ભારત ચોથો સૌથી મોટો વિદેશી વિનિમય સંગ્રહવાળો દેશ બન્યો

RBI દ્વારા વારંવાર ડોલર સંગ્રહ કરવાને કારણે ભારત રશિયાને પાછળ છોડી વિશ્વનો ચોથો સૌથી વધુ વિદેશી વિનિમય સ્ટોરેજ ધરાવતો દેશ બન્યો છે. 5મી માર્ચ સુધીમાં, ભારતનું ફોરેક્સ રિઝર્વ $4.3 અબજ ડોલરના ઘટાડા છતાં $580.3 અબજ ડોલર સાથે રશિયાના $580.1 અબજ ડોલરની સરખામણીએ વધુ રહ્યું મહત્વનું છે કે, આ ક્રમમાં ચાઇના અને જાપાન અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે.