રાજપીપલા પોલીસની પ્રમાણિકતા મહેકી ઉઠી.
રાજપીપલા, તા 6
માંડણ ગામે ફરવા આવેલા વડોદરાના પ્રવાસીનું રોકડા રૂપિયા ભરેલું પાકીટ પડી જતા
રસ્તામાંથી પોલીસને મળી આવેલ પોલીસે પાકીટ માલિકને સુપરત કરી રાજપીપલા પોલીસે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રાજપીપલા ટાઉન પીઆઇ એમ બી ચૌહાણ ના જણાવ્યા અનુસાર હેડ કો ચંપકભાઈ પો.કો.સુરેશભાઈ.પો.કો.બમનજીભાઈ વિગેરે માંડણ બંદોબસ્ત જતા હતા તે વખતે એક પાકીટ તથા પૈસા રોડ પડેલ હતા. અંદર ચેક કરતા કુલ રૂ 2130 તથા જુદા જુદા કાર્ડ કુલ.8 મળી આવેલ. અને પાર્ટી નો સંપર્ક કરતા પો સ્ટે આવેલા અને પોતાનું પાકીટ અને કાર્ડ પરત કરી રાજપીપલા પોલીસે પ્રમાણિકતાનું.ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.નિષભાઈ મહાદેવભાઈ જાતે.ડાભી (ઉવ.40 ધંધો.પ્રાઇવેટ નોકરી.રહે.વડોદરા) ને રોકડા રૂપિયા અને ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ પરત કરતા તેમણે પોલીસનો આભાર પ્રગટ કર્યો હતો.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા