અમદાવાદ ખાતે પ્રિન્સ નરુલા દ્વારા રોડીઝ એન્થમ લોન્ચ કરવામાં આવ્યું

અમદાવાદ: બિગ બોસ – 9 અને રોડીઝ 12 ના વિજેતા રહી ચૂકેલા પ્રિન્સ નરુલા એ અમદાવાદ ની મુલાકાત લીધી હતી અને રોડીઝ એન્થમ લોન્ચ કર્યું હતું. અગાઉ આ એન્થમ યુટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું હતું જેને લોકો દ્વારા ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રિન્સ નરુલાએ પોતે ગાયેલા આ ગીતમાં તેમની પત્ની યુવિકા ચૌધરી, નેહા ધૂપિયા, રફ્તાર, રણવિજય સિંઘા, નિખિલ ચિનાપા છે. રોડીઝ એંથમની હૂક લાઇન ‘ હા મેં રોડી હું’ છે અને તેમાં રોડીઝ બનવા વિષે આવતી મુશ્કેલીઓ વિશે વિગતવાર વાત કરવામાં આવી છે.

વિડિઓ પ્રિન્સ નરુલા સાથે રોડીઝ ના વર્ણન સાથે શરૂ થાય છે જે એવી વ્યક્તિ છે કે જે સહેલાઇથી સખત કાર્યો કરે છે અને સાથે જ ક્યારેય મહેનત કરવાનું બંધ કરતું નથી અને તે સખત મહેનત અને હિંમતનું એક સંપૂર્ણ સંયોજન છે. ગૌરવ કે મેહરા દ્વારા દિગ્દર્શિત આ વીડિયોમાં પ્રિન્સમાં બેકગ્રાઉન્ડ ડાન્સર્સ અને શોના સ્પર્ધકો સાથે ગીત પર નૃત્ય કરતો પણ જોવા મળ્યો છે.

જ્યારે આપણે જ્યારે શોના અન્ય ગેંગ લીડર, રણવિજય સિંઘા, નિખિલ ચિનાપા અને રફ્તારને પ્રવેશતા જોતા હોઈએ ત્યારે એલઓસી સ્ટારબોય દ્વારા ગીત રેપ સેગમેન્ટની પણ ગૌરવ વધારે છે. વિડિઓ જેમ જેમ આગળ વધે છે, પ્રિન્સ ઓડિશન રાઉન્ડથી લઈને ફાઇનલ સુધીની રોડીની મુસાફરી કેટલું મુશ્કેલ છે તે વિશે ગાયું છે, અને એક દ્રડ મનોબળ વળી વ્યક્તિ જ આ સિદ્ધિ મેળવી શકે છે તે દર્શાવવામાં આવ્યું છે. ગીતના અંત સુધીમાં, દરેક ગેંગ લીડર સમાન ભાવનાના પડઘા ઉભો કરે છે અને વિડિઓમાં દરેક ટિમ લીડર હૂક લાઇન, ‘હાં મેઈન રોડી હુ’ ગાતા બતાવે બતાવવામાં આવ્યું છે.