મુખ્ય સમાચાર..

*99 વર્ષના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપાને મોદીએ ફોન કર્યો*
વડાપ્રધાન મોદી આટલી વ્યસ્તતા વચ્ચે પણ પ્રેરણારુપ કામ કરનાર લોકોની પીઠ થાબડવાનું ચૂકતા નથી. એમણે ગુજરાતના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમરને ફોન કરીને કોરોનાની બીમારી સામેની લડાઈમાં પોતાનો સહયોગ આપવા બદલ હ્રદયપૂર્વક અભિનંદન આપ્યા હતા.કારણ એ હતું કે આ પૂર્વ ધારસભ્યએ કોરોના સામેની લડાઈમાં પોતાના તરફથી ૫૧,૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો છે.તેમના આ અભિગમને બિરદાવતા વડાપ્રધાને કહ્યું કે “આટ્લી જૈફ વય આપના જુસ્સાને હું બિરદાવું છુ આપના જેવા લોકોના કારણે જ આપણી સંસ્કાર પરંપરા ઉજળી બની છે, બાપા, આ ઉંમરે પણ આપ આટલું પ્રેરણારૂપ શ્રેષ્ઠ કામ કરો છો આપને વંદન કરુ છુ ખુબ ખુબ આભાર અને આપની તબિયતનું ધ્યાન રાખજો હજી ઘણા વર્ષ જીવવાનું છે
**********
*ક્વોરન્ટાઈન તોડ્યાની ભારતીય બિઝનેસમેનને કેદની સજા*
હોંગકોંગઃ હોંગકોંગની કોર્ટે આજે એક ભારતીય બિઝનેસમેનને કેદની સજા સંભળાવી છે. હકીકતમાં, બિઝનેસમેનને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા પરંતુ તે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર જ બહાર નિકળી ગયા અને નિયમોનું ઉલ્લંઘન કર્યું. ઘાતક કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે દુનિયાભરના દેશોમાં જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં હોંગકોંગમાં પણ બીજા દેશોથી પાછા આવનારા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. ક્વોરન્ટાઈનના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે 31 વર્ષીય દીપક કુમારને ચાર સપ્તાહ માટે કેદની સજા આપવામાં આવી છે.
*********
*ગોવા પછી મણિપુર પણ કોરોના મુક્ત*
મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજ્ય નોવોલ કોરોના વાઇરસની ઝપટમાંથી મુક્ત થયું છે. તેમણે ટ્વિટર હેન્ડલ દ્વારા આ વાતની જાહેરાત કરી હતી. આ પહેલાં રવિવારે ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે પણ દાવો કર્યો હતો કે રાજ્યમાં હવે એક પણ કોરોનાનો દર્દી નથી. તેમણે રાજ્યની જનતાને અપીલ કરી હતી કે જે રીતે તમે સહયોગ કર્યો એ રીતે ત્રીજી મે સુધી વહીવટી તંત્રને પણ સહયોગ કરજો
*********
*ગાંધીનગર કોરોના મુક્ત શહેર એકપણ કોરોનાનો દર્દી નથી*
અમદાવાદ. રાજ્યનું પાટનગર ગાંધીનગર હવે કોરોનામુક્ત શહેર બની ગયું છે. ગાંધીનગરમાં હવે એકપણ કોરોનાનો દર્દી નથી. પાટનગરમાં સૌ પ્રથમ દર્દી ઉમંગ પટેલ પણ આજે 30 દિવસની સારવાર બાદ સાજા થઈ જતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી તેઓને રજા આપવામાં આવી હતી આમ ગાંધીનગર શહેરમાં હવે એકપણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત નથી. ગાંધીનગર શહેરમાં એકમાત્ર ઉમંગ પટેલના પરિવારના 11 લોકો કોરોના ના ભોગ બન્યા હતા. જેમાં ઉમંગનાં દાદાનું અવસાન થયું હતું જ્યારે બાકીના સભ્યો એક બાદ એક સાજા થઈ ગયા હતા.
********
*સુરતમાં પૂર્ણેશભાઈ મોદી પ્રવીણભાઈ પટેલ અંતર્ગત રોટલી અભિયાન*
સુરત જરૂરિયાતમંદ લોકો માટે નમો નામનો શબ્દ રોટલીના સેતુમાં બદલાય ગયો હોય એમ કહીં શકાય છે. હાલ સુરત અડાજણ વિસ્તારમાં ધારાસભ્યની એક પહેલ નમો રોટી દાનને લઈ લોકો મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. એટલું જ નહીં પણ છેલ્લા 10 દિવસમાં લગભગ અડાજણની હાયફાય 40 સોસાયટીવાસીઓએ લગભગ 1.25 લાખ રોટલીઓનું દાન કરી ભુખ્યાને ભોજન પહોંચાડતી સંસ્થાઓની સુંદર કામગીરીમાં સહભાગી બન્યા છે.અડાજણમાં ભોજન વ્યવસ્થાનું આયોજન ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અભિયાન અંતર્ગત કોર્પોરેટર પ્રવીણભાઈ પટેલ સાથે સંકલન કર્યું છે
********
*લોકડાઉન દરમિયાન તોફાન ફાટી નીકળ્યા*
કોરોના વાયરસના પગલે વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે.પરંતુ ફ્રાન્સના પેરિસમાં લોકડાઉન દરમિયાન એથનિક માઈનોરિટી સામે કડક વલણ અપનાવવાના કારણે પોલીસ પર લોકો રોષે ભરાયા છે અને તેના કારણે તોફાન ફાટી નીકળ્યા છે. પોલીસે તોફાનીઓને કાબૂમાં કરવા માટે ટીયર ગેસ અને બેટનનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ તોફાન નોર્ધન પેરિસના વિલેન્યુવ-લા-ગારેનેમાં થયા છે.તોફાનીઓએ રસ્તામાં ફટાકડા ફોડ્યા હતા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે બળનો પ્રયોગ કર્યો હતો. 30 વર્ષીય એક વ્યક્તિ પોલીસની અનમાર્ક્ડ કાર સાથે અથડાઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ આ તોફાન ફાટી નીકળ્યા હતા. ફ્રાન્સમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ઘણી ગંભીર છે અને પ્રમુખ ઈમેનુએલ મેક્રોંએ દેશમાં 11 મે સુધી લોકડાઉન વધારી દીધું છે. જોકે, ફ્રાન્સમાં હવે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી હોય તેવા સંકેત મળી રહ્યા છે.
*********
*રાજ્યમાં તબલીઘ જમાતના વધુ ત્રણની ધરપકડ કરવામાં આવીઃ રાજ્ય પોલીસ વડા*
ગાંધીનગર. લોકડાઉન પહેલા મહારાષ્ટ્રના ભુસાવળ જઈને આવેલા તબલીઘ જમાતના વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેની સામે ગાંધીનગર પોલીસ દ્વારા જયારે વધુ એક વ્યક્તિ જે યુપીથી પંચમહાલ આવી હતી તેની ગોધરાના બી-ડિવિઝન પોલીસે ધરપકડ કર્યા બાદ તેમને કોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. આ દૃષ્ટિએ તબલીઘ જમાતના વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની પુષ્ટિ ઝાએ કરી હતી.
**********
*ગાંધીનગરના ચીલોડામાં વેપારી અને ઝુંડાલમાં એક ફાર્માસિસ્ટને કોરોના પોઝિટિવ*
ગાંધીનગર તાલુકામાં કોરોના પોઝિટિવનાં પાંચ કેસ નોંધાતાં ગ્રામજનોમાં ફફડાટ ગાંધીનગર તાલુકાનાં નાના ચિલોડા ખાતે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં આવેલ ખાનગી સોસાયટી ક્રિષ્ના બંગલોઝમા ચવાણુ વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીનો કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે અને ગાંધીનગર તાલુકાનાં ઝુંડાલ ગામમાં રહેતાં અને અમદાવાદ ખાતે ઘાટલોડિયા હેલ્થ સેન્ટરમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતાં એક આધેડને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગાંધીનગરમાં રચવામાં આવેલી કલસ્ટર ટીમ ખોરજ, જમીયતપુરા અને શેરથાની મુલાકાતે હતી ત્યારે ઝુંડાલ ગામમાં જિલ્લાનો કોરોના પોઝિટિવનો ૧૯મો કેસ બહાર આવ્યો હતો
**********
*અમદાવાદઃ કોરોનાના કેસ આવતા ભાગદોડ*
અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલા ગોતા નજીકના સત્યમેવ વિસ્ટામાં રહેતા પી.એચ.સી. સેન્ટરના ડોક્ટરને કોરોના પોઝિટિવ આવતા ભારે દોડ ધામ મચી ગઈ હતી. કોરોનાની મહામારી વચ્ચે સેવા આપી રહેલા લોકો મોટી સંખ્યામાં હવે ભોગ બની રહ્યા છે. કોરોનાના ચેપથી પોલીસ કર્મચારીઓ, નર્સ અને ડોક્ટર સંક્રમણમાં આવવા લાગતા રાત દિવસ સેવા આપતા લોકોમાં ભય ફેલાઇ રહ્યો છે.શહેરની ગરીબ વસ્તી હોય કે પોશ વિસ્તાર વાયરસના સંક્રમણથી ભયભિત થઈ ગયા છે. શહેરના ગોતા વિસ્તારમાં આવેલા સત્યમેવ વિસ્ટા એપાર્ટમેન્ટના અમુક ભાગને આરોગ્ય ખાતાના કર્મચારીઓએ સ્વચ્છ કરી, ફાયર બ્રિગેડની ગાડી તેમજ ફોગીંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કર્યો હતો.
**********
*પાણી કરતા પણ સસ્તું થયું પેટ્રોલ*
અમેરિકન ક્રૂડ ઓઇલની કિંમત સોમવારે 21 વર્ષના પોતોના નિમ્ન સ્તર 15 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઇ. આ ઘટાડા બાદ દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ આયાત કરતા પણ સસ્તુ થઇ ગયું. ભારત પોતાની જરૂરિયાતનું 83 ટકાથી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે. તેના માટે ભારતે દર વર્ષે 100 અબજ ડોલર ચુકવવા પડે છે.એક લીટર ક્રૂડ 7.13 રૂપિયાના ભાવે પડે ડોલર સામે નબળા રૂપિયાથી ભારતનું આયાત બિલ વધે છે. ડિમાન્ડમાં ઘટાડાના પગલે હાલમાં એક લિટર ક્રૂડ ઓઇલ પાણીની બોટલ કરતા પણ સસ્તુ છે. વર્તમાન સ્થિતિ પ્રમાણે એક બેરલ ક્રૂડ ઓઇલનો ભાવ ભારતીય રૂપિયામાં 1140 રૂપિયા થાય છે. એક બેરલમાં 159 લીટર ક્રૂડ હોય છે એટલે કે એક લીટર ક્રૂડ 7.13 રૂપિયાના ભાવે પડે છે.
*********
*મોડાસાની Covid-19 હોસ્પિટલમાંથી 6 દર્દી ફરાર, તંત્ર ધંધે લાગ્યુ*
અરવલ્લીના મોડાસાની Covid-19 હોસ્પિટલમાંથી 6 દર્દી એક સાથે ફરાર થઇ જતા તંત્ર દોડતુ થઇ હતું. ફરાર થયેલા દર્દીઓમાં 4 એવા દર્દી છે જેના રિપોર્ટની તંત્ર રાહ જોઇ રહ્યું છે. જ્યારે બે દર્દીઓ તો કોરોના પોઝીટીવ જ છે. આ ઘટના બાદ પોલીસ વડા સહિત એલસીબી અને એસઓજીની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જોકે, ફરાર થયેલા બે કોરોના પોઝીટીવ દર્દીમાંથી એક દર્દી પરત ફર્યો છે.
********
*59 જિલ્લા કોરોના મુક્ત*
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 59 જિલ્લા કોરોનાથી મુક્ત થઈ ગયા છે. આ જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોરોનાનો કોઈ કેસ નથી નોંધાયો. તો, પુડુચેરીમાં માહે, કર્ણાટકમાં કોડાગુ અને ઉત્તરાખંડમાં પૌડી ગઢવાલમાં છેલ્લા 28 દિવસોમાં કોઈ કેસ નથી નોંધાયો.
*નિયમોનું ઉલ્લંઘન*
તો બીજી તરફ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, કેરળ સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન અપાયેલી છૂટ ડિઝાસ્ટર એક્ટ 2005 અંતર્ગત જાહેર કરાયેલા નિયમોનું ઉલ્લંઘન છે. રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી છે કે તે એ ગતિવિધિઓની મંજૂરી ન આપે જેની મંજૂરી ગૃહ મંત્રાલય દ્વારા નથી આપવામાં આવી
*********
*શું લોકાડઉન વચ્ચે ખુલશે હવાઈ સેવા ? અમદાવાદ એરપોર્ટમાં તૈયારીઓ શરૂ*
લોકડાઉન ખુલવાને હજુ 14 દિવસ જેટલો સમય બાકી છે. ત્યારબાદ હવાઈ સેવા શરૂ થશે કે નહીં તે અંગે અસમંજસતા છે. આ વચ્ચે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી છે. એરપોર્ટ પર પેસેન્જર સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકે તે માટે તૈયારીઓ આરંભી છે. ઊભા રહેવા તેમજ બેસવા માટે માર્ક કરવામાં આવ્યા છે
**********
*મુંબઈમાં 53 પત્રકારોને કોરોના પોઝીટીવ*
ડોક્ટરો અને પોલીસ બાદ પત્રકારો કોરોનાની ઝપેટમાં 53 પત્રકારોને કોરોના પોઝીટીવ કોરોના વાયરસ પોતાનો પગપેસારો ધીમે ધીમે વધારી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. આ વચ્ચે દેશમાં દુખદ ઘટના એ બની રહી છે કે દેશમાં કોરોના વોલિયેન્ટર, ડોક્ટરો પોલિસ બાદ હવે પત્રકારોને પણ કોરોનાનું સંક્રમણ થયુ છે. મુંબઈમાં સૌથી વધુ કોરોના સંકટ વચ્ચે 53 જેટલા પત્રકારોનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. એમાં કેટલાક ફિલ્ડ રિપોર્ટરો પણ છે. મુબઈમાં સવારે તેનો રિપોર્ટ આવ્યો છે.
*********
*પાલઘરની ઘટના પર બોલ્યા ઉદ્ધવ હિન્દુ-મુસ્લિમ જેવું નથીઅફવા ફેલાવી તો કડક કાર્યવાહી થશે*
મહારાષ્ટ્રના પાલઘરમાં થયેલી મોબ લિન્ચિંગ બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની સરકાર નિશાના પર આવી છે. સોમવારે ઉદ્ધવ ઠાકરેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સરકાર કોઈ પણ દોષિતને છોડશે નહીં. લોકો આ મુદ્દાને ભડકાવવાની કોશિષ ના કરે.યોગી આદિત્યનાથ અને અમિત શાહ સાથે કરી વાત ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હિન્દુ-મુસ્લિમ જેવો કોઈ મામલો નથી. આ અંગે મારી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાત થઈ. દરેકને એ વાત સમજાવવામાં આવી છે કે આ ધર્મ સાથે જોડાયેલો મુદ્દો નથી, પણ જે લોકો સોશિયલ મીડિયા દ્રારા અફવા ફેલાવવાની કોશિષ કરી રહ્યાં છે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
**********
*સુરતમાં વધુ 9 કેસ સાથે એક જ દિવસમાં 11 કેસ નોંધાતા આંકડો 253* *કિરણ હોસ્પિટલની મહિલા તબીબનો રિપોર્ટ પોઝિટિવ*
*વધુ 11 કેસ નોંધાયા*
લિંબાયતના અંબાનગરમં રહેતી નુરબાનુ મહમ્મ્દ હનિફ શૈખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગોડાદરાના લક્ષમીનગરમાં રહેતી સરીતા કલ્પેશ ખટીકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે અન્ય 9 કેસ નોંધાયા છે.મહિલા તબીબનો રિપોર્ટ પોઝિટિવ
*********
*અમદાવાદ,રાજકોટ અને સુરતમાં ૨૪મીસુધી લંબાવાયો કરફ્યુ*
ગુજરાતમાં કોરોના કેસનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. જેમાં સવારથી લઇને સાંજના પાંચ વાગ્યા સુધીમાં વધુ 93 કેસ નોંધાય ચૂક્યા છે. તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 196 કેસ નોંધાયા છે. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મોટા શહેરમાં જે કર્ફ્યૂ લાદવામાં આવ્યુ હતુ તેને 24 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા અને હોટસ્પોટ વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યુ હતુ.મોટાભાગના કેસ આ ત્રણેય શહેરોમાં નોંધાયા
ગુજરાતમાં કોરોનાના સંકટને પગલે કફર્યૂની સમય મર્યાદામાં વધારો કરાયો છે.
**********
*રાજુલામાં પતંગની દોરી ફસાતા ડ્રોન નીચે ખાબકતા ભાંગી ગયું*
અમરેલી. રાજુલાના ઘાસીવાડા વિસ્તારમાં પોલીસ ડ્રોન મારફત પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે આકાશમાં ઉડતા પતંગની દોરીમાં ફસાતા નીચે ખાબક્યું હતું. બિન જરૂરી બહાર નીકળતા યુવાનોને પકડવા માટે પોલીસ ડ્રોનથી પેટ્રોલીંગ કરી રહી છે. ત્યારે પતંગની દોરીએ જ ડ્રોનને ભરખી લીધું હતું. ડ્રોન તૂટી પડતા રાજુલા પોલીસ ડ્રોન વિહોણી બની છે. રાજુલા પોલીસ પાસે એક જ ડ્રોન હતું અને તે પણ તૂટી ગયું છે.
*********
*લૉકડાઉન ઇફેક્ટ: ઘરમાં ખાવા માટે કંઇ ન હતું તો કોબરાને મારીને ખાઇ ગયા*
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં આજકાલ 3 મે સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક Video વાયરલ થઇ રહ્યો છે, જેમાં ત્રણ લોકો 10 ફૂટ લાંબા કિંગ કોબરાને મારીને ખભા પર લટકાવતા નજરે આવે છે. આ Video અરુણાચલ પ્રદેશના નાહરલગુન વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જણાવી દઇએ કે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ઘણાં લોકો જંગલી જાનવરોનું મીટ ખાય છે.
2 મિનિટ 20 સેકેન્ડના આ Videoને જોઇને તમે દંગ રહી જશો. ત્રણ યુવકોએ કોબરાને મારીને તેના ખભા પર લટકાવ્યો છે. તેની આસપાસ ગામના બાળકો નજરે આવી રહ્યાં છે. Video બનાવનારે જ્યારે તેને પૂછ્યું કે તેમણે આ સાપને કેમ માર્યો તો તેના જવાબ હતો કે ઘરમાં ખાવાના ચોખા ખતમ થઇ ગયા છે. તેથી જંગલમાં જ્યારે તેમને આ સાપ દેખાયો તો તેમણે તેને મારી નાંખ્યો અને હવે તે તેને રાંધીને ખાશે. જમીન પર નીચે કેળાના પાન પાથરેલા હતાં તેના પર મુકીને હવે આ લોકો તેનું મીટ તૈયાર કરશે.
વન અધિકારીઓએ જણાવ્યું કે આ લોકો વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે
*********
*ચીનથી આવેલી આ કીટ સામાન્ય શરદીમાં પણ રિપોર્ટ બતાવે છે કોરોના પોઝિટીવ*
કોરોના ટેસ્ટ માટે ગુજરાતમાં ચીનથી રેપીડ ટેસ્ટ કીટ આવી છે. જેનું પરીક્ષણ વડોદરામાં આવેલી બાયોટેકક્નિકલ લેબમાં થશે. સુત્રોની જાણકારી મુજબ રેપીડ ટેસ્ટ કીટના પરિણામને લઈને આરોગ્ય વિભાગને શંકા છે. સામાન્ય શરદી હોય તો પણ રેપીડ ટેસ્ટ કીટમાં પરિણામ પોઝિટિવ બતાવે છે. બરોડા બાયોટેક્નિકલ લેબના પરીક્ષણ બાદ આ ટેસ્ટ કીટનો ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 24 હજાર રેપીડ ટેસ્ટ કીટ મંગાવી હતી.
*******
*સાધુઓની હત્યા પર અમિત શાહે માગ્યો રિપોર્ટ*
મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુ સહિત ત્રણ લોકોને માર મારીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાને કેન્દ્ર સરકારે પણ સંજ્ઞાનમાં લીધી છે. ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી છે.કેન્દ્રીય ગૃહમંત્રાલયે રિપોર્ટ માગ્યો ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે રાજ્ય સરકાર પાસેથી એક રિપોર્ટ પણ માંગ્યો છે.
********
*લોકડાઉનની માર્ગદર્શિકાનું પાલન કરો રાજ્ય સરકારોને આદેશ*
નવી દિલ્હીઃ કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપતાં કહ્યું છે કે તેઓ બધા કોરોના વાઇરસ રોગચાળાથી લડવા માટે કરવામાં આવેલા લોકડાઉન માર્ગદર્શિકાનું સખતાઈથી પાલન કરે અને એનું ક્યાંય પણ ઉલ્લંઘન ના થાય એનું ધ્યાન રાખે. રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોથી વાતચીતમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું હતું કે કેટલાંક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા આદેશ જારી કરી રહ્યા છે
**********
*UPના CM યોગી આદિત્યનાથના પિતાનું નિધન*
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટ (89)નું નિધન થયું છે. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. પાછલા મહિને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ માં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.તેમના પાર્થિવ શરીરને રસ્તા માર્ગે તેમના ઉત્તરાખંડ સ્થિત ગામમાં લઈ જવામાં આવી રહ્યું છે. ત્યાં તેમના અંતિમ સંસ્કાર આપવામાં આવશે. તેમને પેટમાં દર્દ અને શ્વાસ લેવામાં તકલીફને 12 માર્ચથી દિલ્હીની દાખલ કરવામાં આવ્યા હતા
********
*હવે પેરિસ પાણીમાં મળ્યો કોરોના વાયરસ 4 સેમ્પલ પોઝીટીવ*
દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસ વિશે જેટલી માહિતી એકત્ર કરી રહ્યા છે તેટલા જ ડરામણા પરિણામો જોવા મળી રહ્યા છે. તેના આટલાં જ ડરામણા પરિણામો વચ્ચે ફ્રાંસની રાજધાની પેરિસનાં પાણીમાં કોરોના વાયરસ મળ્યો છે. જોકે, રાહતની વાત એ છેકે, આ પાણી પીવા લાયક નથી. વૈજ્ઞાનિકો મુજબ, કોરોનાનાં બહુજ બારીક નિશાન પાણીમાં જોવા મળ્યા છે.
********
*જૂનાગઢમાં ફળોના રાજા કેસર કેરીની બજારમાં એન્ટ્રી*
ફળોનો રાજા ગણાતા કેસર કેરીની આવક જૂનાગઢમાં શરૂ થઈ ગઈ છે. આજે 400 થી 500 જેટલા બોક્સની માર્કેટિંગ યાર્ડમાં આવક શરૂ થઇ ગઈ છે. આ વખતે કેરીને અનુકૂળ વાતાવરણ ન હોવાના કારણે એકાદ મહિનો કેરીની સિઝન મોડી શરૂ થઈ છે.400 થી 500 જેટલા બોક્સની આવક થઇ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીના 400 થી 500 જેટલા બોક્સની આવક થઇ હતી
*******
*હવે માસ્ક નહીં તો પેટ્રોલ નહીં મળે*
નવી દિલ્હીઃ પેટ્રોલ પમ્પ્સ પર કામ કરી રહેલા કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને નક્કી કર્યું છે કે દેશભરમાં ફેલાયેલા કોરોના વાઈરસ રોગચાળાને કારણે જે ગ્રાહકો ફેસ માસ્ક પહેર્યા વગર પેટ્રોલ પમ્પ્સ પર આવે એમને ઈંધણ વેચવું નહીં.એસોસિએશનના પ્રમુખ અજય બંસલે કહ્યું છે કે અમે અમારા કર્મચારીઓની સુરક્ષાને ખાતર આ નિર્ણય લીધો છે.
*******
*સાપુતારામાં વાહનચાલકોનું સ્ક્રિનિંગ વાહનોનું નહીં*
સાપુતારા. રાજ્યના છેવાડાના મહારાષ્ટ્રની સરહદને અડી આવેલ સાપુતારા ચેકપોસ્ટ પરથી દરરોજ 300થી વધુ નાના-મોટા વાહનો શાકભાજી, ફળ-ફળાદી અને દૂધ લઈ આવનજાવન કરે છે. જેમાં તંત્ર દ્વારા માત્ર વાહન ચાલક અને ક્લીનરનું સ્ક્રિનિંગ કરી વાહનને સેનેટાઈઝર કર્યા વગર જ જવા દેવાય છે. ત્યારે સવાલ એ થાય છે કે જો કોરોના વાયરસ ધાતુ, કપડાં અને એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ ફેલાતો હોય તો આંતરરાજ્ય માંથી આવતા વાહનોના વાયરસને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા કર્યા વગર જ પસાર કરતા હોય તંત્રની ગંભીર બેદરકારી છતી થઈ રહી છે.
*********
*વિજય માલ્યા બ્રિટનની હાઈકોર્ટમાં ભારત સામેની અપીલ હારી ગયો*
લંડનઃ લિકર ઉદ્યોગનો મહારથી વિજય માલ્યા તેના ભારત પ્રત્યાર્પણના આદેશ સામેની અપીલ બ્રિટનની હાઈકોર્ટમાં હારી ગયો છે.હાલ બંધ થઈ ગયેલી પોતાની કિંગફિશર એરલાઈન્સ માટે ભારતની અનેક બેન્કો પાસેથી 9000 કરોડની લોન લઈને તે ચૂકવ્યા વગર ભારતમાંથી ભાગી જવાનો માલ્યા પર આરોપ છે. ભારત સરકારે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
********
*કોરોનાના 1,410 કેસ નોંધાયા, અડધે અડધા ભારતીયો*
સિંગાપોરમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસમાં જોરદાર વધારો જોવા મળતા વહીવટીતંત્રની ચિંતા વધી ગઇ છે, સોમવારે રેકોર્ડ 1,426 નવા કેસ નોંધાયા જેમાંથી 1,410 કેસ ડોરમેટ્રીમાં રહેતા ભારતીયો સહિત વિેદેશી કામદારોનાં છે, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે નવા કેસ આવતા કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 8,104 થઇ ગઇ છે.

મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે અમે કેસની વિસ્તૃત માહિતી મેળવી રહ્યા છીએ અને રાત્રે આ સંબંધમાં વિષદ માહિતી મળી જશે. કોવિડ-19નાં વધતા કેસને જોતા વિદેશી કામદારોનાં 18 ડોરમેટ્રી આઇસોલેશન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. પુનગ્ગોલ સ્થિત S11 ડોરમેટ્રી કોવિડ-19 સંક્રમિતોનાં મોટા કેન્દ્રરૂપે ઉભર્યું છે.

જ્યાં અત્યાર સુધીમાં 1,508 લોકોમાં સંક્રમિતોની પુષ્ટી થઇ છે, બીજુ મોટું કેન્દ્ર સુંગેઇ ટેનગાહ લોજ છે. જ્યાં 521 કેસ નોંધાયા છે. આ દરમિયાન સિંગાપોર વહીવટીતંત્રએ કન્સ્ટ્રક્સન સેક્ટરમાં કાર્યરત તમામ વિદેશી મજુરોને અગમચેતીનાં ભાગરૂપે 4 મહિના સુધી ઘરમાં જ રહેવાનાં હુકમ કર્યા છે.
*********