કણબીપીઠા થી માચ ચોકડી વચ્ચે વળાંકમાં ટ્રક પલ્ટી ખાઇ જતા અકસ્માત ટ્રક ચાલકનું મોત, એકની હાલત ગંભીર.
રાજપીપળા,તા.5
દેડીયાપાડા તાલુકાના કણબીપીઠા થી માચ ચોકડી વચ્ચે વળાંકમાં એક પલટી ખાઇ જતાં અકસ્માતોમાં ટ્રકચાલકનું મોત નીપજયું હતું. જયારે એકની હાલત ગંભીર બની હતી.આ અંગે દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદી બબન ઉર્ફે મંગેશ સુધાકર આસોલકર (રહે,જયતાલા રોડ, ઝડા ચોક એકાછમાતા નગર નાગપુર, તા. જી. નાગપુર મહારાષ્ટ્ર) આરોપી આઈસર ટ્રક નંબર એમએચ 40 એન 5589 ના ચાલક ગણેશ મોતીરામ સિંદે (રહે,હનુમાન મંદિર નજીક જયતાલા તા.જી. નાગપુર) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી ગણેશ મોતીરામ સિંદે પોતાના કબજાની ટ્રક નંબર એમએચ 40 એન 5589 વળાંકમાં ઉપરનો કાબુ ગુમાવી દેતા ખાઈમાં પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં ફરિયાદી અને ડાબા હાથના ખભા ઉપર તથા માથામાં ઇજા થયેલ તથા ટ્રક ચાલકે પોતાને માથામાં ગંભીર ઈજા પહોંચાડી તથા બંને પગે તથા શરીરે ઓછી-વત્તી ઇજા પહોંચાડી તથા ટ્રકને તથા સામાનને નુકસાન કરતા સારવાર દરમિયાન ટ્રકચાલકનું મોત નીપજયું હતું.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા