આજના મુખ્ય સમાચારો*
*dete*
0️⃣8️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*મુખ્યપ્રધાને ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે*
હાલમાં સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રના લગ્ન મે મહિનામાં હોવાની વાતો વહેતી થઇ છે. ત્યારે આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકતા મુખ્યપ્રધાને ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાત પાયા વિહોણી છે. ગુજરાતમાં હાલમાં કોરોના પિક પર છે. રોજના 3000ની આસપાસ કેસ આવી રહ્યાં છે. સરકાર લોકડાઉન મામલે આનાકાની કરી રહી હોવાથી સોશિયલ મીડિયામાં રૂપાણીના દીકરા ઋષભના લગ્ન નહીં પતે ત્યાં સુધી ગુજરાતમાં લોકડાઉન નહીં આવેની અફવા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચાલી રહી હતી. આ અંગે રૂપાણીએ ટ્વીટ કરીને મોટો ખુલાસો કર્યો છે.સીએમ રૂપાણીએ આગળ લખ્યું છે કે આ પ્રકારનું કોઇ આયોજન ન હોવાની વાત કરીને સીએમે આ ફેક ન્યૂઝ હોવાની વાત કરતા હાલમાં સરકારનું આયોજન માત્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવાનું હોવાની વાત કરી છે.
*******
*રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ*
રાજ્યમાં કોરોના વાઈરસના કેસ વકરતાં રાજ્યના પોલીસવડાએ મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. કોરોનાની સ્થિતિ વકરતાં રાજ્યના પોલીસ વડાએ આ હુકમ કર્યો છે.
*******
*પોલીસકર્મી દારૂ સાથે ઝડપાયો*
વલસાડમાં નવસારીનો પોલીસકર્મી દારૂ સાથે રંગેહાથ ઝડપાયો છે. આ પોલીસકર્મી આરોગ્યકર્મીને સાથે રાખીને દારૂ લઈ જઈ રહ્યો હતો. ત્યારે પારડી પોલીસે બાતમીના આધારે કલસર ચેકપોસ્ટ પર ચેકિંગમાં પોલીસકર્મીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે નંબર વગરની સ્વીફ્ટ કારમાં દારૂની હેરફેર કરવામાં આવી રહ્યા છે.
*********
*મોરબીના જિલ્લા કલેકટર જે બી પટેલ ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ*
સિવીલ હોસ્પિટલ સંકુલમાં ઉપસ્થિત ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ, મોરબીના જિલ્લા કલેકટર જે બી પટેલ ઉપર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીગણની સામે જ જાહેરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો. પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જિલ્લા કલેકટરને કહ્યું કે તમે રૂપિયા ખાવ છો.
*********
*હવે સી પ્લેનનું મેઈન્ટેનન્સ સી પ્લેન સ્થળ પાસે જ થશે- સૂત્ર*
કેવડીયાને અમદાવાદ થી જોડતું સી પ્લેન પ્રોજેકટ મહત્વનો પ્રોજેકટ છે અને તેને લગતી સુવિધા પણ તેટલી જ હોવી જરૂરી છે. જેને ધ્યાને રાખી સી પ્લેન પ્રોજેકટ દ્વારા સી પ્લેન સ્થળ પર જ પ્લેનનું મેઈન્ટેનન્સ કરવાનું નક્કી કરાયું છે
********
*સુરતમાં લોકડાઉનની માંગ, ઠેર-ઠેર લાગ્યા બેનરો*
કેટલાક વિસ્તારમાં જનતા લોકડાઉનના બેનર જોવા મળ્યાં છે. કેટલાંક વેપારીઓ જનતા લોકડાઉનની તરફેણ કરી રહ્યાં છે. જો સરકાર કોઈ મોટો નિર્ણય ન કરે તો કેટલાંક વિસ્તારમાં જનતા લોકડાઉન લાગી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી
********
*પોલીસ અને પાલિકાએ એડવાન્સમાં શરૂ કરી તૈયારીઓ*
સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં શાકભાજી માર્કેટમાં હાલ વધુ ભીડ થતી અને અને ભીડ કંટ્રોલ કરવા માટે પોલીસ જવાનો પણ બેસાડવામાં આવે છે તેમ છતાં આજે અચાનક જ શાક માર્કેટના બન્ને તરફ પતરાની બેરીકેટીંગ કરી દેવામાં આવ્યા છે અને આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અડાજણ એલપી સવાણી સ્કુલથી પાલ તરફ જતાં રસ્તાને પણ એલ.પી. સવાણી સ્કલ નજીક બેરીકેટીંગ થી બંધ કરી દેવાયો છે. શહેરના અનેક વિસ્તાર જ્યાં સંક્રમણ વધુ છે ત્યાં બેરીકેટીંગ કરી દેવાની કામગીરી થઈ રહી છે.
********
*અતુલ વેકરીયા પોલીસના શરણે*
સુરતના ચકચારી ઉર્વશી ચૌધરી હીટ એન્ડ રન કેસમાં સંડોવાયેલા અતુલ બેકરીના આરોપી માલિક અતુલ વેકરીયાએ ઉમરા પોલીસ સમક્ષ સરન્ડર થતા પોલીસે આરોપીના કોવિડ રીપોર્ટ કઢાવવાની તજવીજ હાથ ધરી છે.આરોપીએ ધરપકડથી બચવા આગોતરા જામીનમાં ગતા કોર્ટે સુનાવણી 9 મેના રાખી હતી. આજે એકાએક અતુલ વેકરીયાએ ઉમરા પોલીસને શરણે હાજર થતા રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
********
*હાઇકોર્ટનો હુકમ ફિઝિકલ કામકાજ બંધ, ઑનલાઇન થશે જરૂરી કામગીરી*
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં તમામ જિલ્લા અદાલતોનું ફિઝિકલ કામકાજ બંધ રાખવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. 7 એપ્રિલથી 17 એપ્રિલ સુધી જિલ્લા અદાલતોમાં કોઇ ફિઝિકલ કામકાજ નહીં થાય. સાથે જઆ જિલ્લાઓમાં ઓનલાઇન કામકાજ ચલાવવા કોર્ટે નિર્દેશ આપ્યા છે.વકીલ કે પક્ષકારની ગેરહાજરીના કારણથી કોઈ વિપરીત હુકમ કરવો નહીં તેવો પણ હાઈકોર્ટે આ જિલ્લાઓની અદાલતોને નિર્દેશ કર્યો છે.
********
*PSIને મહિલા પોલીસકર્મી સાથે પ્રેમ સંબંધ રાખવાની સજા સસ્પેન્ડ*
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં આવેલા નાનકડા પોલીસ સ્ટેશનના PSI અને મહિલા પોલીસકર્મી વચ્ચેના ઈલુ-ઈલુ પ્રકરણના PSIને સસ્પેન્ડ કરી દીધા છે. ACPને સમગ્ર ઘટનાની ખાતાકીય તપાસ અને ઘટના અંગે તપાસ સોંપાઈ હતી. જેમાં PSI અને મહિલા પોલીસકર્મી હોટલમાં ગયા હોવાનું બહાર આવતા PSIને સસ્પેન્ડ કરી દેવાયા છે. ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, PSIને તપાસના અંતે રાતે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
********
*ગીરની કેસર કેરીનો 60 ટકાથી વધુનો પાક નિષ્ફળ*
ગીર પંથકની ત્રણ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રથમ એશિયાટીક સિંહો, બીજુ કેસર કેરી અને ત્રીજું સોરઠનો ગોળ છે. વર્તમાન સમયમાં આ ત્રણેય વસ્તુઓ કઠણાઈનો સામનો કરી રહી છે. ત્યારે હાલ કેસર કેરીની વાત કરીએ તો આ વર્ષે ગીરની પ્રખ્યાત કેસર કેરીનો 60 ટકાથી વધુનો પાક નિષ્ફળ ગયો છે. કારણ કે, થોડા સમય પૂર્વે હવામાનમાં આવેલ પલ્ટાએ કેરીના બગીચાઓમાં આંબામાં આવેલા 60 ટકા મોર બળીને ખાખ થઇ ગયા છે.
*********
*લોકડાઉન કરે તો કોરોના ટેસ્ટિંગ-ટ્રેસિંગ અને વેક્સિનેશન અટકી પડે*
હાલ રાજ્યમાં દરરોજ 3000થી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. તેમજ ટેસ્ટિંગ અને હોસ્પિટલમાં દાખલ થવા માટે પણ વેઈટિંગની સ્થિતિ બનેલી છે. ગુજરાતમાં કોરોનાની બેકાબૂ બનેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 20 શહેરોમાં 30 એપ્રિલ સુધી રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો નાઈટ કર્ફ્યુ લાદ્યો છે. જો કે આ નિર્ણય પહેલા લોકડાઉનની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી હતી. પાનના ગલ્લાઓથી લઈ ગલીઓ સુધી એક જ ચર્ચા ચાલી હતી કે લોકડાઉન થશે કે નહીં? પરંતુ રાજ્ય સરકાર લોકડાઉન કરવાની સ્થિતિમાં જ નહોતી. જેને કારણે માત્ર નાઈટ કર્ફ્યૂથી જ લાગુ કરવામાં આવ્યો છે. લોકડાઉન ન કરવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે.
*******
*ટેક્સટાઇલ માર્કેટમાં પ્રવેશવા પહેલાં રેપિડ ટેસ્ટ ફરજિયાત પણ ટેસ્ટ કીટ જ નથી*
સુરત શહેરમાં કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે કોર્પોરેશન દ્વારા ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે. ટેકસટાઇલ માર્કેટમાં પ્રવેશવા પહેલા રેપિડ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત માંગે છે તો બીજી તરફ રેપિડ ટેસ્ટ કીટ ન હોવાથી માર્કેટમાં ટેસ્ટિંગ વેપારી કરાવી શક્યા નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે, પાલિકા પાસે વેક્સિનનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે શહેરના તમામ વેક્સિનેશન સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.ખૂબ જ સખ્તાઈ પૂર્વક અધિકારીઓએ કામગીરી કરી
********
*કીટ ન હોવાથી વેપારીઓ પોતાના ઘરે પરત ફર્યા*
વેપારીઓ જ્યારે જે.જે. માર્કેટમાં ટેસ્ટિંગ માટે પહોંચ્યાં ત્યારે તેમણે આરોગ્ય વિભાગની ટીમને રેપિડ ટેસ્ટ કરવા માટે કહ્યું તો તેમને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો કે અમારી પાસે રેપિડ ટેસ્ટ કીટ નથી. જેટલી કીટ લાવ્યા હતા તે પૂરી થઈ ગઈ છે. તેમને પૂછવામાં આવ્યું કે કેટલી કીટ લઈને આવ્યા હતા. ત્યારે માલુમ પડ્યું કે માત્ર 300 કીટ લઈને માર્કેટમાં આવ્યા હતા. કીટ ન હોવાથી વેપારીઓ પોતાના ઘરે પરત ફર્યા હતા.
*🙏🙏thaend🙏🙏*