લગ્ન કરવાની લાલચ અને ધાક ધમકીઓ આપી અસ્લીલ ફોટા પાડી લઈ તેણીને અવારનવાર શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરતો હવાસખોર.
જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા હવસખોર સામે ફરિયાદ.
રાજપીપળા,તા.14
દેડિયાપાડાના જામ્બાર ગામ સહિત અલગ અલગ જગ્યાએ ફરિયાદી બેનની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે.લગ્ન કરવાની લાલચ અને ધાક ધમકીઓ આપી અસ્લીલ ફોટા પાડી લઈ તેણીને અવારનવાર શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરતો હવાસખોરે જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા હવસખોર સામે ડેડીયાપાડા પોલીસ મથકે બળાત્કાર ગુનાની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી મહિલાએ આરોપી કલ્પેશભાઈ ગંભીર lભાઈ વસાવા (રહે, મોસ્કૂવા) સામે બળાત્કાર ગુનાની ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી કલ્પેશભાઈ ગંભીરભાઈ વસાવા (રહે, મોસ્કુવા ) એ છેલ્લા 12 વર્ષથી ફરિયાદી બેનને લગ્ન કરવાની લાલચ અને ધાક ધમકીઓ આપતો હતો. કલ્પેશભાઈ એ પોતાના ફોનમાં ફરિયાદી બહેનના અશ્લીલ ફોટા પાડી લઈ તેને અવારનવાર શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરતો હતો. અને તેનીની સાથે બેસણા, મોઝદા ગામે તથા જામ્બાર ગામે, ગાંધીનગર, દાભવણ, કોરવી ગામ, ઘનખેતર ગામ વગેરે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે ફરિયાદી બેનની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધેલ તથા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી યોનશોષણ કરેલ ફરિયાદીને હમણા અને ભવિષ્યમાં પણ રખાત તરીકે રાખી અને શરીર સબંધો રાખવા જ પડશે કેમ કહી તારે સંબંધો બાંધવા મજબૂર કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરતાં પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા