જાહેર લગ્ન પ્રસંગમાં 50 થી વધુ લોકો ભેગા કરી જાહેરનામાનો ભંગની ફરિયાદ.

સાગબારા તાલુકાના પાટ ગામે જાહેર લગ્ન પ્રસંગમાં 50 થી વધુ લોકો ભેગા કરી જાહેરનામાનો ભંગની ફરિયાદ.
રાજપીપળા,તા. 19
સાગબારા તાલુકા ગામે જાહેર લગ્ન પ્રસંગમાં 50 થી વધુ લોકો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેમની સામે સાતબારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ફરિયાદી કે.એલ ગળચર પોસઇ સાગબારા એ આરોપી દિલીપભાઈ ગુમાનભાઈ વસાવા (રહે,પાટ, સાગબારા)ના પર ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત આરોપી દિલીપભાઈ પોતાના છોકરાના લગ્ન પ્રસંગમાં રાત્રી દરમિયાન 50 થી વધુ લોકો ભેગા કરી સામાજિક અંતર નહીં જાળવી કોરોનાવાયરસ થઈ જાય તેવું બેદરકારી ભર્યું કૃત્ય આચરી જિલ્લા મેજિસ્ટ્રેટ ના કોરોનાવાયરસ થયેલા આવતો અટકાવવા માટે બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા