*આજે અમદાવાદમાં યોજાશે રજવાડી રાજસ્થાનનો સંગમ ફાગ મહોત્સવ*

*આજે અમદાવાદમાં યોજાશે રજવાડી રાજસ્થાનનો સંગમ ફાગ મહોત્સવ*

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજસ્થાનની હોળી-ધુળેટીના તહેવારની રંગની મહિમા અનોખી હોય છે. દૂર દૂર સુધી પોતાના માદરે વતનથી ધંધા તેમજ અન્ય કામ અર્થે આવેલ રાજસ્થાની લોકો દૂધમાં સાકર ભળે તેમ જે તે વિસ્તાર શહેરમાં ભળી જતા હોય છે પરંતુ રાજસ્થાનની સંસ્કૃતિ, તહેવારો ક્યારેય હૃદયમાંથી ન વિસરાય.. આવો જ એક રાજસ્થાની ઉત્સવ ફાગ મહોત્સવ રાજસ્થાન યુવા મંચ દ્વારા અમદાવાદમાં 31 મી માર્ચે થવા જઈ રહ્યો છે.

 

વિવિધ જગ્યાએ યોજાઈ રહેલ મહોત્સવમાં રાજસ્થાન 500 થી વધુ લોકો હોળી મનાવવા અમદાવાદ આવશે. એક સપ્તાહ સુધી મહોત્સવનું આયોજન થતું હોય છે જેમાં આ આખાય મહોત્સવ દરમ્યાન રાજસ્થાનની પરંપરા, સંસ્કૃતિના સમન્વયનો એક અલગ અંદાજ જોવા મળશે.

 

અમદાવાદ શહેરમાં વસતા રાજસ્થાન સમાજના વિવિધ જ્ઞાતિના લોકો અલગ અલગ વિસ્તારમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરશે..

 

અમદાવાદના સરકીટ શાહીબાગ ખાતે આવેલ સરદાર પટેલ સ્મારક ભવન ખાતે આજે સાંજે 6.30 કલાકે આ ફાગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ વિશે રાજસ્થાન યુવા મંચના સંયોજક ભવાનીસિંહ શેખાવતે જણાવ્યું હતું કે હોળી, ધૂળેટીની ઉજવણી સાથે સાથે રાજસ્થાન સ્થાપના દિવસની પણ ઉજવણી કરવામાં આવશે. જેમાં રાજસ્થાની તેમજ બૉલીવુડ કલાકારો સહિતનો જમાવડો જોવા મળશે. આ ઉપરાંત કાબેલિયા, ઘુમર જેવા નૃત્યો અને ગેર સંસ્કૃતિનો અનેરો સમન્વય અહીં જોવા મળશે. જેમાં અમદાવાદ અને રાજસ્થાન થી મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.