સાગબારાના કોડબા પાસે હાઈવે રોડ પર કાનમાં ઈયરફોન લગાવીને મોટરસાયકલ ચલાવતા ચાલકે બસને અથડાવી અકસ્માત કરતા ઈજા બસને નુકસાન.
રાજપીપળા, તા.20
સાગબારા તાલુકાના કોડબા પાસે હાઈવે રોડ પર કાનમાં ઈયરફોન લગાવીને મોટર સાયકલ ચલાવતા ચાલકે બસમાં અથાડી અકસ્માત કરતા ચાલકને ઇજા થવા પામી હતી.જ્યારે બસ ને નુકસાન થતા અકસ્માત ગુનાની ફરિયાદ સાગબારા પોલીસ મથકે નોંધાઇ છે.આ અંગે ફરિયાદી કલ્પેશભાઈ સતિષભાઈ ચૌધરી (રહે, કેવડીયા ગોડાઉન ફળિયું તા.માંડવી જી.સુરત ) એ મોટરસાયકલ ચાલક ઇન્દ્રસિંહ કરનસિંગ તડવી (રહે, વીરપોર તા.અકલકુવા જી.નંદુરબાર) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આ કામના આરોપી ઇન્દ્રસિંહ કે પોતાની હીરો હોન્ડા મોટરસાયકલ નંબર જીજે 16 એકે 1231 ઉપર પોતાની બંને કાના ઈયરફોન નાખેલ હાલતમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રહ્યા હતા.જેમાં તેને પોતાની મોટરસાયકલ ના સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા કલ્પેશભાઈ ની બસ નંબર જીજે 18 એકે 1231 ને બસના આગળના ભાગે વચ્ચોવચ ટક્કર મારી દેતા બસને નુકસાન થવા પામ્યું હતું.આ અંગે સાગોરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા