નવાગામ તથા બામણગામ પ્રાથમિક શાળાની અને ઘર ફોડ ચોરી ઝડપાઇ.

નવાગામ તથા બામણગામ પ્રાથમિક શાળાની અને ઘર ફોડ ચોરી ઝડપાઇ.
આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસ.
રાજપીપલા, તા.11
નર્મદા જિલ્લાના નવાગામ તથા બામણગામ પ્રાથમિક શાળાની અને ઘરફોડ ચોરી એલ.સી.બી નર્મદા પોલીસે ઝડપી પાડી છે.નર્મદા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના
સુચના પગલે એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર,
એલ.સી.બી તથા એલ.સી.બી. સ્ટાફના
માણસોને બાતમીદારો રોકી ગુના ડીટેક્ટ કરવા જણાવેલ.જે અનુસંધાને સાગબારા વિસ્તારમાં તા.૨૨/૦૨/૨૦૧૧ના રોજ નવાગામ પ્રાથમિક શાળા ખાતે ઇલેક્ટ્રોનીક્સ સાધનોની અનડીટેક્ટ ઘરફોડ ચોરી થઈ હતી.જેની તપાસ પોલીસ કરી રહી હતી.
આ અનડીટેક્ટ ઘરફોડ ગુનાની તપાસ દરમ્યાન ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી ડાબકા ગામ ખાતે રહેતા શંકરભાઇ ભીમસીંગભાઇ નાયક (મુળ રહે. બામણગામ તા.અક્કલકુવા જી.નંદુરબાર)નો હોવાનું માલુમ પડતા આરોપીને તેના રહેણાંક મકાનમાંથી એશન કંપનીનું પ્રિન્ટર-૧ તથા ટેબલેટ નં-૨ તથા એલ.ઇ.ડી. ટીવી નં-૧ તથા સી.પી.યુ. નં-૧ તથા એલ.ઇ.ડી. મોનીટર નં-૧ તથા પરચુરણ ઇલેક્ટ્રીક સાધનો મળી આવેલ.નવાગામ પ્રાથમિક શાળા તથા બામણગામ પ્રાથમિક શાળામાં ચોરાયેલ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આરોપીએ પ્રાથમિક શાળા તથા રાણીપરા પ્રાથમિક શાળા ખાતે પણ ચોરી કરેલ હોવાનું કબુલાત કરેલ હોઈ આ ગુનાના કામે આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીને સાગબારા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપળા