પેટ્રોલના ભાવમાં 22 પૈસા, ડીઝલમાં 26 પૈસાનો ઘટાડો

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને લઈ ભારતમાં મંગળવારે 7 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલમાં 22 પૈસા અને ડીઝલમાં 23 પૈસાનો ઘટાડો કર્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૨87.68 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 87.08 થયો હતો. મહત્વનું છે કે, રાજ્યોમાં વેટના દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં ઈંધણના ભાવ અલગ અલગ છે.