પીએસઆઇ રબારી અને બિલ્ડર સલીમખાન પઠાણની દાદાગીરીને પગલે શ્રીજી કોમ્પ્લેક્ષના મેમ્બરો પહોંચ્યા ડીસીપી ઓફીસ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી બિલ્ડરોની અનેક દાદાગીરીઓ સામે આવી છે જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તાવે લાલ આંખ કરી છે અને જે તે વિસ્તારના ડીસીપી ને જાણ કરી તેવા બિલ્ડરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચનાઓ આપેલ છે.
અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં આવેલ શ્રીજી કોમ્પ્લેક્ષ ના ચેરમેન સેક્રેટરી અને લીગલ એડવાઇઝર દ્વારા ગત તારીખ 21/12/2000 ના રોજ બિલ્ડર સલીમ બાદરખા પઠાણ ઉપર વીજ ચોરીની ફરિયાદ દાખલ કરી હતી જે બાબતની ફરિયાદ લખવતા પહેલા પણ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ની પાલડી ચોકીના પી.એસ.આઈ. વર્ષા રબારી દ્વારા ફરિયાદીને ફરિયાદ ન કરવા માટે પ્રેશર કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ ફરિયાદીએ ફરિયાદ કરતા પી.એસ.આઈ વર્ષા રબારી દ્વારા વીજ ચોરી કરનાર બિલ્ડર પાસે પણ ક્રોસ માં અરજી કરાવી હતી જે બાબતને લઈ ને શ્રીજી કોમ્પ્લેક્ષના ચેરમેન,સેક્રેટરી અને બીજા સભ્યો તથા કોમ્પ્લેક્ષના લીગલ એડવાઇઝર ઝોન 7 ડીસીપી ને મળવા પહોંચ્યા હતા કારણકે ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલું સાહેબ જ્યારથી ઝોન 7 નો ચાર્જ લીધો છે ત્યારથી જ કહેવાઈ રહ્યું છે કે એક નિષ્ઠાવાન અને અનેક લોકોની રજુઆત પોતે સાંભળી અને જરૂર લાગેતો પોતે જાતે જ કાર્યવાહી કરી જે તે પોલીસ સ્ટેશન ને આરોપીઓ સોંપી દે છે જેથી ઝોન 7 વિસ્તારના રહીશો અને વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે પ્રેમસુખ ડેલું સાહેબ જ્યારથી આવ્યા છે ત્યારથી અમે બધા જ ચેન ની નીંદ લઈ રહ્યા છીએ.ત્યારે શ્રીજી કોમ્પ્લેક્ષના પ્રતિનિધિ મંડળ ડીસીપી પ્રેમસુખ ડેલું સાહેબ ને રજુઆત કરવા ગયા હતા ત્યારબાદ તેમને રજુઆત સાંભળી અને એલિસબ્રિજ પી.આઈ. ચૌધરી સાહેબ ને મળવા જવાનું જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે વીજ ચોરી કરનાર ની અરજી કેવી રીતે લઈ શકાય.જેથી એલિસબ્રિજ પી.આઈ ચૌધરી સાહેબે પણ જણાવ્યું હતું કે હું પી.એસ.આઈ. રબારી ને જણાવી દઉં છું અને વીજ ચોરી બાબતની આપની જે પણ ફરિયાદ છે તેના ઉપર પગલાં લેવડાવીશું.ત્યારબાદ શ્રીજી કોમ્પ્લેક્ષના લીગલ એડવાઇઝર દ્વારા પણ જણાવવામાં આવેલ કે પાલડી ચોકીના પી.એસ.આઈ. ની દાદાગીરી એટલી હદે વધી ગઈ છે કે કોઈ ની સાચી વાત સાંભળવા જ તૈયાર હોતા નથી અને એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા વેપારીઓ ને ડરાવી ધમકાવી આવા વીજ ચોરી કરનારા બિલ્ડરો ને છાવરી પોતાની જ મનમાની ચલાવી રહ્યા હોવાથી અમે ડીસીપી સાહેબ અને પીઆઈ સાહેબ ને એક જ રજુઆત કરીએ છીએ કે આ પીએસઆઈ વર્ષા રબારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી બીજી કોઈ નિર્દોષ પ્રજા તેનો ખોટો ભોગ ના બને.