6 દિવસથી સુએઝ નહેરમાં ફસાયેલા કંટેનર જહાજને કાઢવામાં આવ્યું. રિપોર્ટ

વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા વેપાર માર્ગ મિસ્રની સુએઝ નહેરમાં 23 માર્ચે ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ ફસાયું હતું. 6 દિવસ બાદ આજે જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ માર્ગ પર 100 કરતા વધારે જહાજ જામમાં ફસાઈ ગયા હતા. સાથે જ આ ઘટનાની અસર થતા દર કલાકે ૨2,800 કરોડનું નુકસાન થયું અને એશિયા-યુરોપ વચ્ચેનો મોટા ભાગનો ટ્રેડ પ્રભાવિત થયો