આજના મુખ્ય સમાચારો*
*dete*
2️⃣5️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*કોરોના પાછળ 211 કરોડનો ખર્ચ, છતા કોરોના બેકાબૂ*
રાજ્યમાં કોરોનાને અંકુશમાં લેવા કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર છે. રાજ્ય સરકારે કોરોના પાછળ અત્યાર સુધી 211 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં કોરોના પાછળ થયેલા ખર્ચની વિગતો આપવા માટે સવાલ કર્યો હતો. જેની સામે સરકારે તેનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં સરકારે કબૂલ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી 308 કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાંથી 211 કરોડ રૂપિયા ખર્ચાયા છે,
********
*વડાલી ગામે અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું*
ખેડાના વડાલી ગામે અનાજ કૌભાંડ સામે આવ્યા બાદ ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે, કારણ કે અત્યાર સુધી જે અનાજના તેઓ હકદાર હતા તે અનાજ બારોબાર સગેવગે થઈ જતું હતું. પરંતુ મામલો મામલતદાર પાસે પહોંચતા મામલતદારે સ્થળ તપાસ કરી, જેમાં ગેરરીતિ સામે આવી છે. પરંતુ તપાસ થાય તે પહેલા જ આરોપી સંચાલક ફરાર થઈ ગયો છે.
********
*ગ્રામ પંચાયતોમાં ખંભાતી તાળા*
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગ્રામ પંચાયતો ભગવાન ભરોશે છે. મોટાભાગની ગ્રામ પંચાયતમાં તલાટીઓ આવતા નથી. જેના કારણે સ્થાનિક લોકોને સરકારી કામો માટે ધરમધક્કા ખાવા પડે છે.
********
*વિરપુર જલારામ મંદિર ત્રણ દિવસ રહેશે બંધ*
આગામી હોળી-ધૂળેટીના તહેવારો દરમ્યાન વિરપુર ખાતેના જલારામ મંદિરમાં પૂજ્ય બાપાના ભક્તોનો ઘસારો થવાની પણ સંભાવના જોવા મળે છે જેને લઈને નિર્ણય લેવાયો છે.આવતા શનિવારથી શનિ/રવિ/સોમ એમ ત્રણ દિવસ પૂજ્ય જલારામ બાપાના દર્શન ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે.
*******
*કાગળ પર મરી જનાર, કમલેશ ઉર્ફે કમલ ચંદવાણીપુનામાં શબાબની પાર્ટી માણતા જીવતો ઝડપાયો*
*કમલેશ ચંદવાણીના ત્રણ દિવસના રિમાન્ડ પર પુત્ર વરુણ ચંદવાણી ભૂગર્ભમાં ઉતરી ગયો છે*
સુરતના વેસુમાં રહેતા એક વ્યક્તિએ, કમલેશ ઉર્ફે કમલ ચંદવાણી સામે લાખ્ખોની છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આગોતરા જામીન મેળવવા કમલેશે ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરતા, હાઈકોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા હતા. પરંતુ બે લાખ રૂપિયા સુરતની કોર્ટમાં જમા કરાવવા આદેશ કર્યો હતો. આ રૂપિયા ભરવા ના પડે, સાથોસાથ વિમાની રકમ પાકી જાય અને લાખ્ખો રૂપિયાની લીધેલી લોનના હપ્તા ભરવાનું બંધ થઈ જાય તે માટે કમલેશે પોતાના પૂત્ર વરૂણની સાથે મળીને પોતાના મોતનું કૌંભાડ રચ્યું.
*******
*ગાંધીનગરના નવા સચિવાલયના ગેટ નંબર 7 પાસે લાગી આગ*
ગાંધીનગરના નવા સચિવાલયના ગેટ નંબર 7 પાસે આવેલી પોલીસની તંબુ ચોકીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસીબે કોઈ જ પ્રકારની જાનહાની થઈ નથી. સચિવાલય આસપાસ આવેલા ઝાડના પાંદડા ખરતા આ કચરાને બાળવામાં આવતા સમગ્ર ઘટના બની હતી.કારણ હજુ અકબંધ
*******
*કોરોના ડોમમાં વેચાઈ રહી હતી પકોડી*
અમદાવાદમાં કોરોના ડોમમાં પકોડી વેચતા હોવાનો ફોટો વાયરલ થયો છે. બોપલ બ્રિજ નીચેનો ફોટો વાયરલ થયો હતો. વાયરલ ફોટો સામે AMC એ કાર્યવાહી હાથ ધરી હતી. એસ્ટેટ વિભાગે બ્રીજ નીચે ઉભા રહેતા તમામ લારીધારકોને દૂર કર્યા હતા. તંત્રની પણ આમાં બેદરકારી સામે આવી છે.
*******
પરેશ ધાનાણીના બંગલે બંધ બારણે બેઠક
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ઘરે ગુજરાત કોંગ્રેસના નેતાઓની ખાનગી બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ અને હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા.
********
*એન.વી.રમન્ના બની શકે છે ચીફ જસ્ટીસ*
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. જસ્ટિસ એસ.એ. બોબડેની મુદત 23 એપ્રિલે સમાપ્ત થશેસુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ તેમના અનુગામી એટલે કે આગામી સીજેઆઈની નિમણૂક માટે સરકારને ન્યાયમૂર્તિ એન.વી. રમણાના નામની ભલામણ મોકલી છે. ન્યાયમૂર્તિ એન.વી.રમન્ના એસ.એ. બોબડે પછી સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. જસ્ટિસ એસ.એ. બોબડેની મુદત 23 એપ્રિલે સમાપ્ત થશે.
********
*વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી બનશે*
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સાથે ચાર ખાનગી યુનિવર્સિટી કાર્યરત છે અને વર્ષ 2023માં બે નવી ખાનગી યુનિવર્સિટી શરૂ થશે, જેમાંની રાજ્યની પ્રથમ અને દેશની 19માં નંબરની વનિતા વિશ્રામ વુમેન્સ યુનિવર્સિટી છે. આ સાથે શહેરમાં બે ઓટોનોમસ કોલેજ પણ શરૂ થનારી છે.ઉપરાંત આઇઆઇઆઇટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી પણ બનીને તૈયાર થઈ જશે. આવતા વર્ષથી ખાનગી યુનિવર્સિટી વનિતા વિશ્રામ વુમેન્સ અને સાર્વજનિક એજ્યુકેશન શરૂ થશે.
*******
*સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને કહ્યું મામલો ગંભીર છે હાઈકોર્ટમાં જાવ*
નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ નિષ્પક્ષ અને સ્વતંત્ર સીબીઆઈ તપાસની માગ કરતી મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરી હતી વડી અદાલતમાં પરમબીર સિંહ તરફથી મુકુલ રોહતગી હાજર રહ્યા હતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલાની ગંભીરતા જાણીએ છીએ આપ હાઈકોર્ટ શા માટે ન ગયા અને અનિલ દેશમુખને પક્ષકાર કેમ નથી બનાવ્યા?
*******
*મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ડિનર પાર્ટી*
મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે તો આ બધા વચ્ચે સંજય રાઉતે ડિનર પાર્ટીનું આયોજન કરતા રાજકારણ વધુ ગરમાયુ છે. 100 કરોડ રૂપિયાની વસૂલી કાંડના આરોપોને લઈને ભારતીય જનતા પાર્ટી સતત ઉદ્ધવ ઠાકરે સરકાર પણ નિશાન સાધી રહી છે. શિવસેના-કોંગ્રેસ અને એનસીપી સામે સરકારના ચિત્રને લઈને મોટું સંકટ ઉભું થયું છે.
*******
*અરવિંદ કપૂરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી લીધી મુલાકાત*
અમદાવાદ ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ નિદેશાલયના અધિક મહાનિદેશક લીધી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ગુજરાત નિદેશાલય દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.
******
*સિદ્ધપુર તાલુકાના નવ ગામના તળાવો છલકાયા: નીતિન પટેલ*
અમદાવાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને તથા ખેડૂતોને સિંચાઇની સુવિધા પૂરી પાડવા અને લાખો પશુઓને પીવાનું પાણી મળે એ માટે અમારી સરકારે નક્કર આયોજન કર્યું છે. નર્મદાના નીર થકી ઉત્તર ગુજરાતમાં સુજલામ્ સુફલામ્ યોજના અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના દ્વારા તળાવો ભરવામાં આવે છે.વિધાનસભા ખાતે પાટણ અને સિદ્ધપુર તાલુકાનાં તળાવોને પાઇપલાઇનથી ભરવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ઉમેર્યું કે, આ બંને જિલ્લામાં પાટણ તાલુકાનાં નવ ગામનાં ૨૧ તળાવોમાં ૧૬૪૦ અને સિદ્ધપુર તાલુકાનાં નવ ગામનાં ૧૫ તળાવોમાં ૨૦૫ નર્મદાના નીર આપીને ભરવામાં આવ્યા છે
*******
*સુરક્ષામાં પોલંપોલ: વિમાન સાથે કૂતરુ અથડાતા રહી ગયું*
અમદાવાદ, દેશના સૌથી વ્યસ્ત પૈકીના એરપોર્ટમાં સામેલ અમદાવાદ એરપોર્ટની હાલત અમદાવાદના રોડ જેવી જ છે. રોડ જેમ જ અમદાવાદ એરપોર્ટના રન-વેમાં પણ ક્યારેક ગાય ક્યારેક વાંદરા તો ક્યારેક શ્વાન દોડતા જોવા મળે છે. શરીરમાં હૃદય જેટલું જ મહત્વ એરપોર્ટમાં રન-વેનું હોય છે. પરંતુ એરપોર્ટ ખાતે રન-વેની જાળવણીમાં અવાર-નવાર છીંડા સામે આવી રહ્યા છે
********
*નકલી પીએસઆઇ ને અસલી પીએસઆઇએ ઝડપી લીધો*
અમદાવાદના રામોલ પોલીસે વૈભવી કાર લઈને જતા એક શખ્સને શકના આધારે રોક્યો હતો. જેમાં તપાસ કરતા ડ્રાઇવરે કહ્યું, મારા જમાઈ પીએસઆઇ છે હમણાં આવશે અને એક વ્યક્તિ પીએસઆઇની યુનિફોર્મમાં ત્યાં આવ્યો પણ પોલીસ તેમને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ તો તે નકલી પોલીસ હોવાની વિગત સામે આવી હતી. આ અંગે રામોલ પોલીસે હાલ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
*******
*ગાંધીનગરમાં 11 વોર્ડ માટે 334 લોકો એ દાવેદારી નોંધાવી*
ગાંધીનગર મહાનગર પાલિકા માટે ચૂંટણી યોજાનાર છે જેમાં 11 વોર્ડ માટે 334 લોકો એ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં પૂર્વ કોર્પોરેટર અને મેયર સહિતના દાવેદારો નો સમાવેશ થાય છે પરંતુ ઉમેદવારો ની પસંદગી માં પણ ગત વખતની ફોર્મ્યુલા મુજબ જ પસંદગી કરવામાં આવશે. મનપા માટે બીજેપીના નેતાઓએ લાઇન લગાવી છે. બીજેપી એ ગઈકાલે 4 ટિમ બનાવી 11 વોર્ડ ના 44 ઉમેદવાર માટે સેન્સ ની પ્રક્રિયા હાથ ધરી હતી.
*******
*જુનાગઢ: ટૂંક સમયમાં કેસર કેરી બજારમાં જોવા મળશે*
શરૂઆતમાં ખેડૂતોને 700 થી 800 રૂપિયા પ્રતિ 10 કીલો બોક્સમાં ભાવ રહેશે?જુનાગઢ: ફળોનો રાજા ગીરની કેસર કેરીનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. તેની સામે એક્સપોર્ટનું પ્રમાણ પણ વધ્યું છે. હવે સ્વાદના શોખીનો માટે ટૂંક સમયમાં કેસર કેરી બજારમાં જોવા મળશે. સ્વાદના શોખીનો માટે સારા સમાચાર છે. કેસર કેરી આંબા પર પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે. શરૂઆતમાં જે આંબા પર ફ્લાવરિંગ થયું હતું તે કેસર કેરી તૈયાર થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં કેરી બજારમાં જોવા મળશે.
********
*રંગ-પીચકારી વેચતા વેપારીઓની જિંદગી બેરંગ બની*
સુરત-અમદાવાદમાં ધૂળેટીના પર્વને ફરી એકવાર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થવાને પગલે આવનાર ધૂળેટીના તહેવારમાં રંગો એકબીજા પર ઉડાડી જે પર્વની ઉજવણી કરવામાં આવતી હતી તેના પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. જેને લઈ અવનવી પિચકારી અને રંગોના વેપારીઓ સરકારના આ પ્રકારના પ્રતિબંધને લઈ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
********
*છોટાઉદેપુર: બસ ડેપોમાંથી એસટી બસ લઇ ચોરાઈ*
છોટાઉદેપુર: ગુજરાતમાં પણ હવે ચિત્ર વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહે છે. આવી ઘટનાઓ જાણીને એક તરફ હસવું પણ આવે છે અને એક તરફ ગુસ્સો પણ આવતો હોય છે. છોટાઉદેપુર જિલ્લામાં આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાનાં એસ.ટી ડેપોમાંથી એક ઠગે બસ જ ઉઠાવી લીધી હતી. છોટાઉદેપુર માંડવી બસને અજાણ્યો વ્યક્તિ એસ.ટી બસ લઇને મધ્યપ્રદેશ તરફ લઇને ફરાર થઇ ગયો હતો
********
*ફેસબુક ફ્રેન્ડ બની ઠગાઇ કરતી મહિલા, નાઇઝિરિયન યુવક ઝડપાયા*
વડોદરા; દાહોદ: લીમડીની એક મહિલાને તેના ફેસબુક એકાઉન્ટ ઉપર બે વ્યક્તિઓએ મિત્રતા કરી ગિફ્ટની લાલચ આપી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ.૫.૪૨ લાખ પડાવી લઈ ઓનલાઈન ઠગાઈ કર્યાની ફરિયાદ મહિલાએ લીમડી પોલીસ મથકે નોંધાવી હતી. ઠગાઇના આ ગુનામાં સાત માસ બાદ એક મહિલા સહિત બે શખ્સોની મુંબઈથી ધરપકડ કરી દાહોદ ખાતે લઈ આવવામાં આવ્યા હતા
*******
*વડોદરામાં અગરબત્તી બનાવતી કંપનીમાં આગ*
વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની 15 ગાડી દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં જાનહાનિના અહેવાલ મળ્યા નથી.જોકે 10 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.
*******
*આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવની હત્યા*
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડની સામે હત્યાની ઘટના સામે આવી છે. કારમાં સવાર આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવ પર હુમલો કરી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ધોળા દિવસે ચપ્પુના ધા મારી અજાણ્યા ઈસમો ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
********
*આજથી મેટ્રો ટ્રેન દોડતી થશે*
શહેરમાં હાલ કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને જોતા શહેરમાં તંત્ર દ્વારા AMTS-BRTS, હોલ્સ, બાગ-બગીચા સહિતને બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે આવતી કાલથી મેટ્રો ટ્રેન સેવા ફરી શરૂ થઈ રહી છે. જીએમઆરસીના જણાવ્યા અનુસાર, કાલે સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન શરૂ થઈ રહી છે. લોકલ સંક્રમણ વધતા AMTS-BRTS બસ સેવા બંધ થતા નોકરીયાતો તેમજ સામાન્ય મુસાફરોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. બીજી તરફ રિક્ષા ચાલકો પણ બેફામ ભાડા વસૂલી રહ્યા છે. તેવામાં હવે મેટ્રો ટ્રેન શરૂ થયા લોકોને થોડી રાહત મળી શકે છે.
********
*બે જજ સહિત કોર્ટના 11 કર્મી સંક્રમિત*
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોનો સાથે સાથે નેતાઓ અને અધિકારીઓ પણ કોરોનાની ઝપટે એક બાદ એક ચડી રહ્યાં છે. આજે રાજકોટ ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનમાં કોરોના વિસ્ફોટ થયો છે. ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનના અધિકારીઓ અને પરિવારજનો સહિત 18 લોકો, આ ઉપરાંત શહેરમાં બે જજ સહિત કોર્ટના 11 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે,
*******
*ચાર્ટડ એકાઉન્ટન્ટ મિતેષ ત્રિવેદી અને ભૌમિક ગાંધીની ધરપકડ કરી*
રાજયમાં થયેલા ખેત તલાવડી કૌભાંડમાં ઓડિટ કરનાર કંપનીના ચાર્ટડ એકાઉન્ટન્ટ સામે ACBએ કાર્યવાહી કરી છે. સમગ્ર કેસમાં તપાસ દરમ્યાન પીપરા એન્ડ કંપનીની ગેરરીતિ બહાર આવી હતી, જે મામલે ઓડિટર નમન પીપારા અને જ્ઞાનચંદ પીપરા સામે LOC(લૂક આઉટ સર્ક્યુલર) જાહેર કરી છે. જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે કાયદાકીય કાર્યવાહી કરતા મિતેષ ત્રિવેદી અને ભૌમિક ગાંધીની ધરપકડ કરી છે. આરોપી ભૌમિક ગાંધીની વલસાડ કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરાઈ હતી. ચાર્જશીટ બાદ પણ નામંજૂર કરાઈ હતી. બંને એકાઉન્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે. ખેત તલાવડીના સમગ્ર કેસમાં 99 જેટલા તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી.
*******
*વકીલે હનુમાનનો વેશ ધારણ કરીને શહેરીજનોને જાગૃત કર્યા*
કોરોના વાયરસ અને તેની સામે રક્ષણ આપતી વેક્સિનને લઈને સમાજમાં જાગૃતિ આવે તે માટે અનેક સંગઠનો, સરકારી સંસ્થાઓ જાગૃતિ અભિયાન ચલાવીને જેમ બને તેમ લોકોને જાગૃત કરવાના પ્રયાસો કર્યા છે. ત્યારે નવસારી શહેરમાં વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા પ્રદીપ ગડકુશ વિવિધ જાગૃતિ અભિયાન દ્વારા વર્ષોથી મતદાન, મોંઘવારી જેવા અનેક વિષય પર જાગૃતિ અભિયાન ચાલવામાં પ્રખ્યાત છે, જેને લઈને તેઓ શહેરનું ધ્યાન આકર્ષિત કરે છે.
*🙏🙏thaend🙏🙏*