૧૨ મી જુલાઈએ ભગવાન જગન્નાથજીનગરચર્યાએ નીકળશે..
રથયાત્રા રૂટપર સવારે 7થી 1કર્ફ્યુ અમલમાં હોઈ ડાયવરઝન અપાયું
રાજપીપલા,તા.11
તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ અષાઢી બીજના તહેવાર નિમિત્તે રાજપીપલા શહેર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકલશે જેમાં ભગવાન જગાન્નાથજી નગરચર્યાએ નીકળશે. આ વખતે
ગુજરાત સરકારશના આમુખ-૧ ના હુકમથી કોરોના સંક્રમણની પરિસ્થિતિની સમીક્ષા કરી, ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા/શોભાયાત્રાને લગતી સૂચનાઓ આપવામાં આવેલ છે. જેને અનુલક્ષીને નર્મદા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં રાજપીપલા શહેરમાં તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અન્વયે રાધાકૃષ્ણ મંદિર, સ્ટેશન રોડ, કોર્ટ ત્રણ રસ્તા, લાલ ટાવર, દરબાર રોડ, જુની પોષ્ટ ઓફિસ, કાછીયાવાડ, માછીવાડ ગેટ અને સફેદ ટાવર વિસ્તારોમાં સવારના ૦૭.૦૦ કલાકથી બપોરના ૦૧.૦૦ કલાક સુધી કરફ્યુ (Curfew) નો અમલ જાહેર કરેલ છે. કરફ્યુના આ સમયગાળા દરમ્યાન માછીવાડ ગેટથી સ્ટેશન રોડ તરફ આવતા વાહનોએ હરસિધ્ધિ ભવાની મંદિર, સંતોષ ચોકડી, કાળીયા ભૂતથી વડીયા જકાતનાકા તરફ તથા કોર્ટ ત્રણ રસ્તાથી કાળાઘોડા તરફ જતા વાહનોએ કોલેજ રોડ થઈ કાળીયા ભૂતથી હરસિધ્ધિ ભવાની મંદિર થઈ કાળાઘોડા અને વડીયા જકાતનાકા તરફ જવાના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે, જાહેરનામામાં રૂટ ડાયવર્ઝનનો હુકમ કરેલ છે.
આ જાહેરનામાના ભંગ બદલ ‘THE INDIAN PENAL CODE’ની કલમ ૧૮૮ ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા