*સુરતમાં સિંધી સમાજની રાષ્ટ્રીય કાર્યકરણી મીટીંગ યોજાઈ *
સુરત: અખિલ ભારતીય લાડ લોહાણા સિંધી સમાજની રાષ્ટ્રીય કાર્યકરણી મીટીંગ રવિવારે તા. ૧૪/૦૩/૨૦૨૧ નારોજ સવારે ૧૦-૦૦ કલાકે સ્વામી લીલાશાહ ભવન રામનગર સુરત ખાતેરાખવામા આવી હતી આ મીટીંગમાં દેશભરમાંથી કાર્યકરણી સદસ્યો ઉપસ્થિત રહિયા હતા જેમાં ખાસ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી કાળુભાઇ સુખવાણી, રાષ્ટ્રીય-ઉપ-અધ્યક્ષ આદરણીય શ્રી ઈશુભાઇ જેઠવાણી, રાષ્ટ્રીય સેક્રેટરી આદરણીય શ્રી વાસુદેવ ગોલાણી, ઉ.ગુ પ્રાંત અધ્યક્ષ આદરણીય શ્રી હીરાનંદ ક્રિષ્નાણી, રાજકોટ પ્રાંત અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઇ મગનાણી, વારિષ્ઠ પત્રકાર કમલેશ જુમાણી,સુરતમિત્ર અખબાર ના તંત્રી વિનોદભાઈ મેઘાણી વગેરે ઊપસ્થિત રહિયા હતા પધારેલ તમામ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ-શાલ ઓઢાળીને આદરણીયશ્રીઓ: ઠાકોરભાઈ ક્રિષ્નાણી, ખુશાલદાસ તુલસીયાણી, તુલસીદાસ મગનાણી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા મીટીંગની શરૂઆત સ્વામી લીલાશાહ મહારાજની વંદના સાથે કરવામાં આવી હતી ત્યાર બાદ કોરનાકાળમાં સમાજના સદસ્યોએ જીવ ગુમાવનાર માટે એક મિનિટ માટે મૌન ધારણ કરીને શ્રદ્ધાજંલી અર્પણ કરી હતી. આ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષના વરદ હસ્તે દેશભરમાં આવેલ ૧૧૬ સમાજોને આવરી લેતી ભવ્ય વેબસાઈડ લોન્ચ કરવામાં આવી હતી વધુમાં રાષ્ટ્રીય અધ્યક્ષે સમાજની નારી શક્તિઓ,અને નવ યુવક મંડળની કોરોના કાળની એકટીવીટી થી ખુબજ પ્રભાવિત થયા.
તમામ સમાજની નારી શક્તિઓ, અને નવ યુવક મંડળને મંચ બોલાવીને અભિનંદન પાઠવીને મોમેન્ટો અર્પણ કર્યા હતા અખિલ ભારતીય લાડ લોહાણા સિંધી સમાજનું આગામી સમેંલન સુરત ખાતે યોજાશે
*********
*બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે પોલીસ, યોજાયું ડેમોસ્ટ્રેશન*
ગુજરાતની પોલીસ હવે બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે બોડી વોર્ન કેમેરાનું ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. આ દરમ્યાન ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.અત્યાર સુધી પોલીસ સીસીટીવી કેમેરા દ્વારા લોકો પર નજર રાખતી હતી. પરંતુ, હવે પોલીસ પોતાની બોડી પર જ કેમેરા લગાવશે અને મોટા ઓપરેશનો પાર પાડશે. ડેમોસ્ટ્રેશન સફળ રહેશે તો મોટી સંખ્યામાં કેમેરા ખરીદવામાં આવશે.
ટ્રાફિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ રોજીંદા કામ કે ઓપરેશનમાં બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે. ગુજરાતના શહેરો અને જિલ્લાની પોલીસને બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે.
*********
*ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીને તડીપારની નોટિસ*
ગઢડા ગોપીનાથજી મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને બોટાદ જિલ્લાના નાયબ કલેકટરે તડીપાર કરવા માટે નોટિસ આપતા ખળભળાટ મચ્યો છે. નાયબ કલેક્ટરે નોટિસ પાઠવી એસ પી સ્વામીને બોટાદ ભાવનગર રાજકોટ… અમરેલી… સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ 6 જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા તે અંગે જવાબ માંગ્યો છે.નાયબ કલેક્ટરે 25 માર્ચ સુધીમાં જવાબ આપવા સ્વામીને જણાવ્યું છે. સ્વામી સામે લોકડાઉન દરમ્યાન જાહેરનામાના ભંગ તેમજ વર્ષ 2007ના રોડ વિવાદનું કારણ અપાયું છે… આ બંને મુદ્દાનો તડીપાર નોટિસમાં ઉલ્લેખ કરાયાનું એસ પી સ્વામીએ સ્વીકાર્યું છે. સમગ્ર વિવાદ મામલે એસ પી સ્વામીએ આક્ષેપ કર્યો છે કે રાજકીય ઇશારે મારા પર પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ હરિભક્તો મારી સાથે છે.
********
*ગુજરાત યુનિવર્સીટીનો 69મો પદવીદાન સમારોહ યોજાયો*
ગુજરાત યુનિવર્સિટીનો 69મો પદવીદાન સમારોહ યોજાયો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુપ્રિમ કોર્ટ જસ્ટિસ એમ આર શાહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા. આ સમારોહમાં વિવિધ વિધાશાખામાં 275 મેડલ એનાયત કરાયા.આ સમારોહમાં સુપ્રીમ કોર્ટના જજ એમ આર શાહે જણાવ્યું કે આ મારા માટે ગૌરવ પુર્ણ ઘટના છે કે મને યુવાઓની આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યો આનાથી મોટું કોઇ અહોભાગ્ય નથી કે હુ તમારામાંથી એક છું.તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કેસમાજમાં જઈને તેને સિદ્ધ કરવાનું છે કે યુનિ એ તમને ડીગ્રી આપી છે એ યોગ્ય છે. દિક્ષાંતએ અભ્યાસનો નિચોડ હોય છે ગુરુઓ પાસે જે જ્ઞાન હતું તે આપને સોંપી દીધું હવે જવાબદારી આપની છે.
********
*સુરતમાં કોરોના ફેર હુમલો કમિશનર ઉતર્યા ચેકિંગમાં*
સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ત્યારે બહારગામથી સુરત આવતા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. ચેકપોસ્ટ અને ટોલનાકાઓ પર કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે કોરોના ટેસ્ટિંગની કામગીરીનું મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કર્યુ હતુ. મહાપાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ આજે સચિનના ભાટિયા ચેક પોસ્ટ પર આવેલ ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી.જ્યાં સ્થળ પર કરવામાં આવી રહેલી કામગીરીનું પાલિકા કમિશનરે નિરીક્ષણ કર્યું હતું.
********
*300 ઇ-બસ દોડાવવાના તંત્રના દાવા પોકળ*
અમદાવાદ શહેરના નવાં નાણાંકીય વર્ષના ડ્રાફટ અંદાજપત્રને રજૂ કરવાની મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમ્યાન અમદાવાદ ઇલેક્ટ્રિક મોબિલિટીમાં દેશમાં પ્રથમ નંબરનું શહેર બનશે એવી જાહેરાત મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી તે દાવો પોકળ નિવડ્યો. હાલ શહેરમાં 300 ઈલેક્ટ્રિક બસના બદલે માત્ર 50 બસ જ દોડી રહી છે.
*******
*આસામને બાદ કરતા અન્ય ચારેય રાજ્યોમાં ભાજપ હારશે
શરદ પવારની ભવિષ્યવાણી*
મુંબઈ: એનસીપી ચીફ શરદ પવારે રવિવારે જણાવ્યું હતું કે આસામને બાદ કરતા ભાજપ અન્ય ચાર રાજ્યોમાં હારશે અને આ ચૂંટણીના પરિણામો દેશને એક નવી દિશા આપશે. તેમણે પશ્ર્ચિમ બંગાળમાં સત્તાનો દુરુપયોગ કરવા બદલ ભાજપની ટીકા પણ કરી હતી. આસામ ઉપરાંત પશ્ર્ચિમ બંગાળ, કેરળ, તમીલનાડુ અને પુડ્ડુચેરીમાં માર્ચ-એપ્રિલ મહિનામાં ચૂંટણી છે અને તમામનું પરિણામ બીજી મેના રોજ જાહેર થશે. પવારે એમ પણ કહ્યું કે આ ચૂંટણીના પરિણામો વિશે અત્યારથી કહેવું ઘણું અઘરું છે, પરંતુ કેરળમાં ડાબેરી પક્ષો અને એનસીપી સ્પષ્ટ બહુમતિથી જીતી જશે.
*********
*ભાજપ ભવિષ્યવાણી કરતું રહેશે અને સરકાર પાંચ વર્ષ પૂરાં કરી નાખશે: ભાઈ જગતાપ*
નારાયણ રાણેને મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષનો સણસણતો જવાબ
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર થોડા સમયમાં પડી ભાગશેની વારંવાર થતી ભવિષ્યવાણીનો જવાબ આપતા મુંબઈના કૉંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપે જણાવ્યું હતું કે ભાજપના નારાયણ રાણે, દેવેન્દ્ર ફડણવીસ સહિત તમામ નેતાએ સરકાર પડી ભાંગશે તેવી આગાહીઓ કરે છે અને અલગ અલગ તારીખો પણ આપે છે, પરંત તેઓ ભવિષ્યવાણી કરતા રહેશે અને અમે પાંચ વર્ષ પૂરા કરી નાખીશું. અગાઉ રાણેને સરકાર પર વિવિધ મામલે પ્રહારો કર્યા હતા. ગૃહ પ્રધાનને પત્ર લખી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી હોવાનું રાણેએ જણાવ્યું હતું.
*********
*સુરતમાં યુકે અને આફ્રિકાના સ્ટ્રેનના કેસ: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું*
ગુજરાતમાં કોરોનાએ ફરી ઉથલો મારતા હવે ગત વર્ષના માર્ચ-એપ્રિલ જેવો માહોલ ઊભો થઇ રહ્યો છે. રાજ્યમાં જનજીવન એક વર્ષને અંતે પાટે ચડ્યું છે, પરંતુ હવે હવે દરરોજ ૭૦૦ થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં હોવાથી લોકોમાં તરેહ તરેહની અટકળો વહેતી થઇ રહી છે. હોળીનાપર્વની ઉજવણી પર પણ હવે ગત વર્ષની જેમ કોરોનાનો કાળો રંગ અવરોધ સર્જે એવી દહેશત વ્યક્ત થઇ રહી છે. કોરોના વાઈરસનું સંક્રમણ હળવું થયા બાદ ઇંગ્લેન્ડ અને આફ્રિકામાં નવા સ્ટ્રેનનો વાઈરસ પ્રસર્યા પછી વિદેશથી આવતા મુસાફરોમાં આ નવાં વાઈરસનું સંક્રમણ ન ફેલાય તે માટેની પુરતી તકેદારીના સરકારી દાવાઓ વચ્ચે પણ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં જ આફ્રિકા અને યુ.કે.ના આ નવાં સ્ટ્રેનના બેથી વધુ શંકાસ્પદ કેસ બહાર આવ્યા છે. જેમાં સુરતમાં તો આ બન્ને સ્ટ્રેનના શંકાસ્પદ કેસ ખૂલ્યા છે.
*********
*હિંસા ઘટતા આસામ પ્રગતિને પંથે: રાજનાથ*
વિશ્ર્વનાથ (આસામ): સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે જણાવ્યું હતું કે આસામમાં ત્રાસવાદ અને બળવાખોરોની હિંસા ઘટી છે અને તેથી સરકાર રાજ્યમાં વિકાસની પ્રવૃત્તિ ઝડપથી કરી રહી છે.રાજનાથ સિંહે આસામમાં ચૂંટણીપ્રચાર માટેની તાજેતરની પોતાની પ્રથમ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આસામમાં ફરી શાંતિ સ્થપાઇ છે. અસંખ્ય બળવાખોરોએ પોતાના હથિયારો હેઠાં મૂકી દીધાં છે.
********
*નીતા અંબાણી બનશે પ્રોફેસર*
કાશી હિંદૂ વિશ્વવિદ્યાલય (BHU) માં અભ્યાસ કરતા બાળકોને એક નવો અહેસાસ થવાનો છે. હકીકતમાં જોઈએ તો, રિલાંયસ ફાઉંડેશનના અધ્યક્ષ અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝના કાર્યકારી નિર્દેશક નીતા અંબાણી ટૂંક સમયમાં વિજિટીંગ પ્રોફેસર તરીકે બીએચયુ જોઈન કરશે. તેઓ બીએચયુમાં મહિલા અધ્યયના પાઠ ભણાવશે.
*********
*કોલ સેન્ટર પર SOGના દરોડા, 13ની ધરપકડ*
વડોદરાના હરણી રોડ પર ચાલતા કોલ સેન્ટર પર SOG એ દરોડા પાડ્યાં છે. જેમાં પોલીસે પિતા અને પુત્રો મળીને 13 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી 6 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઘટનામાં ભેજાબાજો અમેરિકી નાગરિકોને કોલ કરીને ફસાવતા હતાં. જેમાં ભેજાબાજ ટોળકી અમેરિકી નાગરિકોને ફોન પર ડ્રગ્સ ટ્રાફીકિંગ જેવા કેસોમાં ફસાઈ દેવાની ધમકી આપતા હતાં અને ત્યાર પછી સમાધાન માટે 100 ડોલરથી 500 ડોલર પડાવતા હતાં.
**********
*વડોદરામાં સામાન્ય બાબતે ફાયરિંગ*
છે. ફતેપુરાના મંગલેશ્વર ઝાંપા પાસે ઝઘડાની અદાવત રાખી ફાયરિંગ અને તલવારથી હુમલો કરવામાં આવ્યો છે. 5 વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરાયું છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને ઘટનાસ્થળે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
*******
*નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે*
નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. કતારગામથી મોટી વેડ ગામે પહોંચ્યા હતા. જ્યાં એક યુવક ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ મોડી રાત સુધી યુવકનો કોઈ પત્તો નહોતો લાગ્યો. ફાયર બ્રિગેડના જવાનોએ સવારે ફરીથી યુવકની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
*******
*બાબરામાં લગ્નપ્રસંગમાં ઊંટ ભડક્યું*
કયારેક પ્રાણીઓ પણ મગજ પરથી કાબૂ ગુમાવી બેસતા હોય છે. આવો જ એક બનાવ બાબરામાં બન્યો છે. બાબરાના જીવનપરામાં એક મુસ્લિમ પરિવારમાં લગ્નપ્રસંગ હતો. ત્યારે લગ્ન પ્રસંગમાં એક ઉંટ પર ફુલેકું ફરી રહ્યં હતું. ત્યારે અચાનક ઉંટનો પિત્તો ખસ્યો હતો. અને, ઉંટ ભડકી ગયું હતું. ત્યારે ઉંટ પર સવાર બે યુવકો નીચે પટકાયા હતા.
*********
*ભાભરમાં પશુ હોસ્પિટલનું કર્યું ખાતમુહૂર્ત*
રાજ્યપાલના હસ્તે પશુ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ સાથે 30 એકર જમીન ગૌશાળાને અર્પણ કરાઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને તેમના પત્ની દર્શનાબેને ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌશાળાના ટ્રસ્ટી અને સંચાલકોએ રાજ્યપાલને સ્મૃતિ ચિન્હ અને ગાયની પ્રતિકૃતિ આપી સન્માન કર્યું.
*****
*એરપોર્ટ ઓથોરીટીએ રનવે પર 100KMની ઝડપે દોડાવી વોલ્વો કાર*
સુરક્ષિત રીતે વિમાનના ઉતરાણ માટે તેનો રન વે (Run-Way) અધ્યતન રીતે સજ્જ અને બરાબર હોવો ફરજિયાત છે. તે માટે થઈને Surat Airport ઓથોરીટીએ રન-વે પર જ્યાં મેન્ટેન્સની જરૂર હતી તે કાર્ય પૂર્ણ કરીને 100KMની ઝડપે વોલ્વો કારને દોડાવી Airport પર ફ્રિક્શન ટેસ્ટ કરવામાં આવી હતી. વિમાનના સફળ ઉતારણ માટે નિયમિત રીતે ફ્રિક્શન ટેસ્ટ કરવામાં આવે છે
*********
*રસી લીધા વગર 3 લોકોને સર્ટિફિકેટ મળી ગયું*
વૅક્સિન લીધા વગર જ લોકો પાસે વૅક્સિન લીધી હોવાના સર્ટિફિકેટ આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં ત્રણ એવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. પહેલો કેસ શનિવારે આવ્યો હતો ત્યાર બાદ રવિવારે બે વધુ કિસ્સા સામે આવ્યાં છે. ચોંકવનારી બાબત એ છે કે, આ સર્ટિફિકેટ માં વૅક્સિન મુકનાર નર્સ મનીષા ગોહિલના નામનો ઉલ્લેખ છે, સચ્ચાઇ એ છે કે આ નર્સ બે મહીનાથી રજા પર છે. આ ગોટાળા પછી સુરત મહાપાલિકા પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે. તે પણ સમજી નથી શકી કે આ ગરબડ ક્યાંથી થઈ રહી છે. એક પછી એક એમ ત્રણેક કિસ્સા સામે આવી જતાં આખરે પાલિકાની ટીમ તપાસ શરૂ કરી છે
*********
*સૌરાષ્ટ્ર જતી ખાનગી બસના ભાડામાં રૂ.100નો વધારો*
સ્લિપર ડબલ સીટનો ભાવ રૂ. 1200 કરાયો
સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસની સિંગલ સ્પિલપર સીટના ભાવમાં 100નો વધારો કરાયો છે. પહેલા સિંગલ સ્લિપર સિટનો ભાવ 500 હતો, જે હવે 600 છે. તેવી જ રીતે સ્લિપર ડબલ સિટનો 1000માંથી 1200 રૂપિયા અને કેબિનનો ભાવ 300 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
*********
*સુરત કોર્ટમાં 337 કેસનો નિકાલ કરાયો*
15મીએ વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવાઇ છે. હરિફાઇ અને આકર્ષક માર્કેટિંગના આ યુગમાં ગ્રાહકો સાથે છેતરપિંડીના પણ બનાવ બનતા હોય છે જેનો નિકાલ ગ્રાહક અદાલતોમાં થતો હોય છે. 2020માં કોરોના કાળ દરમિયાન રાજયની અદાલતોમાં 2731 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાથી સુરતની ગ્રાહક અદાલતમાં 337 કેસ હતા. અદાલતોમાં મોટાભાગની ફરિયાદો વીમા કંપની સામેની, બિલ્ડર, ટાવેલ્સ કંપનીઓ સામેની હોતી હોય છે.
*🙏🙏thaend🙏🙏*