*દાંતા તાલુકામાં કોરોના વોરિયર્સના પરિવાર સાથે ભારોભાર અન્યાય. મૃતક વ્યક્તિના પરિવારને હજી સુધી નથી મળ્યો ન્યાય.*
* અંબાજી (રાકેશ શર્મા) દાંતા તાલુકામાં કોરોના વોરિયર્સના પરિવાર સાથે ભારોભાર અન્યાય
આજથી છ મહિના અગાઉ કોરોના વોરિયર્સ નું મૃત્યુ થયું હતું. દાંતા તાલુકાના ગોઠડા ગામના મૃતક વ્યક્તિના પરિવારને હજી સુધી ન્યાય મળ્યો નથી
કોરોનાના સમયમાં આ મૃતક વ્યક્તિ અંબાજી પાસેના કુંભારીયા માં ફરજ બજાવતા હતા. કુંભારીયા ફરજ દરમિયાન સવારે બેભાન હાલતમાં મળી આવતા તેને અંબાજી અને ત્યારબાદ પાલનપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો
પાલનપુર સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ ગંભીર ઘટનાને પગલે દાતા તાલુકાના તમામ પંચાયતના ઓપરેટરો હડતાલ પર ઉતરી ગયા હતા
હડતાલને પગલે સરકારે ઉતાવળે પેકેજ આપવાની જાહેરાત કરી હતી. છ મહિના વિત્યા બાદ પણ હજુ સુધી મૃતકના પરિવારને કોઈ સહાય મળી નથી
મૃતકના પરિવારને અલ્ટીમેટમ આપ્યું છે કે જો ગરીબને ન્યાય નહિ મળે તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરી શું અને આત્મવિલોપન કરતા પણ ખચકાશુ નહીં
વધુમાં દસ દિવસની અંદર ન્યાય નહીં મળે તો લોકો દ્વારા રોડ પણ બંધ કરવામાં આવશે. ગરીબ પરિવારના ઘરે ખૂબ દયનીય હાલત.
સરપંચ સહિતના આગેવાનો મૃતક પરિવારને સાંત્વના આપવા દોડી આવ્યા