રાજ્યમાં વધતા કોરોના કેસની ગંભીર નોંધ લેતું વડાપ્રધાન કાર્યાલય

ગાંધીનગર

ગુજરાતમાં બેકાબૂ કોરોના અને વેક્સિનેશનની ધીમી ગતિથી PMO નારાજ, હવે મોદીના ખાસ કૈલાસનાથન જવાબદારી સંભાળશે

મહાપાલિકાથી માંડીને કલેક્ટરોને ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યા

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરની ગંભીર નોંધ વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી છે, જેને લઈને કોવિડ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશન માટે ગુજરાત સરકારને સીધી સૂચના આપવામાં આવી રહી છે, ખાસ કરીને કોરોનાને કાબૂમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય નજર રાખી રહ્યું છે અને વેક્સિનેશન મામલે કૈલાસનાથનની આગેવાનીમાં અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે.
વેક્સિનેશનને ઝડપી બનાવવા PM દ્વારા ખાસ સૂચના
ગુજરાતમાં વેક્સિનેશન ધીમી ગતિએ ચાલતું હોવાથી પીએમઓમાં નારાજગી હતી અને આથી જ હવે વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધિકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઇ છે. આગામી દિવસોમાં કોઇપણ ભોગે કોરોનાને ફરી કાબૂમાં લઇ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનાવવા વડાપ્રધાન દ્વારા ખાસ સૂચના અપાઈ છે.