ખાનગીકરણ ના વિરોધ મારાજપીપળા સહિત નર્મદાની આજથી બે દિવસની બેંક હડતાળ ને કારણે લાખોનું ક્લીયરન્સ ઠપ્પ

એટીએમપર ગ્રાહકોનો ધસારો

નાણા ઉપાડવા ગ્રાહકો ને ભારે મુશ્કેલી

આ હડતાળથી પ્રાઇવેટ બેન્કો દુર રહી

રાજપીપળા, તા 15

આજથી દેશભરમાં બેન્ક કર્મચારીઓ બે દિવસ માટે હડતાળ પર ઉતરી ગયા છે, જેના પગલે રાજપીપળા સહિત નર્મદા મા પણ બેંક કર્મચારીઓ હડતાળ મા જોડાયા છે.પગાર વધારો અને બીજી કેટલીક માંગોને લઇને બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાછે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ હડતાળ અનેગઈ કાલ રવિવારની રજાના કારણે બેન્કિંગ કામકાજ પર ત્રણ દિવસ અસર પડી હતી.

બેદિવસની હડતાળમાં ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ), SBI, BoB જેવી કેટલીક સાર્વજનિક બેન્કો જોડાઇ હતી.જોકેબેન્કોની હડતાળના કારણે ગ્રાહકોનેનાણાકિય વ્યવહાર કરવા મા ભારે મુશ્કેલી પડી હતી. નાણા ઉપાડવા અને ચેકો ના કલીયરનસ ના થતા લાખોનું ટ્રાનજેક્સ ન ઠપ્પ થઈ ગયુ હતું.જોકે આજે લોકો નો એટીએમ પર વધારે ધસારો જોવા મળ્યો હતો.
જોકે, આ હડતાળથી પ્રાઇવેટ બેન્કો દુર રહી હતી. જે બેંકો ચાલુ રહી હતી.
સરકારી બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. 9 બેંક યુનિયનોએ હડતાળને સમર્થન જાહેર કર્યું છે. જેને પગલે આજે અને આવતીકાલે દેશભરની બેંકોમાં કામકાજ ખોરવાઈ જશે.

સરકારના દસ બેંકોના ચાર બેંકમાં એકીકરણના નિર્ણયને કારણે નિષ્પન થતી પરિસ્થિતિને કારણે આંધ્ર બેંક, અલ્હાબાદ બેંક, કોર્પોરેશન બેંક, ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ, સિન્ડીકેટ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા સહિત છ બેંકો બંધ થશે અને પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક અને ઇન્ડીયન બેંકમાં સમાવિષ્ટ થશે. સરકારના નિર્ણયને કારણે જે બેંકોને અન્ય બેંકોમાં સમાવિષ્ટ કરવામાં આવશે તેને કારણે બેંકોની શાખાઓ સમયાંતરે બંધ થશે. સામાન્ય જનસમુદાયને બેંકીંગ સેવાથી વંચિત રહેવું પડશે.
એકીકરણથી બેંકોની શાખાઓ બંધ થયેલ છે તે એસબીઆઇમાં છ બેંકોનો સમાવેશ કરવામાં આવેલ તેને કારણે સરકારના કથન મુજબ ૬૯૫૦ શાખાઓ બંધ થયેલ છે. બેંક ઓફ બરોડામાં દેના અને વિજયા બેંકના સમાવેશ થવાને કારણે લગભગ ૧૬૫૦ શાખાઓ બંધ થશે. માર્ચ-૨૦૨૦ સુધીમાં ૫૩૦ શાખાઓ બંધ થશે તેવું જાહેર કરેલ છે. બેંકોમાં દર વર્ષે લગભગ એક લાખ નવયુવાનોને નોકરી આપવામાં આવતી હતી. બેંકોની સંખ્યા અને શાખાઓ બંધ થવાને કારણે નવી રોજગારીની તકો ઉભી નહીં થાય.

તસવીર: જ્યોતિ દ જગતાપ, રાજપીપળા