આજના મુખ્ય સમાચારો*
*😷dete😷*
0️⃣9️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*મહાનગરપાલિકાનો વિચિત્ર નિર્ણય પરત*
*સુરત પાલિકાએ મડદા ગણવાનો કરેલો પરિપત્ર પરત લીધો*
સુરત કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી હતી. કોરોનાકાળમાં શિક્ષકોને અનેક જવાબદારીઓ સોંપાયા બાદ નવી જવાબદારી સ્મશાનમાં ફરજ બજાવવાની સોંપાઈ હતી. જો કે વિરોધ થતા તે જવાબદારી પરત ખેંચવામાં આવી હતી. અહેવાલના પગલે ગણતરીના કલાકોમાં જ 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે શિક્ષકોએ પણ ફરજ બજાવવાની કામગીરી પરત ખેંચવામાં આવી છે. જેથી હવે શિક્ષકોની જગ્યાએ વર્ગ-3ના ક્લાર્કને જવાબદારી સોંપવામાં આવી છે.
*********
*મુખ્યપ્રધાને ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને લખ્યો પત્ર*
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18 એપ્રિલે મતદાન થવાનું છે જો કે હાલમાં તમામ રાજકીય પક્ષ ચૂંટણી પ્રચાર કરતા ચૂંટણી મોકૂફ થાય એ માટે કવાયત કરી રહ્યા છે. 18 એપ્રિલે મતદાન થવાનું છે જો કે હાલમાં તમામ રાજકીય પક્ષ ચૂંટણી પ્રચાર કરતા ચૂંટણી મોકૂફ થાય એ માટે કવાયત કરી રહ્યા છે.
********
*મુખ્યપ્રધાને રાજકોટવાસીઓને તમામ મદદ પુરી પાડવા આપી ખાતરી*
રાજકોટ શહેર અને જિલ્લામાં જોવા મળી છે. જેથી રાજકોટમાં CM વિજય રૂપાણી કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. સીએમએ કલેકટર કચેરીએ કોરોના અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
********
*છબરડો: અસ્તિત્વ વગરની હોસ્પિટલને જાહેર કરી કોવિડ હોસ્પિટલ*
ગુજરાતમાં કોરોના વાયરસ સતત હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ત્યારે કોરોનાના વધતા કેસને લીધે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એટલી હદે સંક્રમિત દર્દીઓ આવી રહ્યા છે કે બેડ ખૂટી રહ્યા છે. ત્યારે, એએમસી દ્વારા કોવિદ હોસ્પિટલોની જાહેરાત કરવામાં આવી છે, જોકે આ જાહેરાતમાં મોટો છબરડો સામે આવ્યો છે.અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે 18 જેટલી ખાનગી હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તો જાહેર કરી નાખી. પરંતુ આ હોસ્પિટલ અસ્તિત્વમાં છે કે નહીં તે જોવાની દરકાર ન લીધી.
**********
*ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર બંધ રહેશે*
આગામી 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરુ થવા જઈ રહી છે ત્યારે નવરાત્રી પર્વમાં શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે, નવરાત્રી સિવાય પણ દરરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ઘસારો પાવાગઢ ખાતે રહેતો હોય છે, ત્યારે હાલ ચાલી રહેલ કોરોના વાયરસના સેકન્ડ વેવને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડી તમામ જાહેર સ્થળો અને યાત્રાધામોને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે,જેની મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેસ બ્રીફ કરી જાહેરાત કરવામાં આવી છે.
********
*શિક્ષણ પ્રધાને ‘સાર્થક’ યોજના શરૂ કરી*
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સરળતાથી લાગુ કરવા માટે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે ‘સાર્થક’ યોજના શરૂ કરી છે.
******
*ગાંધીનગરમાં 900 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને વેક્સિન અપાતા વિવાદ*
આઈઆઈટી ગાંધીનગરમાં વિદ્યાર્થી, ફેકલ્ટી સભ્યો અને અન્ય સ્ટાફને કોરોના વેક્સિન અપાતા વિવાદ સર્જાયો છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી છે.
*********
*લાગશે લોકડાઉન, ગૃહ વિભાગનો પરિપત્ર થયો વાયરલ સરકારે કરવી પડી સ્પષ્ટતા*
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈને જ્યાં એક તરફ તંત્ર ચિંતામાં છે તો બીજી તરફ જનતામાં પણ ફફડાટ છે ત્યારે આ બધા વચ્ચે એક પરિપત્ર વાયરલ થઇ રહ્યો છે. ગૃહ વિભાગના નામે વાયરલ થઇ રહેલા પરિપત્રમાં કહેવાયું છે કે ગુજરાતના 5 શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે. જોકે, આ પરિપત્ર વાયરલ થતા સરકારે સ્પષ્ટતા કરી છે કે સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો અને પરિપત્ર ખોટો છે.
*********
*નકલી પત્રકારોની ગેંગ પકડાય*
વલસાડ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે નરોલી ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ચેકપોસ્ટ પરથી પસાર થતી એક શંકાસ્પદ ઝાયલો કારને રોકી હતી. કારમાં શંકાસ્પદ 5 લોકો બેઠેલા જણાતા પોલીસે તમામની પૂછપરછ કરી હતી. પોતે પત્રકારો હોવાનું જણાવી પોલીસ સામે શરૂઆતમાં રોફ જમાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એસઓજી ટીમ તમામને પોલીસ સ્ટેશન લાવી હતી. ત્યારબાદ પીઆઈ બારડે પૂછપરછ કરતા નકલી પત્રકારોએ તેમના કારનામાં કબુલ્યા હતા
*******
*ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ: સરકાર છુપાવી રહી છે મોતના આંકડા*
કોરોનાને કારણે અનેક દર્દીઓના મોત નિપજતા સ્થિતિ વિકટ બની છે. તેમ છતાં તંત્ર મોતના આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગાંધીનગરમાં 24 કલાકમાં સરકારી ચોપડે એક પણ કોરોના દર્દીનું મોત દર્શાવવામાં નથી આવ્યું. પરંતુ ગાંધીનગરના સેક્ટર 30 અને સરગાસણના સ્મશાનમાં 24 કલાકમાં 25 મૃતદેહોની અંતિમવિધી કોવિડ પ્રોટોકોલ મુજબ કરવામાં આવી. અગાઉ પણ ગાંધીનગર મનપા અને વહીવટી તંત્ર દ્વારા મોતના સાચા આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે તંત્ર દ્વારા જાહેર થતાં આંકડાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. તો સાંજે 4 વાગ્યા સુધી કોરોનાના 20 દર્દીના મોત થયા છે. સેક્ટર-30ના સ્મશાન ગૃહમાં 11 મૃતદેહની અંતિમ વિધી કરવામાં આવી. તો સરગાસણમાં આવેલા રૂદ્રભૂમિ સ્મશાનગૃહમાં 9 મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી
********
*હું કોઇ વીડિયો વિષે જવાબ નહીં આપું: નીતિન પટેલ*
હું કોઇ વીડિયો વિષે જવાબ નહીં આપું. આવો ઉડાઉ જવાબ આપ્યો છે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે. આ વાત છે ભાવનગરની સરટી હોસ્પિટલના એક વાયરલ વીડિયોની જે વીડિયોએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે. આ વીડિયોમાં ભાવનગરમાં કોરોનાના કારણે સર્જાયેલી ભયંકર સ્થિતીનો તાગ મેળવી શકાય છે.
***********
*સી.આર. પાટીલે હૈયા ધરપત આપી*
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને દર્દીના સંબંધીઓએ પોતાની દયનીય સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતાં. પોતાના દર્દીને અંદર એક વાર દાખલ થયા પછી સારવાર અંગેની કોઈ સચોટ માહિતી બહાર આવતી નથી. દર્દીના મહદંશે ઓક્સિજન લેવલ કેટલું છે. તે સહિતની બાબતો જણાવાતી નથી. જેના કારણે સંબંધીઓના જીવ તાળવે ચોંટેલા હોય છે. તમામ પ્રશ્નોને સાંભળીને સી.આર. પાટીલે હૈયા ધરપત આપી કે, સિવિલમાં તમામ દર્દીઓને યોગ્ય સેવા મળે એ માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જીવન રક્ષક રેમડેસીવીર 5000 ઇન્જેક્શન સુરત માટે લાવવામાં આવશે વધુ બેડ તૈયાર કરવામાં આવશે.
********
*આરોગ્ય પ્રધાન કાનાણીને લોકોએ ઘેરી લીધા*
રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીનો લોકોએ ઉઘાડો લેતા કહ્યું કે, પોતાના જ શહેરમાં જે નેતા વ્યવસ્થા ના કરી શકે તે સમગ્ર રાજ્યમાં આરોગ્યલક્ષી સુવિધા કેવી રીતે પહોંચાડી શકશે. પહેલા તબક્કામાં પણ જીવન રક્ષક ઇન્જેક્શનો માટે લોકો વલખાં મારતા રહ્યા અને બીજા તબક્કામાં પણ એ જ શરમજનક સ્થિતિ છે. કરોડો રૂપિયા ખર્ચો કરીને સુવિધા ઉભી કરવાની વાતો કરનાર સરકારના મંત્રી પોતાના શહેરમાં વિકટ સ્થિતિમાં પણ જીવન રક્ષક ઇન્જેક્શનો પૂરતો જથ્થો પૂરો પાડી ન શકતા સદંતર નિષ્ફળ થયા છે.લોકોનો ભારે રોષ કુમાર કાનાણી સમક્ષ દેખાયો હતો.
********
*ધન્વંતરી રથના ડોક્ટર-કર્મી વચ્ચે શાબ્દિક ટપાપટી*
સુરત કોર્પોરેશનના ડોક્ટર અને સફાઈ કર્મચારી વચ્ચે થયેલી શાબ્દિક ટપાટપીનો વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. જેમાં કોર્પોરેશનના ડોક્ટરે સફાઈ કામદાર અંગે ટિપ્પણી કરતા સફાઈ કામદારોમાં ડોક્ટરના અશોભનીય વર્તનથી રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કામદારને “તારી હેસિયત નથી મારી સાથે વાત કરવાની “એવું કહેનાર ડોક્ટર નિલેશ પંજી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.મહત્વપૂર્ણ છે કે, ધન્વંતરી રથ આઈસોલેટ થયેલા પરિવારને ત્યાં પહોંચ્યો ત્યારે સ્ટીકર ચોંટાડવા મુદ્દે રકઝક થયા બાદ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો.
*********
*મદનિયાને બચાવી ખભા પર ઊંચકીને માં સાથે કરાવ્યું મિલન*
૪ એપ્રિલે શૅર કરવામાં આવેલા એ વિડિયોના ૮૦૦૦ વ્યુઝ નોંધાયા છે
ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસના અમલદાર સુશાંત નંદાએ સોશ્યલ મીડિયા પર વર્ષ ૨૦૧૭ના ડિસેમ્બર મહિનાની ઘટનાનો વિડિયો શૅર કર્યો છે. ૪ એપ્રિલે શૅર કરવામાં આવેલા એ વિડિયોના ૮૦૦૦ વ્યુઝ નોંધાયા છે. તામિલનાડુના મેટ્ટુપુલમ જંગલની એક નહેરમાં કાદવમાં ફસાઈ ગયેલા મદનિયાનો કિસ્સો ઘણો લોકપ્રિય થયો છે. ફૉરેસ્ટ ગાર્ડ પલનીસામી સરથકુમાર આ મદનિયાને બચાવીને એની મા પાસે લઈ ગયા હતા મદનિયાને બચાવવાની તસવીર ટ્વિટર પર નીતા બાજપાઈએ શૅર કરી છે.
*********
*ત્રણ આંખ ધરાવતા ઉંદર જેવા એક વિચિત્ર પ્રાણીનો વિડિયો વાઇરલ*
નવી દિલ્હી: વિચિત્ર પ્રાણીએ નેટિઝન્સમાં ભયની લાગણી જન્માવી છે
સોશ્યલ મીડિયા પર ત્રણ આંખ ધરાવતા ઉંદર જેવા એક વિચિત્ર પ્રાણીનો વિડિયો વાઇરલ થયો છે, જેણે નેટિઝન્સમાં ભયની લાગણી જન્માવી છે.વિડિયો ક્યાંનો છે એ જાણી શકાયું નથી. વિડિયોમાં દેખાતા પ્રાણીની પૂંછડી પરથી ખાસ્સા એવા વાળ ગાયબ છે. થોડી વાર આમતેમ દોડાદોડી કર્યા બાદ જ્યારે આ અવનવું પ્રાણી કૅમેરા સામે ઊભું રહે છે ત્યારે એની બે આખ સાથે, બન્ને આંખની વચ્ચે થોડી ઉપર લગભગ કપાળ પર ત્રીજી આંખ દેખાય છે
*******
*ગુજરાતમાં ઉનાળુ તલનું વાવેતર ૬૭ ટકા વધ્યું*
અમદાવાદ ગુજરાતમાં ઉનાળુ વાવેતર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે દેશમાં એકમાત્ર ગુજરાતમાં ઉનાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. સમગ્ર દેશમાં ઉનાળુ તલ અને મગફળીનું સૌથી વધુ વાવેતર ગુજરાતમાં થાય છે, આથી આ બન્નેની માર્કેટ ગુજરાતના ઉત્પાદન પરથી નક્કી થાય છે.ગુજરાતમાં ઉનાળુ વાવેતર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે
*********
*નાઇટ કરફ્યુથી કઠોળની માંગમાં ઘટાડો થવાનો ડર*
અમદાવાદ ગુજરાત-મહારાષ્ટ્ર, દિલ્હી-પંજાબ સહિત હાલમાં વિવિધ કઠોળની દાળના ભાવ ક્વિન્ટલના ૭૨૦૦થી ૧૦,૦૦૦ રૂપિયાની વચ્ચે ચાલી રહ્યા છેકોરોનાના સંક્રમણને રોકવા દેશમાં ગુજરાત-મહારાષ્ટ્ર, દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં નાઇટ કરફ્યુ લાદી દેવામાં આવ્યો હોવાથી કઠોળની માગમાં મોટો ઘટાડો થાય તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે
*********
*લૉકડાઉનના ડરથી ખાદ્ય ચીજોની ડિમાન્ડમાં એકાએક ઉછાળો*
મુંબઈ માં ફૂડ પ્રોસેસિંગ સેક્ટર-ઍગ્રો એક્સપોર્ટને અસર થવાનો ડર આંશિક કે પૂર્ણ લૉકડાઉન થશે તો ખાદ્ય ચીજોની મોંઘવારીમાં ફરી ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા મુંબઇમાં કોરોના વાઇરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આમ પ્રજાને ગયા વર્ષની હાડમારી અને ભાવવધારાનો ડર ફરી વખત સતાવી રહ્યો છે. લૉકડાઉન થવાના ડરથી છેલ્લા ચાર-પાંચ દિવસથી ખાદ્ય ચીજોની ડિમાન્ડમાં એકાએક ઉછાળો આવ્યો છે.
**********
*સુરત જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ટેબલેટ પેકેટોનું વિતરણ*
સુરત જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કોવિદ-૧૯ કફારી ૪૦૦ ટેબલેટના પેકેટો વૈદ્ય સંદીપ પટેલ દ્વારા સુરત ન્યાયધીશો અને કર્મચારી માટે વિતરણ કરવામાં આવેલ હતું જેમમાં રજીસ્ટાર નાઝર એડવોકેટ બીનાબેન ભગત એડવોકેટ ચેતનભાઈ પરમાર ઉપસ્થિત હતા
********
*લોકોને માસ્ક સરળતાથી મળી રહે તે માટે માસ્ક વેન્ડિંગ મશીનની વ્યવસ્થા*
*સુરતના પૂર્વ કોર્પોરેટર રૂપલબેન શાહે તેમના મિત્ર ઋષભ સાથે મળીને વેન્ડિંગ મશીન બનાવ્યું જેમાં 5 હજાર માસ્ક મૂકી શકાય છે*
સુરતમાં એક રૂપિયાનો સિક્કો મશીનમાં નાંખીએ તો એક માસ્ક બહાર આવશે. સુરતના સામાજિક કાર્યકર્તા અને પૂર્વ કોર્પોરેટર રૂપલબેન શાહે તેમના મિત્ર ઋષભ સાથે મળીને વેન્ડિંગ મશીન બનાવ્યું કોરોનાને લઈને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે
*********
*રોજના ૫૦ લાખ લોકોને રસી આપવાની બીજેપીની યોજના*
પાંચ રાજ્યોમાંની વિધાનસભાની ચૂંટણી માટેના વર્તમાન પ્રચારકાર્ય પૂરા થશે એટલે વ્યાપક રસીકરણની આ યોજના લૉન્ચ કરવામાં આવશે.દેશમાં કોરોનાની નવી લહેરના પ્રસાર વચ્ચે રસીકરણની પ્રક્રિયા વેગ પકડી રહી છે ત્યારે ગઈ કાલે જાહેરાત કરાઈ હતી કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ વ્યાપક યોજના બનાવી છે જે અંતર્ગત દેશમાં રોજના ૫૦ લાખ લોકોને કોરોના વિરોધી રસી મૂકવામાં આવશે
*********
*સુરતમાં સિવિલ હોસ્પિટલની તમામ ઓપીડી બંધ કરવાનો નિર્ણય*
સુરત દક્ષિણ ગુજરાત સાથે સંકળાયેલું મહત્વનું શહેર છે. સોનગઢ, વ્યારા, વાલોડ, માંડવી, બારડોલી, નવસારી, ગણદેવી, બીલીમોરા, અમલસાડ, વાંસદા અને ચીખલીના લોકો નોકરી, ખરીદી કે ધંધા માટે સુરત અવરજવર કરતાં હોય છે. તેમને અપીલ કરવામાં આવે છે કે, હાલમાં અગત્યના કામ સિવાય સુરત આવવું હિતાવહ નથી. અગત્યનું કામ પણ ઇમરજન્સી એટલે કે સારવારનું જ હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોવિડ19 સિવાયની તમામ ઓપીડી બંધ કરી દેવામાં આવી છે. ફક્ત ઇમરજન્સી હોય તેવા દર્દીઓની જ તબીબી તપાસ કરવામાં આવી રહી છે.
*********
*વેક્સિન સેન્ટર ઉપર મજૂર વર્ગની રોજ લાગી લાંબી લાઈનો*
સુરત, પ્રશાસન તરફથી જ્યારથી કાપડ બજાર વિસ્તારમાં કોરોના રિપોર્ટ બાબતેની ઝુંબેશ વધુ આક્રમક બનાવી છે, ત્યારથી આરટી-પીસીઆર અને વેક્સિન લેવા મેળવવા માટે સેન્ટર ઉપર રોજ લાંબી લાઈનો કારીગર અને મજૂરોની લાગી રહી છે. આજે સુરત ટેક્સટાઇલ માર્કેટ બહાર ચેકિંગ શરૂ કરાયું હતું.રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ નીચે આરટી-પીસીઆર અને વેક્સીન સેન્ટર છેલ્લા આઠ દિવસથી ચાલી રહ્યું છે
*********
*કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે રાજકીય કાવાદાવા શરૃ*
ગાંધીનગર વોર્ડ નં.૩ના કોંગ્રેસના પ્રમુખને બ્રહ્મ સમાજની મીટીંગના નામે બોલાવીને ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે. વોર્ડ પ્રમુખ આ મામલે કહયું હતું કે તેઓ હજુ કોંગ્રેસમાં જ છે અને સમાજના નામે બોલાવીને બળજબરીથી ખેસ પહેરાવવામાં આવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી જીવતા માટે હવે વિવિધ સમાજો સાથે રાજકીય પક્ષો દ્વારા બેઠક કરવામાં આવી રહી છે
*********
*CBSE ધોરણ 10 અને 12ની 4થી મેથી શરૂ થશે પરીક્ષાઓ*
બોર્ડની પરીક્ષાઓ તેના નક્કી કરેલા શેડ્યૂલ મુજબ જ લેવાશે. તેમાં કોઈ ફેરફાર નથી કરાયો. બોર્ડની પરીક્ષાઓ રદ નહીં થાય. 4થી મેથી શરૂ થશે પરીક્ષા બોર્ડ પહેલા જ 10 અને 12માની પરીક્ષાની ડેટશીટ પહેલા જ જાહેર કરી છે 10મા બોર્ડની પરીક્ષાઓ 4 મે 2021થી 7 જૂન સુધી ચાલશે 12મા બોર્ડની પરીક્ષાઓ પણ 4 મેથી શરૂ થશે અને 11 જૂન સુધી ચાલશે બોર્ડની પરીક્ષા બે શિફ્ટમાં થશે પ્રથમ શિફ્ટ 10.30થી 1.30 કલાક સુધી જ્યારે બીજી શિફ્ટ 2.30થી 5.30 કલાક સુધી થશે 15 જૂલાઈ સુધી પરીક્ષાનું પરિણામ જાહેર થશે ટ્વિટર પર ઝુંબેશ કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે 4 મેથી શરૂ થતી બોર્ડ પરીક્ષાઓને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી ટ્વિટર પર બોર્ડ પરીક્ષાઓને લઇ હેશટેગ અધિકારીએ શું કહ્યું? એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં બોર્ડના અધિકારી ડો. સંયમ ભારદ્વાજે જણાવ્યું કે સીબીએસઈ બોર્ડની 10મા અને 12માની પરીક્ષાઓ નક્કી કરેલા સમયમાં જ થશે
*********
*ગેંગસ્ટર નિખિલ દોંગા કેસમાં જેતપુર ભાજપ નેતાની પૂછપરછ*
રાજકોટ: ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાંથી ધૂળેટીની વહેલી સવારે પોલીસ જાપ્તો હોવા છતાં ફરાર થઈ ગયેલા ગોંડલના ગેંગસ્ટર નિખીલ દોંગાના કેસમાં તપાસ કરતી ભુજ પોલીસે જેતપુર શહેર ભાજપ મહામંત્રી વિપુલ સંચાણિયાની પૂછપરછ કરતા ચર્ચા જાગી છે. કોલ ડિટેઈલમાં નંબર આવ્યાના આધારે પૂછપરછ કરાઈ રહ્યાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. સ્થાનિક પોલીસની મદદથી ભુજ પોલીસ વિપુલ સંચાણિયાને જેતપુરથી ઉઠાવી જતા જ તેની ધરપકડ, અટકાયતના અહેવાલો વહેતા થયા હતા.
**********
*ચૂંટણી પ્રચારમાં માસ્ક ફરજિયાત કેમ નહીં? હાઈકોર્ટ*
દિલ્હી હાઈકોર્ટે આ કેસની વધુ સનાવણી ૩૦મી એપ્રિલ પર મુલતવી રાખી છે
હાઈકોર્ટે કાર ચલાવતી વખતે પણ માસ્ક પહેરવો ફરજિયાત હોવાનો આદેશ આપ્યા પછી હવે પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક વગર દેખાતા લોકો અંગે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચનો જવાબ માગ્યો છે. હાઈકોર્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ફરજિયાત માસ્ક પહેરવા અંગે સવાલ ઉઠાવ્યો છે અને પૂછ્યું છે કે ચૂંટણી રેલીઓમાં લોકો માસ્ક વગર શા માટે દેખાય છે?
*👏thaend