રાજપીપળા પોલીસે 10 દિવસમાં માસ્ક નહીં પહેરનાર વ્યક્તિઓ પાસેથી 2. 13 લાખ નો દંડ વસુલ કર્યો.
રાજપીપળા,તા.5
રાજપીપળામાં દરરોજ કોરોરાના કેસો સતત વધી રહ્યા છે.ત્યારે તંત્ર પણ માસ્ક નહીં પહેરનાર સામે વોચ ગોઠવી દંડની કાર્યવાહી કરી રહી છે. જેમાં ટાઉન પોલીસે પણ માર્ચ મહિનામાં માસ્ક નહીં પહેરનાર લોકો પર લાલ આંખ કરી દંડની કાર્યવાહી કરી હતી. નર્મદા જિલ્લામાં કોરોનાના સંક્રમણ ન વધે એ માટે રાજપીપળા પોલીસે ટીમ બનાવી માસ્ક બાબતે ચેકિંગ હાથ ધરાતા છેલ્લા 10 દિવસમાં કુલ 213 લોકોને વગર માસ્ક ફરતાં લોકોને ઝડપી તેમની પાસેથી 2 લાખ 13 હજાર રૂપિયાનો દંડ વસુલ કર્યો હોવાનું પોલીસ વિભાગમાંથી જાણવા મળ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા