નવસારી ખાતે પોલીસ અધિકારીઓ સહિત કર્મીઓને આપવામાં આવી કોરોનાની વેકસીન..
નવસારી: આજે કોવિડ-૧૯ વેકિસનેશન અંતર્ગત શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, પોલીસ અધિક્ષકશ્રી, નવસારી, શ્રી બી.એસ.મોરી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક, નવસારી, શ્રી વી.એસ.પલાસ, પોલીસ ઇન્સ્પેકટર , એલ.સી.બી. નવસારી, શ્રી એમ.પી.પટેલ , પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. નવસારીનાઓએ ફ્રન્ટલાઇન વર્કર તરીકે વેકિસન લઇ શરુઆત કરી, નવસારી જિલ્લાના પોલીસ જવાનો અને જી.આર.ડી/ ટી.આર.બી. કુલે- ૧૦૫૨ ને જિલ્લાની અલગ-અલગ CHC/સિવીલ પોસ્પીટલો તથા ખાનગી હોસ્પિટલોમાં વેકિસન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જ્યાં કર્મીઓએ કોરોનાની રસી લીધી હતી.