રાજપીપલા માં માસ્ક વગર ના લોકો સામે દંડની કાર્યવાહી શરૂ કર્યા પછી હવે પોલીસે માસ્ક નું વિતરણ શરૂ કર્યું.

રાજપીપલા માં માસ્કનું વિતરણ કરતી પોલીસ

રાજપીપલા, તા 31

રાજપીપલા ખાતે
કોરોના ના કેસો સતત વધતા જતા હોય રાજપીપળા ખાતે પોલીસ દ્વારા માસ્ક વગરના લોકોને પકડી તેની સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. તો બીજી તરફ પોલીસેજેની પાસે માસ્ક નથી અનેજે લોકોમાં પહેરતા નથી એવા લોકોને પોલીસ દ્વારા માસ્ક નું વિતરણપણ કરવામાં આવી રહ્યું છે. લોકોને માસ્ક ફરજીયાત પહેરવાનું પોલીસ જણાવી રહી છે.

પોલીસ દ્વારા કોરોના વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસશરૂ થયું છે.જેમાં બાઈક અને ફોરવીલર ગાડી પર જનાર જે લોકો એ માસ્ક નથી પહેર્યું તેવા લોકોને તથા જરૂરિયાતમંદ લોકોને માસ્ક વિતરણ નર્મદા પોલીસ કરી રહી છે. લોકોનું એમ પણ કહેવું છે. માસ્ક પહેરવા જોઇએ પણ 1000રૂપિયાનો દંડ વધારે છે. સામાન્ય લોકો આટલો દંડ ભરી ન શકે તેને બદલે સામે માસ્ક આપવાની પોલીસે જે પહેલ કરી છે તેને લોકોએ આવકારી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા