રાજપીપલામા આજે અષાઢી બીજના રોજ કર્ફ્યુની વચ્ચે પહેલી વાર કોરોના ગાઈડ લાઈન પ્રમાણે સીમિત ભક્તોની વચ્ચે ભગવાન જગન્નાથની દબદબાભેર રથયાત્રા નીકળી
ભક્તોએ શણગારેલા ભગવાનના રથને દોરડાથી ખેંચી ધન્યતા અનુભવી
રથયાત્રા માર્ગ પર ચુસ્ત પોલીસ બન્દોબસ્ત ગોઠવાયો
આ વખતે ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરે રથયાત્રા,શોભાયાત્રામાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયો
પુજાવિધિમાં ભાગ લેનાર તમામના RTPCR ટેસ્ટ કરવાયા.
રાજપીપલા, તા.12
નર્મદાના વડા મથક રાજપીપલા ખાતે આજે અષાઢી બીજના દિવસે પહેલી વાર જાહેર કરેલ કર્ફ્યુની વચ્ચે કોરોના ગાઈડ લાઈન પ્રમાણે સીમિત ભક્તોની વચ્ચે ભગવાન જગન્નાથની દબદબાભેર રથયાત્રા નીકળીહતી. જેમાં ભક્તોએ ભગવાનના રથને દોરડાથી રથખેંચી ધન્યતા અનુભવીહતી.રથયાત્રા માર્ગ પર ચુસ્ત પોલીસ બન્દોબસ્ત ગોઠવાયોહતો
આજની આ રથયાત્રામા 60વધુ લોકોને ભેગા નહીંકરવાની પરમિશન હોવાથી તેમજ આ વખતે ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરેરથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેવા પ્રતિબંધ મુકાયો હતો. તેથી સીમિત ભક્તો જ આ વખતે રથયાત્રામા જોડાયા હતા . તથા પુજાવિધિમાં ભાગ લેનારનેતમામને પણ રથયાત્રાના ૪૮-કલાક પહેલાકરાવેલ RTPCR Test નેગેટીવ આવ્યો હોય તેવાને તેઓ જ સામેલ કરાયા હતા.અને રાજપીપલામા ભગવાન જગન્નાથની રથયાત્રાપહેલીવાર કોવીડ 19ના પ્રોટોકોલ પ્રમાણે નીકળી હતી.
આજની આ રથયાત્રા કોરોના સંક્ર્મણ ને ધ્યાને લઈ રથયાત્રાનો માર્ગ ટુકાવવામા આવ્યો હતો. જેમાંજિલ્લા પોલીસ વડા હિમકર સિંહ ના માર્ગદર્શન વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ડીવાએસપીરાજેશ પરમાર, ટાઉન પીઆઇ તથા પોલીસ સ્ટાફ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા રાધાકૃષ્ણ મંદિર, સ્ટેશન રોડ, કોર્ટ ત્રણ રસ્તા, લાલ ટાવર, દરબાર રોડ, જુની પોષ્ટ ઓફિસ, કાછીયાવાડ, માછીવાડ ગેટ અને સફેદ ટાવર વિસ્તારોમાંથી નીકળી હતી.
આજે કલેકટરે બહાર પાડેલ જાહેરનામા પ્રમાણે સવારના ૦૭થી બપોરના ૦૧ કલાક સુધી કરફ્યુ (Curfew) નો અમલ જાહેર કરેલ હતો.કરફ્યુના આ સમયગાળા દરમ્યાન માછીવાડ ગેટથી સ્ટેશન રોડ તરફ આવતા વાહનોએ હરસિધ્ધિ ભવાની મંદિર, સંતોષ ચોકડી, કાળીયા ભૂતથી વડીયા જકાતનાકા તરફ તથા કોર્ટ ત્રણ રસ્તાથી કાળાઘોડા તરફ જતા વાહનોએ કોલેજ રોડ થઈ કાળીયા ભૂતથી હરસિધ્ધિ ભવાની મંદિર થઈ કાળાઘોડા અને વડીયા જકાતનાકા તરફ જવાના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવામાટે ડાઇવરઝન અપાયું હતું.આજે પહેલીવાર ભગવાનજગન્નાથજી, દેવી સુભદ્રા, અને બલરામ જનતા કર્ફ્યુની વચ્ચે નગરચર્યાએ નીકળ્યા હતા.
આ રથયાત્રામા નગરપાલિકા પ્રમુખ કુલદીપ ગોહિલ, સિધ્ધેશ્વર સ્વામી,સહિત ભક્તો જોડાયા હતા
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા