ગરૂડેશ્વર, દેવલીયા, સિસોદરા, દેડિયાપાડા અને સેલંબામાં દિન-૨ માં પાંચ નવા ધન્વંતરી રથની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાશે
રાજપીપલામાં કોવિડ કેર સેન્ટરની ૩૫૦ ની ક્ષમતા ઉપરાંત જરૂર પડ્યે તાલુકાકક્ષાએ કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની તૈયારીઓ પૂર્ણ :
રાજપીપલાતા 6
૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે રસીકરણની કામગીરી આગળ ધપી રહી છે, આજે રાજપીપલાના શહેરી વિસ્તારમાં સુપર સ્પ્રેડર તરીકે લારીગલ્લાવાળાઓને વેકસીન આપવાની અને કોવિડ-૧૯ ના ટેસ્ટીંગની કામગીરી હાથ ધરાયેલ છે. ૧૦૦ થી વધુ લારીગલ્લાવાળાઓનું શાકમાર્કેટમાં સુપરસ્પ્રેડર તરીકે ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે.
કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઇને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના સેલંબા, દેડિયાપાડા, સિસોદરા, ગરૂડેશ્વર વગેરે જેવા મોટા ગામોના સરપંચોને વિશ્વાસમાં લઇને આ બધા ગામોના બજારો સાંજના ૬=૦૦ વાગ્યા પછી સ્વૈચ્છિક રીતે બંધ રખાય તેવી અપીલ કરાશે અને તે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરીશું.
ડૉ. આર.એસ.કશ્યપે વધુમાં જણાવ્યું હતુ કે, ૪૫ વર્ષથી ઉપરની વયના નાગરિકોને રસીકરણની કામગીરી અંતર્ગત ૭૫૦વધુ વ્યક્તિઓને રસી અપાઇ ચૂકી છે. જિલ્લામાં ૪૫ વર્ષથી વધુની વયના ૧,૪૭,૦૫૨ વ્યક્તિઓના લક્ષ્યાંક સામે સુધીમાં ૫૫ હજારથી વધુને રસીકરણ કરીને સિધ્ધિ હાંસલ કરેલ છે.
તેની સાથોસાથ જિલ્લામાં ટૂંક સમયમાં દિન-૨ માં સેલંબા, દેડિયાપાડા, સિસોદરા, ગરૂડેશ્વર અને દેવલીયામાં પાંચ નવા ધન્વંતરી રથની આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ કરાશે.
રાજપીપલા નગરપાલિકા કચેરી પાછળ આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળના સંત સિધ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતુ કે, આજે મે કોવિડ-૧૯ નું વેકસીનેશન કરાવ્યું છે, વેકસીનેશન કર્યા પછી અત્યારે હાલમાં મને કોઇ જ તકલીફ નથી. સને-૨૦૧૨ માં મારી યુરોપ્લાથીની ગંભીર બિમારી હોવા છતાં મારા ગ્લોબલના ડોકટરની ટીમે મને ખાસ ભલામણ અને સૂચનો કરી વેકસીનેશન લેવા માટે જાણ કરી કરી હતી. એટલે આવી અતિ-ગંભીર બિમારી હોવા છતાં સ્હેજ પણ ગભરાયા વગર મેં આજે આ વેકસીન લીધી છે અને વેકસીન લીધા પછી કોઇપણ જાતની હાલમાં આડઅસર નથી. અને આ વેકસીન વિશ્વમાં કોરોનાની જે મહામારી ચાલી રહી છે અને એમાં અત્યારે ગુજરાતની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને મારે તમામ પ્રજાજન અને જનતાને નમ્ર અપીલ છે કે કોઇપણ જાતની ગભરાહટ વિના ખાસ વેકસીનેશન કરાવવું. આપણી આ સ્વદેશી વેક્સીન હોઇ, તમામ વ્યકિતઓને નિ:સંકોચપણે વેકસીન લેવા અને બીજાને વેકસીન લેવડાવવા સ્વામીજીએ હ્રદયસ્પર્શી અપીલ કરેલ છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા