અનલૉક બાદ પ્રથમ વખત PM મોદી તમામ રાજ્યોના CM સાથે આ અંગે કરશે સંવાદ.

દેશમાં સતત કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. હવે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ત્રણ લાખને પાર થઇ ચૂકી છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે અનલૉક-1 થયા બાદ પહેલી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે, જે 16 જૂન અને 17 જૂન હશે. બે દિવસ પીએમ મોદીની રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.

16 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરંસિંગ કરશે.જ્યાં કોરોનાની ગતિ ધીમી છે, અને જ્યાં કોરોનાનો રિકવરી રેટ ઘણો સારો છે. આ રાજ્યમાં પંજાબ, અસમ, કેરળ, ઉત્તરાખંડ અને ઝારખંડ જેવા કેટલાક રાજ્ય સામેલ છે.

ત્યારે 17 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે, જે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણની ગતિ ઘણી વધુ છે. 17 જૂને પીએમ મોદી મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરશે.

આ પહેલા પણ પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે કેટલીક વખત વિડિયો કોન્ફરન્સિંગ કરી ચૂક્યા છે. પહેલા રાજ્યોના મુખ્યમંત્રી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચર્ચા બાદ કેટલીક વખત લોકડાઉન વધારવા, કેટલીક આર્થિક ગતિવિધિઓને ખોલવા જેવા નિર્ણય કરી ચૂક્યા છે.