*જામનગરમાં ઉપવાસ પર ઉતરેલા આપના કાર્યકરોની અટકાયત કરતી પોલીસ, ઉપવાસનો મંડપ તોડી પડાયો*

જામનગર: દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલન ને આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપી આજે રાજ્યભરમાં આપ દ્વારા પ્રતીક ઉપવાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જામનગર લાલ બાંગ્લા ખાતે આપ દ્વારા ઉપવાસ પર ઉતરેલા કાર્યકરોને પોલીસ દારા અટકાયત કરવામાં આવી હતી. આશરે 15 જેટલા આપના કાર્યકરોની અટકાયત કરી બી ડિવિઝન લઈ જવામાં આવ્યા હતા અને જે મંડપમાં ઉપવાસ પર બેઠા હતા તેને પણ પોલીસ દારા તોડી પાડવામાં આવ્યો હતો. કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રો ચાર કરવામાં આવ્યા હતા.