રાજપીપળા નગરપાલિકા પ્રમુખ દ્વારા શહેરમાં રાત્રી ગટર સફાઈ અભિયાનનો નવતર અભિગમ ખાસ ટીમો દ્વારા સફાઈ.

રાજપીપળા નગરપાલિકા પ્રમુખ દ્વારા શહેરમાં રાત્રી ગટર સફાઈ અભિયાનનો નવતર અભિગમ ખાસ ટીમો દ્વારા સફાઈ.
રાજપીપળા, તા. 5
રાજપીપળા નગરપાલિકાના નવા વરાયેલા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે હાલમાં રાત્રી ગટર સફાઈ અભિયાનનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં ખાસ કરીને ટીમ બોલાવવી મુખ્ય માર્ગોની ગટરની રાત્રે સફાઈ થઈ રહી છે. ત્યાર બાદ શહેરના દરેક વોર્ડમાં આ અભિયાન હાથ ધરાશે.
પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલના જણાવ્યા મુજબ નગરમાં દિવસે વાહનો પાર્કીંગ, ટ્રાફિક અને લોકોની અવર જવર વધારે હોવાથી દિવસે ગટર સફાઈ કામગીરી યોગ્ય થઈ શકતી ન હોય. જેથી રાત્રે આ અભિયાન શરૂ કરાવ્યું છે.જેમાં એક અલગ ખાસ સફાઈ ટીમ મૂકવામાં આવી છે. મુખ્યત્વે ગટરોમાં ગંદકી જામ થતાં શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા મેલેરિયા જેવા રોગચાળો વકરે તે માટે આ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.અને તેમાં લોકો પણ ગટરોમાં કચરો નાખે તેવી અપીલ કરી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા