નર્મદા જિલ્લામાં પુનઃ કેસો વધ્યા.
આજે વધુ 08 પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે 42549 વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ:
રાજપીપલા,તા15
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે વધુ
08કેસ નોંધાયા છે. જેમા
ગરુડેશ્વર તાલુકા ના 3કેસમાં બે કેસ કેવડિયામા અને એક કેસ કલી મકવાણા ખાતે તથા રાજપીપળા ના 5 કેસમાંસંતોષ ચોકડી ખાતે 2કેસ, રજપૂત ફળિયા મા 2કેસ, તથા દરબારરોડ મા એક કેસ નોંધાયો છે
જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1936 નોંધાવા પામી છે.
કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 998 દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દરદીઓ સહિત કુલ-1914 દરદીઓને રજા આપવામાં આવી છે.
આજે RTPCR ટેસ્ટમાં 33અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 415 સહિત કુલ 449ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લા આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-42549 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 18દરદીઓ, તાવના 16 દરદીઓ, ઝાડાના 23 દરદીઓ સહિત કુલ-57 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1000836 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 903906 લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર:જ્યોતિ જગતાપ, રાજપીપળા