મહેસાણામાં માતા-પિતાએ 1 મહિનાની બાળકીનું ગળું દબાવી કરી હત્યા

મહેસાણાના કડીમાં માતા-પિતાએ પોતાની 1 મહિનાની બાળકીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પુત્રની લાલચ રાખતા દંપતિને ત્યાં બીજી દીકરીનો જન્મ થતાં બન્નેએ બળકીની હત્યા કરી હતી. આ હત્યાને તેમણે અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી હતી પરંતુ ડોક્ટરે સતર્કતા બતાવીને પોલીસને જાણ કરી હતી. પોલીસે પરિવાર સામે ફરિયાદ નોંધીને કાર્યવાહિ હાથ ધરી છે.