દાંતા ખાતે રાજપૂત સમાજ ના યુવા આગેવાનો દ્વારા કાનેસર નાં રાજપૂત બાળક ની ગંભીર બીમારી ની સારવાર અર્થે ફંડ ભેગુ કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું….

અંબાજી: દાંતા તાલુકા નાં રાજપૂત સમાજ ના આગેવાનો અને યુવા મંડળ દ્વારા મહીસાગર જિલ્લા નાં કાનેસાર ગમે વસતા રાજદીપ સિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ નાં 1 વર્ષ નાં બાળક ની અકલ્પનીય એસ.એમ. એ – 1 નામની ગંભીર બીમારી ને લઇ તેની સારવાર અર્થે વિદેશ થી ઇન્જેક્શન મંગાવવાનું છે જેની કિંમત અંદાજે ₹ 16 કરોડ થાય છે તેના માટે સમગ્ર રાજપૂત સમાજ દ્વારા યથા શક્તિ ફંડ ભેગુ કરી ને તે નવજાત બાળક ની સારવાર અર્થે ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.જેમાં ઇમ્પેકટ ગુરુ નામના એન.જી. ઓ માં તે બાળક નામે ધૈર્યરાજ નાં નામ નું ખાતું ખોલી ને તે ફંડ તે ખાતા માં નાખવામાં આવશે.અને તે ભેગા થયેલા ફંડ માંથી તે બાળક ની સારવાર કરાશે જે માટે 16 લાખ લોકો દ્વારા ફક્ત 100 ₹ નું દાન માટે અરજ કરવામાં આવી છે બાળક પાસે 1 વર્ષ નો સમયગાળો છે એવું ડોકટરે કહેતા સારવાર અંગે ની રકમ મળી જતા તેનું નિદાન થશે તેમજ વધેલ રકમ દ્વારા અન્ય એવા કોઈ ગંભીર બીમારી થી પીડાતા બાળક ને સારવાર માં મદદરૂપ થવા તે રકમ અપાશે .
દાંતા તાલુકા નાં રાજપૂત સમાજ ના આગેવાન કાર્યકર્તાઓ દ્વારા કરાઈ રહેલ હાલ ની સમજસેવા એ સમાજ ના સન્માન માં ઔર વધારો અને રાજપૂત સમાજ નું ગૌરવ વધારવાનું કામ કરી દેશ માં સમાજ નું નામ રોશન કરી રહ્યાછે.