ડેડીયાપાડા ના 52વર્ષીય કોરોના દર્દીનું સારવાર દરમ્યાન મોત

નર્મદા બ્રેકીંગ ન્યૂઝ :

રાજપીપળા નગરમાં માં કોરોના પોઝીટીવ વધુ એક દર્દીનું મોત થતા મોત નોઆંકડો ત્રણ પર પહોંચ્યો.

આ અગાઉ દંપતીનું મોત થયું હતું.

નગરપાલિકા તંત્ર એ આકરા નિયમો લાદ્યા

તમામ વેપારીઓ અને દુકાનના કર્મચારીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાયો.

તંત્ર દ્વારા માસ્ક નું વિતરણ અને કોવિદ રસીકરણ મા આવ્યો વેગ

રાજપીપલા, તા 6

રાજપીપળા નગરમાં માં કોરોના પોઝીટીવ વધુ એક દર્દીનું મોત થતા મોત નોઆંકડો ત્રણ પર પહોંચ્યો છે. જેમાં ડેડીયાપાડા ના 52વર્ષીય રહેવાસી ઠાકોર સિંહ પ્રતાપસિંહનું કોરોના ને કારણે મોત થયું છે તેઓ એન્ટીજન પોઝિટિવ દર્દી હતા. અને તેમને 5 એપ્રિલે દાખલ કરવામાં આવ્યા હતા અને શ્વાસની તકલીફ. કફ અને તાવ ની તકલીફ હતી. ત્રણ દિવસ તેઓ દેડિયાપાડા ખાતે તેમના ઘરે રહ્યા હતા.જ્યાં તેઓ બેભાન થઈ જતા અને તેમની તબિયત વધુ બગડતાં પાડોશીઓએ તેમને વધુ સારવાર માટે ડેડીયાપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને ક્રિટીકલ કન્ડિશનમાં રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમના શ્વાસ ની તકલીફ ઉભી થતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તને હાઈપર ટેન્શનની તકલીફ હોવાનું પણ જણાવ્યું છે. આમ વધુ એક દર્દીનું મોત થતાંકૂલ ત્રણ દર્દીઓના મોત થયાના અહેવાલ છે. લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે.
રાજપીપળા નગરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો સતત વધી રહ્યા હતા. જે ચિંતાનો વિષય બન્યો હતો. આટલા બધા કેસો વધતા જતા હોવા છતાં કોઈનું મૃત્યુ થયું નહોતું. પણ હવે કોવિદ આયુર્વેદિક હોસ્પિટલના કૂલ ત્રણ ના મોત થતા ચિંતાનો વિષય બન્યો છે.

જોકે નર્મદા જિલ્લામાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે ગઈકાલે 18કેસ પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 2337 કેશો આવી ચૂક્યા છે. હજુ પણ રાજપીપળા કોવિદ હોસ્પિટલમાં 27, કોવિદ કેર હોસ્પિટલ મા 49અને હોમ આઇસોલેશન મા 30,અને વડોદરા ખાતે 09મળીને કૂલ 115 દર્દીઓ સારવાર હેઠળ છે.
ગઈકાલે આરટી પીસીઆર ના 227 કેસ, એન્ટિજનના 639 મળી 866 ટેસ્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે

રાજપીપળા નગરમાં કોરાના ના કૂલ ત્રણ ના મોત થયા બાદ નગરપાલિકાનું અને તંત્ર આરોગ્ય તંત્ર સાવચેત બની ગયું છે. રાજપીપલા નગર પાલિકાની ગાડી માઈક લઈને જાહેરાત કરી રહી છે કે નગરજનોએ માસ્ક ફરજીયાત પહેરવાનો રહેશે. જાહેરમાં થૂંકવા ઉપર પ્રતિબંધ મુકાયો છે.કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાશે તો દંડ વસૂલ કરવામાં આવશે.

બીજી તરફ કોરોના સંક્ર્મણ ઘટાડવા આરોગ્ય અને પોલીસ તંત્ર દ્વારા માસ્ક નું વિતરણપણ કરવામાં આવી રહ્યું છે. અને કોવિદ રસીકરણ માપણ આવ્યો વેગ આવ્યો છે. લોકો રસી મુકવવા જે તે કેન્દ્રો પર જઈ રસી મુકાવી રહ્યા છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા