ગઢડા : તાલુકાના મોટા સખપર ગામની સગીરાને ગામના જ બે બે શખ્સોએ લલચાવી ફોસલાવીને બંને શખ્સોએ અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાને દુખાવો થતા તેણે પરિવારને વાત કરી હતી. સગીરાએ બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક બંને શખ્સોની ધરપકડ કરી છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે રહેતી ૧૬ વર્ષની સગીરાને તેના બાજુના ગાળા ગામના અનીલ વાઘેલાએ સગીરાને ફોસલાવી લલચાવી પોતાની બાઈક પર બેસાડી ગામની બહાર કાટાની વાડમા લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હતું. જો કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ૧૦ દિવસ બાદ મોટા સખપર ગામનો અને ગામમાં મોબાઈલ ફોનની દુકાન ધરાવતા વિજય મકવાણાએ પણ સગીરાને તેના ઘરેથી લલચાવી ફોસલાવી પોતાની બાઈક પર ગામનાં સીમાડે કોઈની વાડીયે લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.