દેડીયાપાડા તાલુકાના કોલીવાડા ગામ ની આંગણવાડી નું મકાન જર્જરીત હાલતમાં.

દેડીયાપાડા તાલુકાના કોલીવાડા ગામ ની આંગણવાડી નું મકાન જર્જરીત હાલતમાં.

ચોમાસા દરમિયાન વરસાદી પાણી અંદર વહી આવે છે.

કર્મચારીઓ ના છૂટકે નાના ભૂલકાઓને બાજુમાં બનાવવામાં આવેલા સમજ ઘરની બહારની ઓરડીમાં બેસાડવા મજબૂર બન્યા છે.

રાજપીપળા, તા. 5

દેડીયાપાડા તાલુકાના સોલીયા ગ્રુપ ગ્રામ પંચાયત માં આવેલ કોલીવાડા ગામે આવેલ આંગણવાડી નું મકાન ઘણા વખતથી જર્જરિત હાલતમાં છે.અહીં જીવના જોખમે નાના ભૂલકાઓ આંગણવાડી માં બેસે છે. ઘણા વર્ષો અગાઉ બનાવવામાં આવેલું આંગણવાડી નું મકાન બિલકુલ જર્જરિત હાલતમાં છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદી પાણી અંદર વહેલી આવે છે.તેમજ આંગણવાડીના પતરા પણ તૂટેલી હાલતમાં છે.

આવી હાલતમાં બાળકોની ચિંતા કરતા કર્મચારીઓ નાછૂટકે કોલીવાડા ગામ નાના ભૂલકાઓને બાજુમાં બનાવવામાં આવેલ સમાજ ઘરની બહારની ઓરડીમાં બેસાડવા મજબૂર બન્યા છે.આંગણવાડીના મકાનનું નવીનીકરણ કરવા માટે ગ્રામજનોએ વારંવાર લેખિત અને ગ્રામસભામાં ઠરાવ કર્યા છતાં આ મકાન બનાવવામાં આવતું નથી.સરપંચ અને સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે નાના ભૂલકાઓ આવો જીવ જોખમમાં મૂકાય તેવી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે વહેલી તકે આંગણવાડી નું નવું મકાન બનાવવા કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે.

રિપોર્ટ :

જ્યોતિ જગતાપ, રાજ પીપલા