ગુજરાતમાં રોજ18 બાળકો જન્મની સાથે જ થાય છે મૃત્યુ 2 વર્ષમાં 13 હજારથી વધુ નવજાત શિશુના થયા મોત

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષની અંદર કુલ 13,496 નવજાત બાળકોના જન્મ લેતાંની સાથે જ મૃત્યુ થયા હોવાનો રાજ્ય સરકારે વિધાનસભમાં લેખિતમાં સ્વીકાર કર્યો છે. વિધાનસભામાં પૂછેલા સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, રાજ્યમાં 2 વર્ષમાં 1,06,017 બાળકો સીક ચુબોર્ન કેર યુનિટમાં દાખલ થયા તે પૈકી 69,314 બાળકો સરકારી હોસ્પિટલમાં અને 38,561 બાળકો સરકારી હોસ્પિટલ સિવાય જન્મ્યા હતા. દરરોજ 18 કરતાં વધુ બાળકો જન્મતાની સાથે જ ગણતરીના દિવસોમાં મૃત્યુ પામ્યા છે.