અમદાવાદ IMમાં એક સાથે 22 કેસ કોરોના પોઝિટીવ, કેમ્પસના 80 રૂમ મૂકાયા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં

ગુજરાતમાં હાલ કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ સુરત અને અમદાવાદમાં નોંધાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદ IIM-Aમાં એક સાથે 22 કેસ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી હાલ કેમ્પસના 80 રૂમ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાયા છે. બીજી તરફ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલનો ટેસ્ટ કરાવી લેવા અપીલ કરાઈ છે.