુધ્ધના ભય વચ્ચે સારા ચોમાસાનો સંકેત આપે છે. આ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ શુભ અને પુણ્યશાળી અશ્વિની શુભ નક્ષત્રમાં થશે અને પુષ્ય નક્ષત્રમાં સમાપન થશે. વિશ્વના અન્ય ધર્મો કરતા હિન્દુ ધર્મમાં સર્વાધિક નારી પુજા થાય છે.
😷thaend😷